AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરાષ્ટ્રની ત્રણ બેઠકોને લઈને ભાજપમાં ફસાયો પેચ, અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં કોના નામો છે ચર્ચામાં- જાણો

સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો પર હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી કર્યા. સૌરાષ્ટ્રની અમરેલી, જુનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ભાજપમાં હજુ પેચ ફસાયેલો દેખાઈ રહ્યો છે. આ ત્રણેય બેઠકો પાટીદાર અને કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠકો છે ત્યારે આ ત્રણેય બેઠક પર ભાજપ ક્યા ઉમેદવારને ઉતારે છે તેના પર સહુ કોઈની નજરો મંડાયેલી છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 24, 2024 | 4:15 PM
Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની આઠ બેઠકો જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપની પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની 4 બેઠકો જામનગર, રાજકોટ, પોરબંદર અને કચ્છ જાહેર થયા બાદ બીજી યાદીમાં ભાવનગર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ હજુ પણ ત્રણ બેઠકોમાં પેચ ગુચવાયેલો જોવા મળી રહ્યો છે. જાતિગત સમીકરણ અને જીતી શકે તેવા ઉમેદવારને પસંદ કરવામાં ભાજપ હજુ મુંજવણ અનુભવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે હજુ સુધી આ ત્રણ બેઠકોમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા નથી.

ત્રણ સીટોના રાજકીય સમીકરણ પર નજર કરીએ તો…

દરેક રાજકીય પાર્ટી માટે સૌરાષ્ટ્ર જીતવું ખૂબ જ જરૂરી છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર અને કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેના કારણે આખા ગુજરાતની રાજકીય પરિસ્થિતિનો આધાર સૌરાષ્ટ્ર પર રહેલો છે. જે ત્રણ બેઠકોમાં ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી તેમાં જુનાગઢ અને સુરેન્દ્રનગર કોળી સમાજની બહુમતી વાળી સીટો છે. જ્યારે અમરેલી લેઉવા પાટીદાર સમાજની બહુમતીવાળી સીટ છે. ભાજપ દ્રારા જે રીતે અગાઉ સૌરાષ્ટ્ર કચ્છની પાંચ બેઠકો જાહેર કરી તેમાં જાતિગત સમીકરણ ધ્યાનમાં લીધું છે. તેને જોતા આ ત્રણેય બેઠક પર જાતિગત સમીકરણ ઘ્યાનમાં લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ સીટ પૈકી એક સીટ પર મહિલા ઉમેદવાર જાહેર થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક

આ બેઠક આમ તો કોળી સમાજને ફાળે જાય છે પરંતુ આ વખતે ભાજપ કોળી ઉમેદવારને ટિકીટ આપવી કે અન્ય સમાજને તેને લઇને પેંચ ગુચવાયેલો છે. આ વખતની ચૂંટણીમાં વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાને રિપીટ ન કરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

જો સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો

  • શંકર વેગડ- જેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ છે અને કોળી સમાજમાંથી આવે છે.
  • પ્રકાશ કોરડિયા- સ્થાનિક આગેવાન છે. ચુવાળિયા કોળી સમાજમાંથી આવે છે.
  • દેવ કોરડિયા- યુવા આગેવાન છે. રાજકોટ જિલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી છે. સંગઠનમાં પણ પકડ છે. આ ઉપરાંત લાલજી મેરના નામની પણ ચર્ચા છે.

જો અન્ય જ્ઞાતિને ટિકીટ આપવામાં આવે તો સુરેન્દ્રનગર ભાજપના મહિલા અગ્રણી વર્ષાબેન દોશી, આ ઉપરાંત કોંગ્રેસમાંથી કેસરિયો કરનાર હિમાંશુ વ્યાસનું નામ પણ ચર્ચામાં છે.

અમરેલી લોકસભા બેઠક

અમરેલી લેઉવા પાટીદાર સમાજના પ્રભુત્વવાળી બેઠક છે. અહીં સતત ત્રણ ટર્મથી વર્તમાન સાંસદ એવા નારણ કાછડિયાને રિપીટ કરવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે. કોંગ્રેસે આ સીટ પર લેઉવા પાટીદાર અને મહિલા ચહેરો એવા જેની ઠુમ્મર મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાજપ પણ આ સીટ પર મહિલાને ટિકીટ આપી શકે છે. આ સીટ પર મહિલાને ટિકીટ આપવાની હોય તો દિલીપ સંઘાણી પરિવારમાંથી ગીતાબેન સંઘાણીનું નામ આવી શકે છે.

ગીતાબેન સંઘાણી દિલિપ સંઘાણીના પત્ની છે. આ ઉપરાંત અન્ય નામ પર નજર કરીએ તો પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા, ભાજપના પ્રદેશ ઉપાઘ્યક્ષ જનક પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરીયાનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કૌશિક વેકરીયા, જે.વી. કાકડિયા અને પીએમ મોદીની ગુડબુકમાં સ્થાન ધરાવતા ડૉ ભરત કાનાબાર સહિત દિલિપ સંઘાણીના ભાઈ મુકેશ સંઘાણીના નામોની પણ ચર્ચા છે.

જુનાગઢ લોકસભા બેઠક

આ બેઠક પર વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની શક્યતા જોવા મળી રહી છે. જો કે તેઓ સાથે જોડાયેલા વિવાદને કારણે તેઓને અડચણ આવી રહી છે. ભાજપ પાસે આ સીટ પર સક્ષમ કોળી ચહેરો નથી. તેથી તેઓ રાજેશ ચુડાસમાને રિપીટ કરી શકે છે.આ ઉપરાંત આ સીટ પર સાધુ સમાજ પૈકી બે સાધુઓના નામની ચર્ચા ચાલી રહી છે. જેમા મુક્તાનંદ બાપુ, ઈન્દ્રભારતી બાપુ અને શેરનાથ બાપુના નામો ચર્ચામાં છે. રાજસ્થાનમાં બાબા બાલકનાથ અને ગોરખપુરથી યોગી આદિત્યનાથના પ્રયોગ બાદ ભાજપ જુનાગઢ બેઠક પરથી કોઈ સાધુને ટિકીટ આપીને હિન્દુત્વનું કાર્ડ રમી શકે છે.

ભાજપ લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠક જીતવા અને તે પણ 5 લાખ મતોની લીડથી જીતવા માટે મથી રહી છે અને એટલા માટે દરેક ક્ષેત્રે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે અને દરેક પરિબળોને ઘ્યાનમાં લઇ રહી છે. ત્યારે જોવાનું રહેશે આ સીટો પર ભાજપ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.

આ પણ વાંચો: રાજકોટમાં કોંગ્રેસનો ફરી ફસાયો પેચ, પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા ફરી ઉમેદવારની શોધમાં કોંગ્રેસ- વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">