AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Weather Update: ઉત્તરમાં કાળઝાળ ગરમી તો પશ્ચિમી વિસ્તારોમાં વરસાદની સંભાવના, જાણો જુદા-જુદા રાજ્યોમાં કેવું રહેશે વાતાવરણ

હવામાન વિભાગ કહે છે કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશાના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ ચાલુ રહેશે, જ્યારે પશ્ચિમ ભારત અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં હળવાથી મધ્યમ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડશે.

India Weather Update: ઉત્તરમાં કાળઝાળ ગરમી તો પશ્ચિમી વિસ્તારોમાં વરસાદની સંભાવના, જાણો જુદા-જુદા રાજ્યોમાં કેવું રહેશે વાતાવરણ
Heat Wave
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 3:55 PM
Share

એપ્રિલમાં જ કાળઝાળ ગરમીએ લોકોને પરસેવો પાડી દીધો છે અને હજુ સુધી તેમાંથી રાહત મળી નથી. હવામાન વિભાગ તરફથી આગામી કેટલાક દિવસોના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે કે, ગંગાના મેદાનો અને દેશના પૂર્વ-તટીય વિસ્તારના લોકો આગામી કેટલાક દિવસો સુધી આકરી ગરમીનો સામનો કરશે અને ગરમીની સ્થિતિનો સામનો કરવો પડશે. જો કે પશ્ચિમી વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, પરંતુ દિલ્હી અને યુપીમાં કોઈ રાહત નથી મળી રહી.

હવામાન વિભાગ કહે છે કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશાના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સ્થિતિ ચાલુ રહેશે, જ્યારે પશ્ચિમ ભારત અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં હળવાથી મધ્યમ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડશે.

હજુ થોડા દિવસો સુધી ગરમી ચાલુ રહેશે

બીજી તરફ, દેશના મધ્ય અને ઉત્તર દ્વીપકલ્પમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રીની રેન્જમાં રહેવાની ધારણા છે. આગામી 4-5 દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, સિક્કિમ, મધ્યપ્રદેશ અને બિહારમાં તાપમાનમાં વધારો થશે. આ વિસ્તારોમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીના વધારાને કારણે ગરમી પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : સત્તાનો દુરુપયોગ કરનારા લોકો જ અસલી ‘રાષ્ટ્ર વિરોધી’, સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર

મેદાની વિસ્તારનું મહત્તમ તાપમાન 40°C અથવા તેથી વધુ અને ડુંગરાળ વિસ્તારોમાં 30°C અથવા વધુ સુધી પહોંચે ત્યારે ગરમીનું મોજું એવી સ્થિતિ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 થી 17 એપ્રિલ દરમિયાન પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર તટીય આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં તથા બિહારમાં ગરમી અને લૂ આવવાની સંભાવના છે.

પશ્ચિમ ભારતમાં વરસાદની શક્યતા

જો કે, આ સમય દરમિયાન પશ્ચિમ ભારત તેમજ ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે. જ્યારે કોંકણ અને ગોવા ઉપરાંત મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 5 દિવસમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને પંજાબમાં ગાજવીજ અને વીજળી સાથે ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોને તેમના પાકને આગામી 5 દિવસ સુધી સુરક્ષિત જગ્યાએ રાખવાની સલાહ આપી છે. દ્રાક્ષ, ચીકુ ઉપરાંત ડુંગળી અને દાડમ જેવા પાકને અતિવૃષ્ટિને કારણે નુકસાન થઈ શકે છે તેવી ચેતવણી આપવામાં આવી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

     દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">