હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 18% વધુ વરસાદ થયો છે. 13.8 ઈંચ વરસાદને બદલે 16.4 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 50 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ છે. આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો