AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand : પતંગ માટે પ્રખ્યાત ખંભાતમાં ખરીદી કરવા ઉમટયા પતંગ રસિકો

ખંભાતી પતંગની (Kite)ખાસિયત એ છે કે કારીગરો ખુબ બારીકાઇથી વાસનું ફીનીશીંગ કરી પતંગ બનાવે છે. જેથી પતંગ હવામાં વધારે સમય સ્થિર રહે છે. દેશ તથા રાજ્યના વેપારીઓ મોટા પ્રમાણમાં ખંભાતથી પતંગની ખરીદી કરે છે.

Anand : પતંગ માટે પ્રખ્યાત ખંભાતમાં ખરીદી કરવા ઉમટયા પતંગ રસિકો
ખંભાતના પતંગ બજારમાં ખરીદી(ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 8:23 AM
Share

ગુજરાતમાં તેમજ દેશમાં ખંભાત અકીક તેમજ  પતંગ ઉદ્યોગ માટે જાણીતું છે. અહીંના પતંગ આગવી વિશેષતા ધરાવે છે અને  આ પતંગની વિશેષતા છે કે તે  હવામાં લાંબો સમય સ્થિર રહે છે.  ત્યારે આવા વિવિધ પ્રકારના પતંગ  માટે ખંભાત વિખ્યાત છે. આ વર્ષે પણ ખંભાતના પતંગ બજારમાં ભારે ખરીદી જોવા મળી રહી છે. તેમજ ઉતરાયણને એક દિવસની જ વાર છે ત્યારે છેલ્લા દિવસે લોકો અહીં પતંગની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે.

ખંભાતમાં ધમધમે છે પતંગ ઉદ્યોગ

ખંભાતમાં બારેમાસ પતંગ બનાવવાનો ઉદ્યોગ ધમધમે છે અને વાર્ષિક ૩ કરોડથી વધારે રૂપિયાના પતંગો માત્ર ખંભાતમાં બને છે. ખંભાતી પતંગની ખાસિયત એ છે કે કારીગરો ખુબ બારીકાઇથી વાસનું ફીનીશીંગ કરી પતંગ બનાવે છે. જેથી પતંગ હવામાં વધારે સમય સ્થિર રહે છે. દેશ તથા રાજ્યના વેપારીઓ મોટા પ્રમાણમાં ખંભાતથી પતંગની ખરીદી કરે છે. ચાલુ વર્ષે વાંસ, ગુંદર અને કાગળના ભાવમાં વધારો થયો હોવાથી પ્રતિ કોડી પતંગો જે ગત વર્ષે 100 રૂપિયાનો ભાવ હતો તે   ચાલુ વર્ષે 150 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.

સાથે સાથે ખંભાતમાં માંજવામાં આવતી દોરીના ભાવમાં પણ ચાલુ વર્ષે ભાવ વધારો થયો છે. દોરી માંજવાના કારીગરો ગત વર્ષે 100 થી 150 રૂપિયા લેતા હતા તેમાં ચાલુ વર્ષે ભાવ વધીને 200 થી 250 રૂપિયા સુધીનો થઇ ગયો છે.ખંભાતી પતંગ અને દોરી માંજવાનો ભાવ ભલે આસમાને હોય , પરંતુ પતંગ રસિકોના ઉત્સાહમાં કોઇ ઓટ આવી નથી. ઉત્તરાયણ પર્વને હવે એક જ દિવસ બાકી  છે ત્યારે રાજ્યના જુદા જુદા સ્થળેથી આવતા પતંગ રસિકોથી ખંભાતની બજારો ઉભરાઇ રહી છે અને છેલ્લા  દિવસે પણ અહીં  મોટી માત્રામાં પતંગોની ખરીદી થઇ રહી છે.

આવતીકાલે રાજ્યમાં ઉજવાશે ઉતરાયણ

આવતીકાલે રાજ્યમાં ઉતરાયણનો  તહેવાર લોકો  મોજમજા કરીને ઉજવશે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં તો લોકો બે દિવસ માટે જાણે અગાસી કે ધાબાને  જ ઘર બનાવી લે છે. અને પતંગ ચગાવવાની સાથે મ્યુઝિક, ચીકી,   તલસાંકળી, મમરાના લાડું,  ઉંધિયુ, જલેબી, બોર, શેરડીની પણ જ્યાફ્ત માણવામાં આવશે.

ઇનપુટ ક્રેડિટ: ધર્મેન્દ્ર કપાસી,  આણંદ, ટીવી9

g clip-path="url(#clip0_868_265)">