AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાહનચાલકોને ગરમીમાં તપવુ ન પડે તે માટે અમદાવાદના ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ, આવતા સપ્તાહે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય

અમદાવાદમાં (Ahmedabad ) ગઇકાલે મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયુ હતુ. આગામી દિવસોમાં ગરમી 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે. ત્યારે અસહ્ય ગરમીમાં વાહનચાલકોને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા ન રહેવુ પડે તે માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી તમામ 252 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવાશે.

વાહનચાલકોને ગરમીમાં તપવુ ન પડે તે માટે અમદાવાદના ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ, આવતા સપ્તાહે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 3:39 PM
Share

ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી પડવાની શરુઆત થઇ ગઇ છે. હવામાન વિભાગે હજુ પણ આકરી ગરમી પડવાની આગાહી કરી છે. ખાસ કરીને અમદાવાદમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઇ રહી છે. સાથે જ 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં ગરમીને લઈ બપોરના સમયે શહેરના ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાઇ શકે છે.

આ પણ વાંચો: રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણીનું કાઉનટડાઉન થયુ શરૂ, નરેન્દ્રસિંહ જાડેજા vs અરવિંદ રૈયાણી-નીતિન ઢાંકેચા જુથ મેદાને

18 એપ્રિલે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય

અમદાવાદના ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે 18 એપ્રિલે એક મીટિંગ મળવાની છે. ત્યારે મિટિંગમાં ચર્ચા કર્યા બાદ 19મી તારીખથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી કેટલાક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાઇ શકે છે. ગત વર્ષે પણ આકરી ગરમીના પગલે શહેરના મોટા ટ્રાફિક જંકશન પર સિગ્નલ બંધ રખાયા હતા.

આગામી દિવસોમાં ગરમી 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા

અમદાવાદમાં ગઇકાલે મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયુ હતુ. આગામી દિવસોમાં ગરમી 45 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા છે. ત્યારે અસહ્ય ગરમીમાં વાહનચાલકોને ભર બપોરે ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા ન રહેવુ પડે તે માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી તમામ 252 ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવાશે. તો બીજી તરફ વધારે ટ્રાફિકવાળા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલની ચેઇનનો સમય 50 ટકા સુધી ઓછો કરી દેવાશે.

ટ્રાફિક સિગ્નલનું સંચાલન તેમજ મેન્ટેનન્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. ત્યારે ટ્રાફિક પોલીસ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેઠક આગામી સપ્તાહમાં યોજાવાની છે. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

સિગ્નલના સમય આ પ્રકારના રહેશે

આ બેઠકમાં અમદાવાદમાં પિક અવર્સ પછીના 3 કલાક એટલે કે બપોરે 1 થી 4 વાગ્યા સુધી તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાશે. જો કે અમદાવાદમાં 25 થી 30 ટ્રાફિક સિગ્નલ એવા છે કે જ્યાં આખો દિવસ હેવી ટ્રાફિક રહે છે. આવા સિગ્નલ ઉપરની લાઈટની ચેઈનનો સમય 50 ટકા સુધી ઘટાડી દેવાશે. જેથી જે સિગ્નલ 1 મીનીટ છે તેનો સમય 30 સેકન્ડ, જ્યારે 120 સેકન્ડ વાળા સિગ્નલનો સમય 60 સેકન્ડ કરવા નિર્ણય લેવાશે.

(વિથ ઇનપુટ-દર્શલ રાવલ,અમદાવાદ)

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">