ફાયર વિભાગની સમગ્ર વર્ષ દરમ્યાન થતી કામગરી જેની જેટલી પણ સરાહના કરવામાં આવે તે ઓછી છે. ત્યારે ફાયર વિભાગે કરેલા રેસક્યું ઓપરેશનના આકડા સામે આવ્યા છે.
Follow us on
14 એપ્રિલ 1944 ના દિવસે મુંબઈના પ્રિન્સેસ ડોક યાર્ડમાં આગ લાગી હતી. જે ઘટનામાં ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવતી વખતે 66 કર્મચારી દાઝતા અને ઘાયલ થતા મોતને ભેટ્યા. જેમની યાદમાં અને ફાયર બ્રિગેડની કામગીરી થી લોકોને વાકેફ કરાવવા માટે 14 એપ્રિલ અગ્નિશામક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે પ્રથા આજે પણ યથાવત છે.
હાલ 15 એપ્રિલ થી 21 એપ્રિલ સુધી ફાયર સપ્તાહ ઉજવવામા આવે છે. જે સપ્તાહમાં ફાયર સ્ટેશન પર લોકો મુલાકાત લઈ વાહન અને કર્મચારીની કામગીરી વિશે જાણી શકે અને માહિતગાર કરાય. તે સિવાય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. જે સપ્તાહ દરમિયાન દરેક દિવસે વિવિધ કાર્યક્રમ કરી ફાયર બ્રિગેડે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસ કરશે.
વર્ષ 2022- 23 માર્ચ દરમિયાન કોલ જોઈએ તો
વર્ષ 2022- 23 માર્ચ દરમિયાન ફાયર બ્રિગેડની 2394 અંગાર કોલ એટેન્ડ કર્યા. જેમાં AMC હદમાં 2266 જ્યારે AMC હદ બહાર 128 કોલ મળ્યા. જે ઘટનાઓમાં 322 પુરુષ અને 120 સ્ત્રી ઘાયલ હોવાનો આંકડો નોંધાયો છે. તો 2 પુરુષ અને 2 સ્ત્રી મોતને ભેટયાનો આંકડો નોંધાયો.
વર્ષ 2022 – 23 માર્ચ દરમિયાન ફાયર બ્રિગેડને 4196 બચાવકોલ એટેન્ડ કર્યા. જેમાં AMC હદમાં 4124 જ્યારે AMC હદ બહાર 72 કોલ મળ્યા. જે ઘટનાઓમાં 137 પુરુષ અને 63 સ્ત્રી ઘાયલ હોવાનો આંકડો નોંધાયો. તો 100 પુરુષ અને 10 સ્ત્રી મોતને ભેટયાનો આંકડો નોંધાયો છે.
વર્ષ 2021 – 22 માર્ચ દરમિયાન સાબરમતી નદીમાં 234 બચાવકોલ એટેન્ડ કર્યા. જેમાં 32 પુરુષ. 17 સ્ત્રી અને 2 બાળકને બચાવવામાં આવ્યા છે. તો 150 પુરુષ અને 38 સ્ત્રી અને 3 બાળક મોતને ભેટયા હોવાનું સામે આવ્યું છે.
વધુમાં વર્ષ 2021 – 22 માર્ચ સુધી એમ્બ્યુલન્સને 7755 કોલ મળ્યા જેમાં 5.26 લાખ ચાર્જ વસુલ કરાયો. તો શબ વાહીની ને 20198 કોલ મળ્યા જેમાં 13.94 લાખ ચાર્જ વસુલ કરાયો.
વર્ષ 2021 – 22 દરમીયાન ફાયર બ્રિગેડે કરેલ કામગીરી.
વર્ષ 2021 – 22 માર્ચ દરમિયાન ફાયર બ્રિગેડની 1956 અંગાર કોલ એટેન્ડ કર્યા. જેમાં AMC હદમાં 1819 જ્યારે AMC હદ બહાર 137 કોલ મળ્યા. જે ઘટનાઓમાં 47 પુરુષ અને 11 સ્ત્રી ઘાયલ હોવાનો આંકડો નોંધાયો. તો 3 પુરુષ અને 1 સ્ત્રી મોતને ભેટ્યાનો આંકડો નોંધાયો છે.
વર્ષ 2021 – 22 માર્ચ દરમિયાન ફાયર બ્રિગેડને 3871 બચાવકોલ એટેન્ડ કર્યા. જેમાં AMC હદમાં 3810 જ્યારે AMC હદ બહાર 61 કોલ મળ્યા. જે ઘટનાઓમાં 124 પુરુષ અને 17 સ્ત્રી ઘાયલ હોવાનો આંકડો નોંધાયો છે. તો 79 પુરુષ અને 17 સ્ત્રી મોતને ભેટયાનો આંકડો સામે આવ્યો હતો.
વર્ષ 2021 – 22 માર્ચ દરમિયાન સાબરમતી નદીમાં 174 બચાવકોલ એટેન્ડ કર્યા. જેમાં 25 પુરુષ, 18 સ્ત્રી અને 1 બાળકને બચાવવામાં આવ્યા છે સાથે 101 પુરુષ અને 29 સ્ત્રી મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.
વધુમાં વર્ષ 2021 – 22 માર્ચ સુધી એમ્બ્યુલન્સને 15449 કોલ મળ્યા જેમાં 4.32 લાખ ચાર્જ વસુલ કરાયો. તો શબ વાહીની ને 27601 કોલ મળ્યા જેમાં 15.65 લાખ ચાર્જ વસુલ કરાયો.
આમ વર્ષ 2021 – 22 ની સરખામણીએ વર્ષ 2022 – 2023 દરમિયાન કોલમાં અને મોતના અને ઘાયલના અંકડામાં વધારો જોવા મળ્યો હતો. જે એક ચિંતાનો વિષય કહી શકાય. સાથે જ શાહીબાગની આગની ઘટનામાં બાળકીના મોતનો મામલો પણ એક ગંભીર મુદ્દો બન્યો હતો. જે બાદ તંત્ર હરકતમાં આવ્યું અને રહેણાંક અને કોમર્શિયલ ઇમારતો સહિત વિવિધ સ્થળે અઘન મોકડ્રિલ હાથ ધરી.
જેથી લોકોને આગની ઘટના અને ફાયર બ્રિગેડની કામગીરીથી વાકેફ કરી આગ ની ઘટનાને પહોંચી વળવા સક્ષમ બનાવી શકાય. જેથી ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા સ્થાનિક કામગીરી કરી મોટી ઘટના થતી રોકી શકે અને ફાયર બ્રિગેડને પણ કામગીરી કરવામાં સરળતા રહે. જે જન જાગૃતિ માટે ફાયર બ્રિગેડ વિભાગ આજથી એક સપ્તાહ સુધી રેલી. મોક ડ્રિલ સહિત વિવિધ કાર્યક્રમો કરી જન જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરશે.