ભારે ઉકળાટ અને બફારા બાદ અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો, શહેરમાં પડ્યો સાર્વત્રિક વરસાદ, જુઓ Video

|

Jul 15, 2024 | 6:41 PM

લાંબો વિરામ લીધા બાદ આજે અમદાવાદમાં મેઘરાજાનું આગમન થયુ. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થતા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી છે.

 

લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો. શહેરના નારોલ, નરોડા, હાટકેશ્વર, ખોખરા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. થોડા વરસાદમાં જ પાણી પાણી થઈ જતા અમદાવાદમાં આજે પણ જળભરાવના દૃશ્યો સામે આવ્યા. હાટકેશ્વર સર્કલમાં પાણી ભરાઈ જતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. આ તરફ ખોખરામાં હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં ઘરમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉમિયાદેવી સોસાયટી, મોહનકુંજ માર્ગ પર પાણી ભરાયા હતા. CTM જામફળવાડી વિ્સ્તાર જળમગ્ન બન્યો હતો. જ્યારે પૂનિતનગર રેલવે ફાટક, અમરાઈવાડી, ભાઈપુરાવોર્ડમાં પાણી ભરાયા હતા.

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને જાહેર કર્યુ રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત ફરતે અલગ અલગ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઑફશોર ટ્રફ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યભરમાં હવામાન વિભાગે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. આ આગાહી વચ્ચે અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વરસાદનું આગમન થયુ છે. શહેરના શાહીબાગ અને ઍરપોર્ટ વિસ્તારમાં વરસાદ ખાબક્યો. તો આ તરફ ગોતા, જગતપુર, ન્યુ ચાંદખેડા, ત્રાગડ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયુ છે. ભારે વરસાદને પગલે મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ
Tulsi Rituals in Sutak : શું સૂતકમાં તુલસીના છોડ પર પાણી રેડી શકાય? જાણો નિયમ
Birth Dates Secrets : આ તારીખે જન્મેલી છોકરી પર ધન, વૈભવ અને સમૃદ્ધિની થશે વર્ષા ! જાણો કારણ
શોએબ મલિકની ત્રીજી પત્ની છે 'હુસ્ન પરી' જુઓ તેની ખૂબસૂરત તસવીરો

તંત્રની નબળી કામગીરીના ધજાગરા, થોડા વરસાદમાં જ અનેક વિસ્તારો પાણી- પાણી

ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. માણેકબાગ સોસાયટી નજીક પાણી ભરાયા હતા તો વેજલપુરમાં પણ થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે. સ્ટ્રોમ વોટર ડ્રેનેજના નામે કરોડોના પ્લાન પાસ કરાવતા કોર્પોરેશનના બૈમાન અધિકારીઓ શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત નથી આપી શક્તા. હવે અમદાવાદમાં વરસાદ પડવો અને પાણી ભરાવા એ એકબીજાના પર્યાય બની ગયા છે અને નફ્ફટ તંત્રને પણ જાણે આ સમસ્યાની કંઈ પડી નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:16 pm, Mon, 15 July 24

Next Article