Weather News: ગરમીને લઈ વૈજ્ઞાનિકોનો દાવો, કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ નહીં ઘટે તો ગરમીનો પારો 50 ડિગ્રીને પાર જશે !

|

Apr 14, 2023 | 4:46 PM

Ahmedabad: આગામી દિવસોમાં ગરમીનો પારો 50 ડિગ્રી કરતા વધુ હશે. લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે હવામાં કાર્બન ડાયક્સાઈડનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યુ છે. જેના કારણે દિનપ્રતિદિન ગરમી વધી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે જો આ જ સ્થિતિ રહેશે તો આગામી દિવસોમાં ગરમીનો પારો 50 ડિગ્રી કરતા વધુ હશે.

Weather News: ગરમીને લઈ વૈજ્ઞાનિકોનો દાવો, કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ નહીં ઘટે તો ગરમીનો પારો 50 ડિગ્રીને પાર જશે !
ગરમીનો પારો 50 ડિગ્રીને પાર જઈ શકે છે

Follow us on

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ગરમી વધવા પાછળના કારણો અંગે અભ્યાસ કરતા જાણવા મળ્યુ કે સૂર્યમાં સૂર્યકલંક એટલે કે સનસ્પોટ વધે તો ગરમીનું પ્રમાણ વધે છે. છેલ્લા એક બે દશકથી સનસ્પોટમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. આથી વધતી ગરમી માટે સનસ્પોટ જવાબદાર નથી. હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. આગામી દિવસોમાં જો આ જ સ્થિતિ રહેશે તો લોકોએ કાળઝાળ ગરમી સહન કરવાનો વારો આવશે.

છેલ્લા 60 વર્ષમાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા 2 ગણી વધી

ફિઝીકલ રિસર્સ લેબોરેટરીના પૂર્વ વૈજ્ઞાનિક અને ગ્રીનફેથના સભ્ય ડૉ રાજમલ જૈનના જણાવ્યા મુજબ વાહનોના ઈંધણમાંથી થતા ધુમાડા અને ઉદ્યોગોના કારખાનામાંથી નીકળતા ધુમાડાના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યુ છે. થર્મલ પાવરમાં વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગમાં લેવાતા કોલસાને કારણે પણ કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યુ છે.

ગ્રીન હાઉસ ગેસ, મિથેન ગેસ નાઈટ્રસ ઓક્સાઈડ સહિત દરિયાના પાણીમાં થતી વરાળની માત્રામાં પરિવર્તન થતા ગરમી વધી રહી છે. છેલ્લા 60 વર્ષમાં હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રા ઘણી વધી છે. વર્ષ 1960ની સરખામણીએ વર્ષ 2022માં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ દોઢથી બે ગણુ વધ્યુ છે. કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ હવામાં મિલિયન ટનની માત્રામાં છે. જેના પરિણામે દિવસે દિવસે ગરમી વધી રહી છે. આ જ કારણોથી ભૂકંપ, લેન્ડસ્લાઈડ જેવી કુદરતી આપત્તિઓ આવી રહી છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ પણ વાંચો: India Weather Update: ઉત્તરમાં કાળઝાળ ગરમી તો પશ્ચિમી વિસ્તારોમાં વરસાદની સંભાવના, જાણો જુદા-જુદા રાજ્યોમાં કેવું રહેશે વાતાવરણ

કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટે તેવા સામૂહિક પ્રયાસો જરૂરી

ઉલ્લેખનીય છે કે માછલી સહિતના સમુદ્રીજીવો જે કાર્બન ડાયોક્સાઈડને શોષી લેવા સક્ષણ છે. વૃક્ષો પણ કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને ઓક્સિજન છોડે છે. પરંતુ સમુદ્રીજીવોનો નાશ કરવામાં આવી રહ્યો છે. બેરોકટોક રીતે વૃક્ષોનું છેદન થઈ રહ્યુ છે. જેના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી રહ્યુ છે. PRLના પૂર્વ વૈજ્ઞાનિક  ડૉ રાજમલના જણાવ્યા મુજબ જો આ પ્રકારે કાર્બન ડાયોક્સાઈડની માત્રા વધતી રહેશે તો એ દિવસો દૂર નથી કે જ્યારે ગરમીનું પ્રમાણ 50 ડિગ્રી કરતા પણ વધી જશે. આ જોતા હવામાં કાર્બન ડાયોક્સાઈડની માત્રામાં ઘટાડો થાય તેવા સામૂહિક પ્રયાસો જરૂરી બની જાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

Next Article