ફી વધારાને લઈને અમદાવાદ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓ પાસેથી મનમાની ફી વસુલતી અમદાવાદ યુનિવર્સિટી સામે આજે NSUIના કાર્યકર્તાઓએ ઉગ્ર દેખાવો યોજ્યા હતા. અગાઉ પણ NSUIએ દેખાવો યોજી ફી વધારાનો વિરોધ કર્યો હતો. અન્ય સરકારી કોલેજોની સરખામણીમાં અહીં સામાન્ય કોર્સમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયામાં ફી વસુલવામાં આવે છે.
અમદાવાદ યુનિવર્સિટીના કોર્સિસ |
કુલ ફી |
બેચલર ઓફ આર્ટ્સ (BA) | 4.60 લાખ |
બેચલર ઓફ સાયન્સ મેનેજમેન્ટ(BSM) | 4.60 લાખ |
બેચલર ઓફ કોમર્સ (B.com) | 4.60 લાખ |
બેચલર ઓફ સાયન્સ (BSC) 4.60 લાખ | 4.60 લાખ |
બેચલર ઓફ ટેકનોલોજી (BT) | 3.50 લાખ |
ડ્યુઅલ DIGIR પ્રોગ્રામ ઇન્ટીગ્રેટેડ આર્ટસ | 4.60 લાખ |
અમદાવાદ યુનિવર્સિટી દ્વારા સામાન્ય ગ્રેજ્યુએશન ફીલ્ડમાં પણ લાખો રૂપિયાની ફી વસુલવામાં આવે છે. જે સરકારી કોલેજોમાં આર્ટસ કોમર્સમાં FY. SY, TYની ફી 5 થી 6 હજાર રૂપિયા હોય છે એ જ કોર્સિસના અમદાવાદ યુનિવર્સિટી દ્વારા 4.5 લાખ થી પણ વધુ વસુલવામાં આવે છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ ખાનગી યુનિવર્સિટીઓને અધધ ફી વસુલવાનો પરવાનો કોણે આપ્યો? હાલ NSUI દ્વારા સતત બીજીવાર આ જ મામલે યુનિવર્સિટી સામે દેખાવો કરવામાં આવ્યા. સામાન્ય પ્રવાહમાં માત્ર ગ્રેજ્યુએશનના અધધ 4.60 લાખ રૂપિયા યુનિવર્સિટી વસુલી રહી છે. ત્યારે NSUI દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને ફી ઘટાડાવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.
NSUIએ યુનિવર્સિટીમાં ઉગ્ર દેખાવો કરતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરી લેવામાં આવી. હાલ NSUI દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લૂંટવાનો કારસો બંધ કરે. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર દ્વારા માત્ર સરકારી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી છે, જેથી સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ફી બાબતે અંકુશમાં રહે છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી નથી, તેથી ખાનગી યુનિવર્સિટી મનમાની રીતેફી વસૂલી રહી છે. ખાનગી યુનિવર્સિટી પર સરકારનો પણ અંકુશ નથી, જેના કારણે ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બની છે.
આ તરફ અમદાવાદ યુનિવર્સિટીએ NSUIના આક્ષેપોનું ખંડન કર્યું છે. યુનિવર્સિટીના પીઆર ઓફિસરે જણાવ્યુ કે અમે વિશ્વસ્તરીય શિક્ષણ અને રિસર્સ માટે ઈન્ફ્રાસ્ટ્રીકચર આપીએ છીએ. અમે નફાના હેતુથી કામ નથી કરતા. અમને કોઈ ગ્રાન્ટ કે એડ મળતી નથી, અમારી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ છે, આથી કોલેજના તમામ ખર્ચાઓને આવરી લઈને અમે ફી લઈએ છીએ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો