AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ધરોઈ જળાશયમાં પાણીની આવક થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ખાસ નહીં વરસવાને લઈ પાણીની આવક નોંધાઈ નથી. ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદથી ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ શકે છે. સીપુ અને દાંતીવાડા ડેમમાં પણ નથી નોંધાઈ નવી આવક.

ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ
ધરોઈમાં નથી નોંધાઈ આવક
| Updated on: Jul 09, 2024 | 11:47 AM
Share

ઉત્તર ગુજરાતના મુખ્ય ડેમ-જળાશયોમાં જ ચાલુ સાલે હજુ સુધી પાણીની નવી આવક નોંધાઈ નથી. વિસ્તારની જીવાદોરી સમાન સાબરમતી નદી પરનો ધરોઈ ડેમમાં પણ નવી પાણીની આવક નોંધાઈ નથી. જ્યારે બનાસકાંઠાના સીપુ અને દાંતીવાડા ડેમમાં પણ નવી આવકનું ટીંપુ પણ નોંધાયું નથી. આમ સ્થાનિકો અને ખેડૂતો હવે ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયમાં પાણીની નવી આવક વિના ચિંતા અનુભવી રહી છે.

જુલાઈ માસનું બીજુ સપ્તાહ પણ પસાર થવા લાગ્યું છે પરંતુ ડેમ-જળાશયોમાં નવા નીરની આવક નહીં થવાને લઈ ચિંતા સતાવી રહી છે. ખેડૂતોને સિંચાઈ અને સ્થાનિકોને પીવાના પાણી માટેનો મુખ્ય સ્ત્રોત ખાલી રહે તો સ્વાભાવિક જ ચિંતા થઈ આવે. ગત વર્ષે જૂન માસમાં જ ધરોઈ સહિતના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે આ વર્ષે હજુ સુધી એક પણ ટીંપુ પાણીની આવક નોંધાઈ નથી.

જીવાદોરી ધરોઈની સ્થિતિ

ચાલુ વર્ષે હજુ સુધી નવા નીર સાબરમતી નદીમાં નોંધાયા નથી. ધરોઈ જળાશયમાં પાણીની આવક થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ ખાસ નહીં વરસવાને લઈ પાણીની આવક નોંધાઈ નથી. ઉપરવાસ રાજસ્થાનમાં વરસાદથી ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થઈ શકે છે. ઉપરવાસના વિસ્તારમાં પોશીના અને વિજયનગર તાલુકામાં પણ પુરા 4 ઇંચ વરસાદ પણ અત્યાર સુધી નોંધાયો નથી. આમ આ વિસ્તારોમાં પણ વરસાદ વરસે તો, સાબરમતી અને તેને જોડતી નદીઓ પનારી, હરણાવ સહિતમાં પાણીની આવક થતા તે ધરોઈમાં પહોંચે.

ધરોઈ ડેમની હાલની સ્થિતિ જોવામાં આવે તો, મંગળવાર સવારે એટલે કે 9 જુલાઈએ સવારે 7 કલાકે જળજથ્થો 35.46 ટકા નોંધાયો છે. જ્યારે વર્તમાન જળસ્તર 183.01 મીટર નોંધાયેલું છે. એટલે કે જળસપાટી હાલમાં 600.28 ફૂટ જેટલી છે. આમ હજુ 64 ટકા કરતા વધારે ધરોઈ ડેમ ખાલી છે. આ માટે હવે ખેડૂતો ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.

દાંતીવાડા ડેમની સ્થિતિ

બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા ડેમની સ્થિતિ જોવામાં આવે તો અહીં પણ સિઝનમાં હજુ નવા પાણી નોંધાયા નથી. દાંતીવાડા ડેમની વર્તમાન સ્થિતિ પર નજર કરવામાં આવે તો ડેમમાં જળજથ્થો હાલમાં 21.08 ટકા નોંધાયેલો છે. જ્યારે જળસપાટી 172.24 મીટર નોંધાયેલી છે. આ ડેમ ગત વર્ષે અને 2022 ના વર્ષમાં સંપૂર્ણ છલોછલ થઈ ગયો હતો. એટલે કે 100 ટકા પાણી ભરાવાથી રાહત સર્જાઈ હતી.

સીપુ ડેમની સ્થિતિ

આ ડેમની સ્થિતિ પણ ચિંતાજનક છે. દાંતીવાડા બાદ સીપુ ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે. અહીં માત્ર 10.66 ટકા જ પાણીનો જથ્થો હાલમાં છે. જ્યારે જળસપાટી176.60 મીટર નોંધાયેલી છે. સીપુ ડેમ વર્ષ 2022માં 11 ટકા અને 2023ના વર્ષમાં 32 ટકા ભરાયો હતો.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">