અમદાવાદ : 100 વર્ષ જૂની ઢાળની પોળની કાયાપલટ, પ્રોજેક્ટમાં MHT સહીત અનેક સંસ્થાઓએ યોગદાન આપ્યું

|

Nov 22, 2021 | 11:48 AM

Dhal Ni Pol : આ સમગ્ર પ્રોજેક્ટ SELCO ફાઉન્ડેશનની ભાગીદારીમાં અને CEPT યુનિવર્સિટીના નિષ્ણાતોના ટેકનિકલ માર્ગદર્શન સાથે હાથ ધરવામાં આવ્યો હતો. પાછળથી અનેક સંસ્થાઓ આ પ્રોજેક્ટમાં જોડાઈ.

અમદાવાદ : 100 વર્ષ જૂની ઢાળની પોળની કાયાપલટ,  પ્રોજેક્ટમાં MHT સહીત અનેક સંસ્થાઓએ યોગદાન આપ્યું
Transformation of 100 year old dhal ni pol in Ahmedabad

Follow us on

AHMEDABAD : દેશના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં જૂના મકાનોથી ઘેરાયેલી 100 વર્ષ જૂની ઢાળની પોળની કાયાપલટ થઇ છે. કોઈ પણ વારસાગત સ્થળની જાળવણીમાં સામુદાયિક ભાગીદારી મહત્વની બની રહે છે.આ વિચારને આગળ વધારતા અમદાવાદ સ્થિત મહિલા હાઉસિંગ ટ્રસ્ટ (MHT)એ જીવંત વારસો ગણાતી ઢાળની પોળના હેરિટેજ રિવાઇટલાઇઝેશન પ્રોજેક્ટને હાથમાં લીધો અને ઢાળની પોળની તસવીર બદલી નાખી.

ઢાળની પોળનો સાર્વજનિક સ્થળોનો આ સુધારણા પ્રોજેક્ટ એ એક મોટી પહેલનો એક ભાગ છે જે MHT દ્વારા આ પોળની અંદર રહેવાની સ્થિતિમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવી છે. કારણ કે તે ઓછી આવકવાળા લોકોના ઘરોનું નિર્માણ કર્યું છે.

ઢાળની પોળનો પાયલોટ પ્રોજેક્ટ “પબ્લિક એરિયા એન્હાન્સમેન્ટ ઇન ધ હેરિટેજ પ્રિસિંક્ટ” પાયલોટ પ્રોજેક્ટ 2015 માં CEPT યુનિવર્સિટીના નિષ્ણાતો સાથે મળીને તૈયાર કરવામાં આવ્યો હતો અને 250 મીટરના વિસ્તાર માટે 2016 માં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેના માટે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ(MHT)એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) સાથે MOU કર્યા હતા. ત્યારબાદ MHTએ SELCO ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી અને આયોજન અને ડિઝાઇનના નિષ્ણાતો પાસેથી ટેકનિકલ માર્ગદર્શન મેળવવાનું ચાલુ કર્યું.

વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કયો પાઠ કરવો જોઈએ?

આ સમગ્ર પ્રોજેક્ટ SELCO ફાઉન્ડેશનની ભાગીદારીમાં અને CEPT યુનિવર્સિટીના નિષ્ણાતોના ટેકનિકલ માર્ગદર્શન સાથે હાથ ધરવામાં આવ્યો હતો. પાછળથી, તેને એચટી પારેખ ફાઉન્ડેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, એમએસ ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડનો પણ સહયોગ મળ્યો. જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને BSNL, GTPL, ટોરેન્ટ પાવર અને HDFC સહિતની ખાનગી સંસ્થાઓએ પણ ભંડોળ અને અમલીકરણ માટેની પહેલને સમર્થન આપ્યું હતું.

પ્રોજેક્ટ અમલમાં મૂકતા પહેલા MHTએ સામાજિક-આર્થિક સર્વે કર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે 84 ટકા પરિવારોની આવક રૂ.15,000 કે તેથી ઓછી છે, જ્યારે 78 ટકા પરિવારોને પાણી, સ્વચ્છતા અને ઘન કચરા વ્યવસ્થાપન સહિતની પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

આ પ્રોજેક્ટ માટે MHTએ હેરિટેજ સ્ટ્રક્ચર્સ અને ઈમારતોનો નકશો બનાવવા, સમુદાયની મહિલા નેતાઓમાં જાગૃતિ લાવવા, તાલીમ પ્રદાન કરવા અને સંરક્ષણ પ્રવૃત્તિઓમાં જોડાવવામાં મદદ કરવા માટે અનેક વર્કશોપનું આયોજન કર્યું હતું. AMCની હેરિટેજ ટ્રાન્સફર ઑફ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR) નીતિ અને વિસ્તૃત જાણકારી આપવા માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. MHTએ આ જાહેર ક્ષેત્રના સુધારણા કાર્યના અમલ માટે AMCસાથે એક MOU પણ સાઈન કર્યા હતા.

આ પણ વાંચો : 100 કરોડનું કૌભાંડ : પીપાવાવ પોર્ટ પર UAEના નામે ઘુસાડી દેવાયેલા પાકિસ્તાની ખજૂરના 80 કન્ટેનર ડિટેઈન

આ પણ વાંચો : KUTCH : BSFની આગેવાનીમાં આર્મી, નેવી, કોસ્ટગાર્ડ અને પોલીસ સહિતની 4 દિવસની સંયુક્ત કવાયત

 

Next Article