Amreli: ગજબ થયો, લગ્નમાં ડીજે વગાડ્યું તો પરિવાર મૂકાયો નાત બહાર

|

Sep 24, 2022 | 8:11 AM

જાફરાબાદમાં  (Jafrabad) જ્યાં માત્ર ડીજે વગાડવાના કારણે એક પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. લગ્નમાં મ્યુઝિક વગાડવા અને વરઘોડા કાઢવા બદલ સમાજે પરિવારને નાત બહાર કાઢી મુક્યો છે. ટીંબી ગામમાં રહેતા રફીક દોઢ વર્ષ પહેલા પોતાના દીકરાના લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું હતું.

Amreli: ગજબ થયો, લગ્નમાં ડીજે વગાડ્યું તો પરિવાર મૂકાયો નાત બહાર
સમાજે આ પરિવારનો ડીજે વગાડવા બદલ કર્યો બહિષ્કાર

Follow us on

અમરેલી  (Amreli) જિલ્લામાં પરિવારનો બહિષ્કાર કરવાની ઘટના સામે આવી હતી જેમાં એક પરિવારે પુત્રના લગ્નમાં  ડીજે  (Dj) વગાડ્યું અને વરઘોડો કાઢ્યો તો આ પરિવારને તેના સમાજે  (Society ) નાત બહાર મૂક્યો હતો. આમ તો સમાજ પોતાના નિયમો બનાવવા સ્વતંત્ર હોય છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો બાદ પણ ઘણા સમાજમાં એવા નિયમો છે. જેના કારણે અનેક પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આવી જ એક ઘટના બની છે અમરેલી જિલ્લાના જાફરબાદા તાલુકામાં.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જાફરાબાદમાં  (Jafrabad) જ્યાં માત્ર ડીજે વગાડવાના કારણે એક પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. લગ્નમાં મ્યુઝિક વગાડવા અને વરઘોડા કાઢવા બદલ સમાજે પરિવારને નાત બહાર કાઢી મુક્યો છે. ટીંબી ગામમાં રહેતા રફીક દોઢ વર્ષ પહેલા પોતાના દીકરાના લગ્ન ધામધૂમથી કરવાનું નક્કી કર્યું હતું. લગ્નમાં ડીજે અને મ્યુઝિક કાર્યક્રમ રાખ્યો જે  તેમના સમાજને ન ગમ્યું અને સમાજની પંચાયતે લગ્નમાં મ્યુઝિક વગાડવા અને વરઘોડા કાઢવા બદલ પરિવારને નાત બહાર કાઢી મુક્યો છે. સમાજના આ નિર્ણયના કારણે રજાકભાઈ ન તો સમાજના કોઈ કાર્યક્રમમાં જઈ શકે છે ન તો કોઈ સંબંધીને ઘરે બોલાવી શકે છે. સાથે સમાજને પરિવારને 25 પૈસાનો દંડ પણ ફટકાર્યો છે જેમ 25 પૈસાનું હવે મૂલ્ય નથી રહ્યું, તે ચલણની બહાર થઈ ગઈ છે. તેવી રીતે આ પરિવારને જ્ઞાતિમાંથી બહાર કરી દેવાયા છે પિતાએ સમાજના લોકોને હાથ જોડીને વિનંતી કરી છે, અમને ફરી સમાજમાં સામેલ કરવામાં આવે.

 

 

Next Article