અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની બેટીંગ, ગોતા, સોલા સહિતના અનેક વિસ્તારો થયા જળમગ્ન- Video

અમદાવાદમાં શનિવારે વહેલી સવારથી મેઘરાજાએ જમાવટ બોલાવતા તોફાની બેટીંગ શરૂ કરી હતી. અંદાજે 2 થી 3 કલાક વરસેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પર મોટી માત્રામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી. સવારનો સમય હોવાથી નોકરી ધંધે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Aug 24, 2024 | 2:37 PM

અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગની ત્રણ દિવસની વરસાદની આગાહી વચ્ચે મુશળધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા શહેરના અનેક માર્ગો જળમગ્ન બન્યા. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી. શહેરના ગોતા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

સિલ્વર ઓક યુનિ. પાસે પાણી ભરાતા લોકો વાહનચાલકો અટવાયા

ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાયા જેના કારણે અનેક વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. અનેક લોકોના વાહનો બંધ પડી જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શહેરના અનેક નવા વિકસતા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાઈ જતા લોકમુખે બસ એક જ સવાલ છે કે જો ડેવલપ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા હોય તો કોર્પોરેશનના અધિકારીઓ કરી શું રહ્યા છે ?

કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 21-12-2024

કરોડોના ટેક્સ વસુલતી અમ્યુકો. નથી કરી શકતી ડ્રેેનેજની વ્યવસ્થા

કરોડો રૂપિયાનો ટેક્સ ચુકવતી જનતાને દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા વેઠવી પડે છે અને હેરાનગતિ સહન કરવી પડે છે. સમયસર ટેક્સ ચુકવવાની શહેરીજનો પાસેથી અપેક્ષા રાખતુ અમ્યુકો.નું તંત્ર સુવિધા આપવામાં કેમ ઉણુ ઉતરે છે તે પણ મોટો સવાલ છે. દર વર્ષે અમ્યુકો.ના પ્રિમોન્સુન કામગીરીના આ જ પ્રકારે લીરે લીરા ઉડતા જોવા મળે છે. છતા પ્રોપર ડ્રેનેજની વ્યવસ્થા તંત્ર નથી કરી શક્તુ. જેમાં શહેરીજનોનો ભોગ લેવાતો રહે છે.

પાણી ભરાવાથી પ્રજા ત્રસ્ત, તંત્ર મસ્ત

પાણી ભરાવાને કારણે વાહનો ખરાબ થાય છે,સમયનો વ્યય થાય છે,લોકો સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્તા નથી. ટ્રાફિકની સમસ્યા સર્જાય છે પરંતુ આ એકપણ સમસ્યાથી નફ્ફટ અને નિર્લજ્જ બની ગયેલા કોર્પોરેશનના અધિકારીઓને જાણે કંઈ લેવા દેવા જ નથી. દર વર્ષે પ્રિમોન્સુન કામગીરીના નામે મોટા મોટા દાવા કરવામાં આવે છે અને જમીન પર તે પૈકીની કોઈ કામગીરી દૂર દૂર સુધી દેખાતી નથી. હાલ એકપણ વિસ્તાર એવો બચ્યો નથી જ્યાં પાણી ભરાવાની સમસ્યા ન હોય. છતા તંત્રના અધિકારીઓ નફ્ફટ થઈને તમાશો જોયા કરે છે. કોઈ નક્કર કામગીરી કરતા નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી
g clip-path="url(#clip0_868_265)">