ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી કરેલા વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ ચડવાની કરી ફરિયાદ- Video

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે બોરિસણા ગામના દર્દીઓને અંધારામાં રાખી રાતોરાત એન્જિયોપ્લાસ્ટી કરી દેવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ 7 દર્દીઓ પૈકી 2 દર્દીઓના હોસ્પિટલની બેદરકારીને કારણે મોત થયા હોવાનો પણ પરિવારજનોનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે સરકાર દ્નારા પણ તપાસના આદેશ આપી દેવાયા છે અને દર્દીઓની ફેરતપાસ માટે તેમને યુએન મહેતા હોસ્પિટલ લઈ જવાયા છે. દર્દીઓને પૂછપરછ માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન બોલાવાયા હતા જ્યાં એક દર્દીની તબિયત લથડતા તેમને સિવિલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. 

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Nov 13, 2024 | 5:00 PM

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી તેમજ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી તે તમામ દર્દીઓની ફેરતપાસ કરવામાં આવશે. યુએન હોસ્પિટલ તેમજ સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની ટીમ આ દર્દીઓને તપાસશે અને ખરાઈ કરશે કે તેમને સ્ટેન્ટ મુકવાની જરૂર હતી કે કેમ. જો કે એ પહેલા આ તમામ દર્દીઓને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓ પૈકી વધુ એક દિનેશ સાધુ નામના દર્દીની તબિયત લથડી છે. 53 વર્ષિય આ દર્દીને માત્ર કબજિયાતની ફરિયાદ હતી અને તેમને એનેસ્થેસિયા આપ્યા વિના સ્ટેન્ડ મુકી દેવાયુ છે. આજે જ્યારે તેઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે તેમને શ્વાસ ચડવાની તકલિફ થઈ હતી અને 108 દ્વારા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડાઈ હતી.

“મને કોઈ તકલિફ ન હતી, અહીં આવતા જ મારો ફોન લઈ લીધો અને એડમિટ કરી દીધો”

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આ તમામ દર્દીઓને અંધારામાં રાખી કઈ હદે રમત રમાઈ હતી તે તમામ આપવિતિ તેઓએ tv9 સમક્ષ જણાવી. દિનેશ સાધુએ જણાવ્યુ કે તેમને માત્ર કબજિયાતની તકલિફ હતી અને તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સ્ટેન્ટ મુકવા માટે એડમિટ કરી દેવામાં આવ્યા હતા. એટલુ જ નહીં તેમની પાસેથી તેમનો ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો, આથી દર્દી કોઈને ફોન ન કરી શકે

“મને તો ખણ આવતી હતી એ બતાવવા આવ્યો અને પૂછ્યા વિના સ્ટેન્ડ મુકી દીધુ”

અન્ય એક દર્દીએ tv9 સમક્ષ જણાવ્યુ કે તેમને માત્ર ખજવાળની ફરિયાદ હતી અને તેમને એવુ જણાવાયુ કે તમારુ હ્રદય બરાબર કામ નથી કરી રહ્યુ અને તેમને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સ્ટેન્ટ મુકી દેવામાં આવ્યુ. હાલ આ દર્દના સ્વજન ન્યાયની માગ કરી રહ્યા છે. જે લોકોએ તેમના સ્વજન ગુમાવ્યા છે તેમણે જણાવ્યુ કે તેમના સગાને નખમાંય રોગ નહોંતોને એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ અને તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો.

5,000 રૂપિયાના માસિક રોકાણ કરી, 2 કરોડ રૂપિયા ભેગા કરવાની રીત જાણી લો
Vastu Tips : ઘરના મુખ્ય દ્વાર પર અરીસો લગાવવો જોઈએ ?
World Diabetes Day : કેવી રીતે ખબર પડે કે ડાયાબિટીસ થઈ ગઈ છે? જાણો એક્સપર્ટ પાસેથી
સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે

અગાઉ ખ્યાતિ હોસ્પિટલને આયુષ્યમાન યોજનામાંથી એમ્પેનલ કરાઈ હતી

જો કે પ્રથમવાર નથી કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાનના પૈસા પડાવવા માટે આ પ્રકારે કેમ્પ યોજી દર્દીઓને લવાયા હોય. આ અગાઉ 2022માં પણ આ જ પ્રકારની પ્રેકટિસમાં સાણંદના એક પ્રૌઢે જીવ ગુમાવ્યો હતો. તેમા આજ દિન સુધી હોસ્પિટલ સામે કોઈ તપાસ થઈ ન હતી. કોરોના સમયે પણ આ હોસ્પિટલ વિવાદમાં આવી ચુકી છે અને તેને આયુષ્યમાનની યાદીમાંથી ડિલિસ્ટ કરાઈ હતી પરંતુ ખ્યાતિ ગૃપના માલિકનો મોટા ગજાના રાજકારણીઓ સાથે ઘરોબો હોવાથી ગોઠવણ પાડતા આરોગ્ય વિભાગે ફરી આ યોજનામાં ખ્યાતિ હોસ્પિટલનું નામ સામેલ કરી દીધુ હતુ.

કુખ્યાત ‘ખ્યાતિ’ સામે કાર્યવાહી થશે ?

તબીબી જગતને કલંક લગાવનારી ઘટના ખ્યાતિ હોસ્પિટલમાં બની છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે અનેકવાર વિવાદોમાં આવી ચુકી હોવા છતા આ હોસ્પિટલનું ના તો લાઈસન્સ રદ કરાયુ છે ના તો તેની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. હાલ હવે 2 લોકોના મોત બાદ આ સમગ્ર કાંડમાં જ્યારે સરકાર ખુદ ફરિયાદી બની છે ત્યારે જોવુ રહેશે કે આ હોસ્પિટલ સામે શું એક્શન લેવાય છે !

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
દાહોદના સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
ખનીજ માફિયા પર ખાણ-ખનીજ વિભાગની તવાઈ, કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલની PMJAYમાંથી કરાઇ બાદબાકી, જુઓ Video
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
SMC PSI પઠાણનો અકસ્માત કરનાર ચાલકને અમદાવાદ ગ્રામ્ય LCBએ ઝડયો
"મને બહુ ગભરામણ જેવુ થાય છે, જીવીશ કે નહીં ખબર નથી"- ભોગ બનેલ દર્દી
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
વાવ પેટાચૂંટણીમાં જંગી મતદાન, ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, શ્વાસ લેવામાં થઈ તકલિફ
g clip-path="url(#clip0_868_265)">