AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand: ખંભાતમાં વૃદ્ધા ઓમિક્રોનના સબ વેરિયન્ટ B1.5થી સંક્રમિત, રિપોર્ટ આવતા પરિવારજનોના પણ સેમ્પલ લેવાયા

આ વૃદ્ધ મહિલા હોમ આઇસોલેશન (Home isolation)માં સારવાર હેઠળ છે. જોકે તંત્ર દ્વારા વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવેલા તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે.  સાથે જ તમામ લોકોને  અન્યના સંપર્કમાં ન આવવા તેમજ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે.

Anand: ખંભાતમાં વૃદ્ધા ઓમિક્રોનના સબ વેરિયન્ટ B1.5થી સંક્રમિત, રિપોર્ટ આવતા પરિવારજનોના પણ સેમ્પલ લેવાયા
Covid 19Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 8:47 AM
Share

આણંદના ખંભાતમાં  ઓમિક્રોનના સબ વેરિયન્ટ B1.5નો વધુ એક કેસ નોંધાયો છે. ખંભાતના 67 વર્ષીય વૃદ્ધા વિદેશથી પરત આવ્યા હતા. આ  વૃદ્ધા બે માસ પહેલા USAથી આવ્યાં હતા અને તેમનામાં કોરોનાના લક્ષણો  દેખાતા તેમનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.  વૃદ્ધ મહિલાનો  RTPCR 24 ડિસેમ્બરે પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ આ રિપોર્ટ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યો હતો. જિનોમ સિક્વન્સિંગનો  રિપોર્ટ 29 ડિસેમ્બરે આવ્યો હતો. જે મુજબ વૃદ્ધા કોરોનાના સબ વેરિયન્ટ B1.5થી સંક્રમિત  હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. હાલમાં આ વૃદ્ધ મહિલા હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે તંત્ર દ્વારા વૃદ્ધ મહિલાના સંપર્કમાં આવેલા તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે. સાથે જ તમામ લોકોને અન્યના સંપર્કમાં ન આવવા તેમજ કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે પણ જણાવી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોવિડ કેર માટે તંત્ર સાબદું

ગુજરાતમાં એનઆરઆઇના  ધસારાને પગલે તંત્ર સાબદું છે અને હોસ્પિટલમાં કોવિડ કેર માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા સમયથી  ચીનમાં કોરોનાના સબવેરિયન્ટ્સ BF.7ના કારણે પરિસ્થિતિ અતિશય વકરી ગઈ છે.  જોકે આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખતા ભારતમાં કોવિડ સામે પગલાં લેવાની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

શું છે ઓમિક્રોનનો સબવેરિયન્ટ BF.7

કોવિડ -19ની ઉત્પત્તિ પછી વર્ષ 2021માં તેના ઘણા સબવેરિયન્ટ વિકસિત થયા. આવા સબવેરિયન્ટ્સમાંથી એક BF.7 છે જે ચેપને ખૂબ જ ઝડપથી ફેલાવવામાં સક્ષમ છે.

રિપોર્ટ મુજબ ઓમિક્રોનનું સબવેરિયન્ટ BF.7 છે, જે ચીનમાં તબાહી મચાવી રહ્યો છે, જેના કારણે દેશની ઓફિસો અને જાહેર સ્થળો સુમસામ થઈ ગયા છે. આ સાથે જ હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓની લાંબી લાઈનો લાગી ગઈ છે.   લાઈવ સાયન્સના રિપોર્ટ મુજબ BF.7 સબવેરિયન્ટ BA.5.2.1.7 નું શોર્ટ ફોર્મ છે. BA.5.2.1.7, BA.5. નું ઉપ વંશ છે. એવું માનવામાં આવે છે કે BF.7 સબવેરિયન્ટ, BA.1 અને BA.2 જેવા ઓમિક્રોનના અન્ય સબવેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ચેપ ફેલાવવામાં સક્ષમ છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">