Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલોજી પાર્કનું લોકાર્પણ કર્યું
અમદાવાદ કોર્પોરેશને સ્માર્ટ સિટીના ભાગરૂપે સમગ્ર પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. પીરાણાની જેમ આ સાઈટ ઉપર પણ કચરાના ડુંગરો જોવા મળતા હતા. તેમજ બોપલ વિસ્તારમાં શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ પ્રદુષણ વધી રહ્યું હતું ત્યારે હવે ઈકોલોજી પાર્ક તૈયાર થવાના કારણે વાયુપ્રદુષણ પર રોક લાગશે.
અમદાવાદની (Ahmedabad) મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah) બોપલ-ઘુમામાં ઇકોલોજી પાર્કનું (Ecology Park)લોકાર્પણ કર્યું હતું. તેમજ આ પાર્ક ખુલ્લો મુકવામાં આવ્યો છે. બોપલ ઘુમામાં આવેલા ડમ્પ સાઈડ પર ઇકોલોજી પાર્ક બનાવીને શહેરીજનોને ભેટ આપવામાં આવી છે. ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાને અહીં વૃક્ષારોપણ કર્યું. અને પાર્કની કામગીરીનું અવલોકન કર્યું હતું. આ ઈકોલોજી પાર્ક બનાવવામાં કોર્પોરેશને 4 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.અમદાવાદ શહેરની સુંદરતામાં વધારો કરવા અને પર્યાવરણની જાળવણી સાથે ગ્રીન સ્પેશ વધારવા માટે કોર્પોરેશન તંત્ર કાર્યરત છે. જે અંતર્ગત હાલ નવા પશ્ચિમ ઝોન વિસ્તારના બોપલમાં કોપોરેશનેઇકોલોજી પાર્ક બનાવ્યો છે. આ સ્થળે એક સમયે કચરાના ડુંગરો જોવા મળતા હતા ત્યાં અત્યારે સુંદર ઇકોલોજી પાર્ક આકાર પામ્યો છે.
1200થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા
જેમાં બોપલમાં તૈયાર કરવામાં આવેલા ઇકોલોજી પાર્કમાં 8215 ચો.મી. વિસ્તારમાં 150થી વધુ પ્રકારના 1200થી વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. જેમાં સિઝનેબલ ફૂલ-છોડનો અહીં ઉછેર કરવામાં આવશે. બાળકોને રમવા માટેનું મેદાન અને વિશાળ તળાવ બનાવાયા છે. તેમજ કસરત માટે ઓપન જિમની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે.
કોર્પોરેશને છ માસમાં આ સ્થળની કાયાપલટ કરી હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાડા પાંચ કરોડના ખર્ચે ઈકોલોજી પાર્ક તૈયાર કર્યો છે. એક તબક્કે અહીં 3 લાખ ટન કચરો ભેગો થયો હતો અને લોકો અહિયાંથી પસાર થવાનું પણ પસંદ પણ નહોતા કરતાં. પરંતુ જે રીતે અમદાવાદ શહેર વિકાસ પામી રહ્યું છે તે જોતાં બોપલ લેન્ડ ફીલ સાઈટ પર શહેરી વન ઊભું કરવાના ઉદ્દેશ સાથે મ્યુનિ. દ્વારા ઈકોલોજી પાર્ક તૈયાર કરવા નિર્ણય કર્યો હતો. કોર્પોરેશને છ માસમાં આ સ્થળની કાયાપલટ કરી હતી.
ઇકોલોજી પાર્ક તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો
અમદાવાદ કોર્પોરેશને સ્માર્ટ સિટીના ભાગરૂપે સમગ્ર પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. પીરાણાની જેમ આ સાઈટ ઉપર પણ કચરાના ડુંગરો જોવા મળતા હતા. તેમજ બોપલ વિસ્તારમાં શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ પ્રદુષણ વધી રહ્યું હતું ત્યારે હવે ઈકોલોજી પાર્ક તૈયાર થવાના કારણે વાયુપ્રદુષણ પર રોક લાગશે. વર્ષ 2020માં યોજના ઘડાઈ હતી. જેમાં 2020માં બોપલ કોર્પોરેશનની હદમાં ભળ્યા પછી 22 હજાર ચોરસમીટરની જગ્યામાં ઇકોલોજી પાર્ક તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શહેરમાં વધુ પાંચ સ્થળોએ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેને કારણે નવા સમાવિષ્ટ વિસ્તારોમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ ઘટાડી શકાશે. પીરાણા ખાતે આવેલ ડમ્પ સાઈટ પર બાયોમાઈનીંગ બાદ ખુલ્લા થયેલ વિસ્તારમાં મોટી સંખ્યામાં વૃક્ષો રોપાય તે માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ
આ પણ વાંચો : Ahmedabad: સોલા સિવિલમાં ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજની શરૂઆત, બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વધારાની સુવિધા