IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

27 April, 2024

લખનૌ સુપર જાયન્ટ્સના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાની પત્ની પંખુરી શર્મા બીજી વખત માતા બની છે.

પંખુરીએ તેના બીજા પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.

એટલું જ નહીં, આ સ્ટાર ઓલરાઉન્ડરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પુત્રનું નામ વાયુ હોવાની માહિતી આપી છે.

સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં કૃણાલ, તેની પત્ની, વાયુ અને પહેલો પુત્ર કવિર સાથે જોવા મળી રહ્યો છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભાઈ ક્રુણાલે ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા.

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ કૃણાલ અને પંખુરીએ લગ્ન કરી લીધા.

IPL મેચ દરમિયાન પંખુરી ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળે છે.

પંખુરી શર્મા મોડલ રહી ચૂકી છે. તેણીએ ઘણા મોડેલિંગ અસાઇનમેન્ટ કર્યા છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવાય છે કે તે ઈવેન્ટ અને સેલિબ્રિટી મેનેજમેન્ટ વર્કર રહી ચૂકી છે.