અમરેલીમાં ભાજપ પાટીદાર મહિલા ચહેરાને ટિકિટ આપે તેવી પ્રબળ સંભાવના, આ ત્રણ નામોમાં રેખાબેન મોવલિયાનું નામ મોખરે- જાણો કોણ છે રેખાબેન?

અમરેલી લોકસભા બેઠક પહેલેથી પાટીદારોનો ગઢ રહી છે એવુ કહીએ તો કંઈ ખોટુ નથી. અહીં સતત ત્રણ ટર્મથી નારણ કાછડિયા ચૂંટાતા આવ્યા છે. એ પહેલા કોંગ્રેસના વિરજી ઠુમ્મર સાંસદ રહી ચુક્યા છે. જો કે આ વખતે ભાજપ નારણ કાછડિયાને રિપીટ કરવાના મૂડમાં જણાતી નથી. આ વખતે અહીંથી કોઈ પાટીદાર મહિલા ચહેરા પર પસંદગી ઉતારે તેવી સંભાવના જોવાઈ રહી છે.. જેમા ત્રણ નામો પૈકી એક નામ પ્રબળ દાવેદાર ગણાઈ રહ્યુ છે.

અમરેલીમાં ભાજપ પાટીદાર મહિલા ચહેરાને ટિકિટ આપે તેવી પ્રબળ સંભાવના, આ ત્રણ નામોમાં રેખાબેન મોવલિયાનું નામ મોખરે- જાણો કોણ છે રેખાબેન?
Follow Us:
| Updated on: Mar 24, 2024 | 6:07 PM

અમરેલી બેઠક પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ પરંતુ ભાજપે હજુ સુધી અહીં કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી. આ તરફ કોંગ્રેસે અહીંથી પાટીદાર મહિલા ચહેરા પર પસંદગી ઉતારી છે. ત્યારે ભાજપ પણ અહીંથી કોઈ પાટીદાર મહિલાને ટિકિટ આપે તેની પ્રબળ શક્યતા જોવાઈ રહી છે.

કોંગ્રેસની વાત કરીએ તો અમરેલી લોકસભા બેઠક પરથી આ વખતે કોંગ્રેસે જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. જેની ઠુમ્મર પાટીદાર, શિક્ષિત અને રાજકીય પરિવારમાંથી આવે છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહેલા વીરજી ઠુમ્મરના તેઓ પુત્રી છે અને લોકો પણ તેમને ઓળખે છે. ગળથુથીમાંજ રાજકારણ મળ્યુ હોવાથી કોંગ્રેસના મજબુત દાવેદાર ગણી શકાય

આ વખતે ભાજપ અમરેલીથી મહિલાને ટિકિટ આપવાનુ જો વિચારતી હોય તો અહીં ક્યા મહિલા ઉમેદવાર પર ભાજપ પસંદગીનો કળશ ઢોળી શકે તેમા સૌથી મોખરે જો કોઈ નામ આવે તો તે છે રેખાબેન મોવલિયા…

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

કોણ છે રેખાબેન મોવલિયા?

રેખાબેન મોવલિયા અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. શિક્ષિત મહિલા ચહેરો અને પાટીદાર સમીકરણમાં બરાબર બંધ બેસે છે. ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયાના નાનાભાઈના પત્ની છે. ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવે છે. વસંતભાઈ મોવલિયા ખોડલધામના ટ્રસ્ટી હોવાની સાથે અનેક ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છે. ઉદ્યોગપતિ-બિઝનેસમેન હોવાની સાથોસાથ બિલ્ડર પણ છે. અમદાવાદમાં તેમની એકથી વધુ ઈન્ડસ્ટ્રી આવેલી છે. ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટીગણમાં પણ સારુ નામ ધરાવે છે.

અમરેલીમાં જિલ્લામાં જો કોઈ મહિલા ઉમેદવારમાં પ્રબળ દાવેદાર હોય તો તે રેખાબેન મોવલિયા છે. અને હજુ સુધી આ નામની ચર્ચા ક્યાંય થતી જોવા મળી નથી. આથી ભાજપ હાઈકમાન તેમની પેટર્ન મુજબ રેખાબેનને આગળ કરીને ફરી એકવાર સૌને ચોંકાવી શકે છે. વસંતભાઈ મોવલિયાના સી.આર.પાટીલ, રૂપાણી સહિત તમામ ભાજપના દિગ્ગજો સાથે સારા સંબંધો ધરાવે છે. હાલના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે પણ વસંત મોવલિયાને નિકટના સંબંધો છે. આથી ભાજપ  તેમના નાના ભાઈના પત્ની રેખાબેનને ટિકિટ આપીને ભાજપ ખોડલધામ લોબી સહિત લેઉવા પાટીદારોને ખુશ કરી શકે છે અને અમરેલી બેઠક પરંપરાગત રીતે જ પાટીદારોની બેઠક રહી છે આથી ભાજપ અહીં પાટીદાર ચહેરા પર જ પસંદગી ન ઉતારે તે વાતમાં પણ દમ જણાતો નથી.

કોણ છે ગીતાબેન સંઘાણી?

ગીતાબેન સંઘાણી લેઉવા પાટીદાર ચહેરો છે. રાજકીય પરિવારમાંથી આવે છે. પૂર્વ સાંસદ દિલિપ સંઘાણીના પત્ની છે અને સંઘાણી પરિવાર પણ તેમના નામને લઈને મજબુત લોબિંગ કરી રહ્યો છે. જો કે ગીતાબેન સંઘાણીને ટિકિટ આપે તો ભાજપ જેને હંમેશા મુદ્દો બનાવતી આવી છે તે પરિવારવાદના આક્ષેપ થાય. આ તરફ સામે પક્ષે કોંગ્રેસે પણ વિરજી ઠુમ્મરની દીકરીને ટિકિટ આપી છે એટલે ગીતાબેનનુ નામ ચર્ચાઈ રહ્યુ છે. જો કે દિલિપ સંઘાણી અને તેમના ભાઈ મુકેશ સંઘાણીનું નામ પણ ચર્ચાઈ રહ્યુ છે. ભાજપ સંઘાણી પરિવારમાંથી કોઈ એકને જો ટિકિટ આપે અને મહિલાને ટિકિટ આપે તો ગીતાબેન સંઘાણીનુ નામ ચર્ચામાં છે.

કોણ છે ભાવનાબેન કાંતિભાઈ પટેલ?

અન્ય એક જે પાટીદાર મહિલાનું નામ ચર્ચાઈ રહ્યુ છે તે છે ભાવનાબેન કાંતિભાઈ પટેલ. વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીઓના જેના પર ચારેય હાથ કહી શકાય તેવુ આ નામ છે. આથી ભાજપ ભાવનાબેનને ટિકિટ આપીને એક કાંકરે બે પક્ષી મારી શકે એમ કહી શકાય. એકતરફ પાટીદારને ટિકિટ આપીને તેમને પણ સાચવી લેશે અને વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણીઓને પણ તેમની તરફ કરી હિંદુત્વનું કાર્ડ પણ રમી શકે છે.

આ સિવાય અન્ય એક ભાવનાબેન ગોંડલિયાનું પણ નામ ચર્ચામાં છે. જેઓ પૂર્વ કોર્પોરેટર પણ રહી ચુક્યા છે. દિલિપ સંઘાણી પરિવારના નજીકના પણ ગણાય છે. જો કે તેમને ટિકિટ મળવાની સંભાવના ઘણી ઓછી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોને લઈને ભાજપમાં ફસાયો પેચ, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં કોના નામો છે ચર્ચામાં- જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">