AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pravasi Gujarati Parv 2022 : ગુજરાતીઓ ઓલરાઉન્ડ છે, બિઝનેસ-રમત સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે : ચેેતેશ્વર પૂજારા 

આજે પ્રવાસી ગુજરાતી પર્વ- 2022ના પહેલા દિવસે દેશનું નામ રમતને ક્ષેત્રે ઊંચુ કરનારા ક્રિકેટર પણ હાજર રહ્યા હતા. આજના આ ક્રાર્યક્રમમાં ભારતીય ક્રિકેટર Cheteshwar Pujara હાજર રહ્યા હતા.

Pravasi Gujarati Parv 2022 : ગુજરાતીઓ ઓલરાઉન્ડ છે, બિઝનેસ-રમત સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે : ચેેતેશ્વર પૂજારા 
Cheteshwar Pujara At Pravasi Gujarati Parv 2022 Image Credit source: Tv9 Gfx
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2024 | 1:46 PM
Share

અમદાવાદમાં ત્રણ દિવસીય પ્રવાસી ગુજરાતી પર્વ- 2022નો પ્રારંભ થયો છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA) અને દેશના નંબર 1 ન્યૂઝ નેટવર્ક TV9 દ્વારા ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. પ્રવાસી ગુજરાતી પર્વ– 2022 માં (Pravasi Gujarati Parv 2022) 20 થી વધુ દેશો અને 18 રાજ્યોમાંથી લગભગ 2,500 ગુજરાતીઓ ભાગ લઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શરુઆતમાં જ પોતાનું સંબોધન કર્યુ હતુ. જે પછી TV9 નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO બરૂન દાસે સંબોધન કર્યુ હતુ.

કમલેશ પટેલ (દાજી), મિનાક્ષી લેખી, હર્ષ સંઘવી, તન્વી શાહ, લોર્ડ ભીખુ પારેખ, કેની દેસાઈ અને દેવ ભરવાડ જેવી હસ્તીઓએ આ પહેલા પ્રવાસી ગુજરાતી પર્વ- 2022માં હાજરી આપીને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે AIANA અને દેશના નંબર 1 ન્યૂઝ નેટવર્ક TV9ના આ પ્રયાસની પ્રસંશા પણ કરી હતી. આજે પ્રવાસી ગુજરાતી પર્વ- 2022ના પહેલા દિવસે દેશનું નામ રમતને ક્ષેત્રે ઊંચુ કરનારા ક્રિકેટર પણ હાજર રહ્યા હતા. આજના આ ક્રાર્યક્રમમાં ભારતીય ક્રિકેટર ચેેતેશ્વર પૂજારા હાજર રહ્યા હતા.

પપ્પા જ રહ્યા છે રોલ મોડલ

RJ ધ્વનિત સાથે વાત કરતા ભારતીય ક્રિકેટર ચેેતેશ્વર પૂજારા એ જણાવ્યુ કે, મારા ક્રિકેટ કરિયરમાં આગળ વધવામાં મારા પપ્પા એ ખુબ જ સપોર્ટ કર્યો છે. તે જ મારા રોલ મોડેલ છે. તેમની સાથે સાથે રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર જેવા ખેલાડીઓની રમત જોઈને મેં મારી રમત સુધારી છે. મહત્વનું છે કે, હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ મેચ સિરિઝમાં ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

દીકરીને પહેલા ગુજરાતી શીખવાડ્યુ છે

ચેતેશ્વર પુજારા એ જણાવ્યુ કે, મારા ઘરે મારી નાની દીકરી છે, જે મને ઘરમાં ગુજરાતીપણાનો અહેસાસ કરાવે છે. અમે નક્કી કર્યુ હતુ કે, અમે પહેલા તેને ગુજરાતી ભાષા શીખવાડીશું. પછી જ અન્ય ભાષા શીખવીશું. મારી દીકરી પણ અંગ્રેજી બોલતા મિત્રો વચ્ચે ડર્યા વગર ગુજરાતી બોલે છે. તે ગુજરાતી બોલવામાં ગર્વની લાગણી અનુભવે છે.

ગુજરાતીઓની સાદગી જ તેમનુ ઘરેણુ

ચેતેશ્વર પુજારા એ જણાવ્યુ કે, ગુજરાતીઓની સાદગી મને ખુબ ગમે છે. મારા રાજકોટની ધરતી પર પોતાના જીવનના કેટલોક સમય પસાર કરી ચૂકેલા ગાંધીજી પણ સાદગીમાં માનતા હતા. દુનિયાભરમાં ગુજરાતીઓ પોતાની સાદગીથી જ લોકોનું દિલ જીતી લે છે.

વિદેશની ધરતી પર ગુજરાતીઓ વધારે છે ઉત્સાહ

વિદેશમાં મેચ રમતી વખતે ગુજરાતના અને રાજકોટના ચાહકો મળે છે. તેમને જોઈને ગર્વની લાગણી થાય છે. ગુજરાતીઓને કારણે વિદેશમાં ભારતીય ટીમને ઘણો સ્પોર્ટ કર્યો છે. વિદેશમાં ગુજરાતી ભોજન ખાઈને ઘરથી દૂર ન હોવાનો અનુભવ થાય છે. વિદેશની ધરતી પર મારો ઉત્સાહ વધારે છે.

ચેતેશ્વર પૂજારાએ મતદાન કરવા માટે કરી અપીલ

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પૂજારાએ ગુજરાતીઓને મતદાન કરવા માટે અપીલ કરી છે. કારણ કે દરેક મત કિમતી છે તેથી દરેક લોકોએ મતદાન કરવું જોઈએ.

ભારતના દમદાર ખેલાડી છે ચેેતેશ્વર પૂજારા

ચેતેશ્વર પુજારાનો જન્મ 25, 1988માં રાજકોટમાં થયો હતો. ચેતેશ્વર પુજારા જમણા હાથના બેટર છે. તેઓ પોતના અલગ પ્રકારની રમત શૈલી માટે જાણીતા છે. ગુજરાતના આ ખેલાડી ભારતને અનેક મેચમાં જીતાડી ચૂક્યા છે. તેઓ ઘણી રણજી અને ઈન્ટરનેશનલ મેચમાં મેન ઓફ ધ મેચ બન્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">