આજે GCMMF-AMULના 50 વર્ષ પૂર્ણ, ઘરે ઘરે ઓર્ગેનિક વસ્તુઓ પહોંચે તેવા અમિત શાહના સ્વપ્નને સાકાર કરવા અમૂલ પ્રતિબદ્ધ : જયેન મહેતા

આજે ગુજરાતના 3.6 મિલિયન ડેરી ખેડૂતો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ (50 વર્ષ) ઉજવણી કરી રહ્યું છે. 1973માં સ્થપાયેલ, GCMMF એ ભારતમાં અમૂલ અને સાગર બ્રાન્ડનું માર્કેટિંગ કરીને ₹ 72000 કરોડ ( $9 બિલિયન)ના ટર્નઓવર સાથે ભારતની સૌથી મોટી ફૂડ FMCG સંસ્થા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 11:16 AM

અમૂલના (Amul) MD જયેન મહેતા ટીવીનાઇનના સ્ટુડિયોમાં હાજર રહ્યા હતા. ટીવી9ના નવા સોપાન બદલ તેમણે અભિનંદન પાઠવ્યા હતા.  જયેન મહેતાએ ટીવી9 સાથેની વાતચીતમાં અમૂલની સ્થાપનાથી લઇને તેના વિકાસની વાતો કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રિય સહકારીતા મંત્રી અને ગૃહપ્રધાન અમિત શાહના સ્વપ્નનો ઉલ્લેખ કર્યો હતો. જયેન મહેતાએ જણાવ્યું કે અમિત શાહનું સ્વપ્ન છેકે ઘરે-ઘરે લોકોને ઓર્ગેનિક વસ્તુઓ મળે, જે સ્વપ્નને સાકાર કરવા અમે પ્રતિબદ્ધ છીએ, તેમણે ઉમેર્યું કે નજીકના સમયમાં જ આર્ગેનિકમાં અમે એન્ટ્રી કરી છે. લોકોને ઓર્ગેનિક અને શુદ્ધ અનાજ મળે તે માટે ખેડૂતો સાથે રહી અમૂલ એક માધ્યમ તરીકે ઉભરશે.

જયેન મહેતાએ જણાવ્યું છેકે આવતા બે-3 વર્ષમાં 50 લાખ લિટર દૂધ ઉત્પાદનનું લક્ષ્ય છે. તથા અમૂલ રાજકોટ, વારાણસી અને બાગપત સહિત ઇસ્ટ ઇન્ડિયામાં પણ પ્લાન્ટ ખોલવાનું લક્ષ્ય છે. તથા આગામી દોઢ વર્ષમાં રાજકોટમાં નવા અમૂલ પ્લાન્ટ કાર્યરત થઇ જશે. જે પ્લાન્ટ 20 લાખ લીટરના દૂધ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.

તેમણે આ ઉપરાંત ટીવી9ના સ્ટુડિયોમાં હાજરી દરમિયાન જણાવ્યું હતું કે અમૂલની 77 વર્ષ પૂર્વે સ્થાપના થઇ હતી. જેમાં આજે ગુજરાતમાં 18,600 ગામડામાં 36 લાખ સભ્યો ધરાવે છે. જેમાં 18 સભ્યો યુનિયનો દ્વારા દરરોજ સરેરાશ 270 લાખ દૂધની ખરીદી કરે છે. અમૂલ એશિયાની સૌથી મોટી ડેરી છે. વર્ષ 2022 -23માં અમૂલ ગ્રુપનું ટર્નઓવર 72 લાખને પાર પહોંચ્યું છે. જ્યારે વર્ષ 2025 સુધી 1 લાખ કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

નોંધનીય છેકે આજે ગુજરાતના 3.6 મિલિયન ડેરી ખેડૂતો ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ (50 વર્ષ) ઉજવણી કરી રહ્યું છે. 1973માં સ્થપાયેલ, GCMMF એ ભારતમાં અમૂલ અને સાગર બ્રાન્ડનું માર્કેટિંગ કરીને ₹ 72000 કરોડ ( $9 બિલિયન)ના ટર્નઓવર સાથે ભારતની સૌથી મોટી ફૂડ FMCG સંસ્થા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
g clip-path="url(#clip0_868_265)">