પ્રોફેસર પુત્રે માતાની હત્યા કરી જાતે આપઘાત કરી લીધો, અમદાવાદની ઘટના

સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પ્રોફેસર યુવક દ્વારા માતાની હત્યા અને પોતે આપઘાત કરી લેવાની આ ઘટનાને લઈ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. આ માટે આડોશ પાડોશ અને તેમના પરિચિતો પાસેથી માનસિક સ્થિતિ પણ જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

પ્રોફેસર પુત્રે માતાની હત્યા કરી જાતે આપઘાત કરી લીધો, અમદાવાદની ઘટના
માતાની હત્યા કરી આપઘાત કર્યો
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 12, 2024 | 9:46 AM

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પ્રોફેસરે માતાની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માતા અને પુત્ર ઘરમાં એકલા રહેતા હતા અને અચાનક રાત્રીના સમયે પ્રોફેસર પુત્રએ માતાની હત્યા નિપજાવી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. જોકે પાડોશીઓને ખ્યાલ આવત્તા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પ્રોફેસર યુવક દ્વારા માતાની હત્યા અને પોતે આપઘાત કરી લેવાની આ ઘટનાને લઈ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. આ માટે આડોશ પાડોશ અને તેમના પરિચિતો પાસેથી માનસિક સ્થિતિ પણ જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઇકોનોમિકસનાં પ્રોફેસરનો આપઘાત

પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટ ખાતે રહેતા પ્રોફેસર પુત્રએ રાત્રીના સમયે માતાની હત્યા નિપજાવી પોતે પણ ઘરે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 42 વર્ષીય મૈત્રેય ભગતે તેના 75 વર્ષીય માતા દતા ભગતની હત્યા કરી છે. ગત મોડી રાત્રે સૂઈ રહેલી માતાની છરીથી હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો છે. આપઘાત કરનાર મૈત્રેય ભગત GLS કૉલેજમાં ઇકોનોમિકસનાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મહાલક્ષ્મી ફ્લેટમાં માતા અને પુત્ર એકલા રહેતા હતા. બહેન લગ્ન કરી સુરતમાં પતિ સાથે સાસરિયામાં રહે છે અને પિતા દિલીપ ભગત જે ડોકટર હતા જેમનું છ વર્ષ પહેલાં મૃત્યુ નિપજ્યું હતું. પિતાના મૃત્યુ બાદ માતા અને પુત્ર એકલા જ રહેતા હતા. સવારે તેમના ફ્લેટ બહાર દૂધ અને છાપું પડ્યા હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી. પાડોશીઓએ ઘરમાં દરવાજો ખોલી જોતા યુવક ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો. અંદરના રૂમમાં માતા મૃત હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરાઇ. મૃતક માતા પાસે છરી પણ મળી આવી હતી.

પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ પહોંચી તપાસ હાથ ધરી હતી. કેસમાં એફએસએલ ની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે પાડોશીઓના મત મુજબ પુત્ર મૈત્રેય થોડા સમયથી ડિપ્રેશનમાં હોય તેવું લાગી રહ્યું હતું. જોકે પુત્રના વર્તનમાં કોઈ ફેરફાર જણાતો પણ નહીં હોવાનું પાડોશીઓએ વર્ણવ્યું હતું.

રાત્રે મૈત્રીય દ્વારા તેના મામા સાથે ફોન પર વાતચીત થઈ હતી. પડોશીઓના મત મુજબ તેમજ પોલીસ અનુમાન મુજબ મૈત્રયનાં લગ્ન થયા નથી તેમજ શારીરિક તકલીફ હોવાને કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલતો પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરશે.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">