AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana : ઉંઝા તાલુકાના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે પરેશાન, પૂરતી વીજળીની માંગ

Mehsana : ઉંઝા તાલુકાના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે પરેશાન, પૂરતી વીજળીની માંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 5:23 PM
Share

ગુજરાતમાં વીજ કાપની સમસ્યાથી ના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં વીજળી નહિ મળતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. જેના પગલે ખેડૂતો હવે પૂરતી વીજળીની માંગ કરી રહ્યા છે. તેવા સમયે સરકારે પણ આ દિશાના પ્રયત્નો કરી રહી છે.

ગુજરાત માં ઉનાળાની શરૂઆત થતાં જ ખેડૂતો(Farmers)પૂરતી વીજળીની(Electricity)માગ કરી રહ્યા છે.ત્યારે મહેસાણા (Mehsana)જિલ્લાના ઉંઝા તાલુકાના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે પરેશાન છે. જેમાં પૂરતી વીજળી ન હોવાથી ખેડૂતોને પિયત માટે મુશ્કેલી પડી રહી છે.વણાગણા ગામના ખેડૂતો પણ આ કારણે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ ખેડૂતો તેમના પાકને બચાવવા માટે પૂરતી વીજળીની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત મહેસાણાના ખેરાલુના ચીમનાબાઈ સરોવરમાં પાણી લિફ્ટિંગનું ગ્રહણ લાગ્યું છે. UGVCLના ઓછા વોલ્ટેજથી પંપ નહીં ચાલતા પાણી લિફ્ટિંગ બંધ થયું છે. કુડાથી ચીમનાબાઈ સરોવરમાં પંપિંગ કરી પાણી લિફ્ટ કરાતું હતું. ખેડૂતોની જીવાદોરી સમાન ચીમનાબાઈ સરોવરમાં પાણી લિફ્ટિંગ બંધ થતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. તેમજ સિંચાઇના પાણીની સમસ્યા સર્જાઇ છે.

ખેડૂતોને આ સમસ્યામાંથી રાહત અપાશે

ઉલ્લેખનીય છે કે, રાજયના ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજ સંકટ પર ધ્યાન દોરતા જણાવ્યું કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધને કારણે ગેસ સપ્લાયને અસર થઈ હતી. ઈન્ડોનેશિયાથી કોલસાની સપ્લાયમાં પણ સમસ્યા હતી. જેના કારણે વીજળી સપ્લાયમાં સમસ્યા આવી અને ખેડૂતોને તેનો ભોગ બનવુ પડ્યુ. જો કે હવે ખેડૂતોને આ સમસ્યામાંથી રાહત અપાશે.

ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે

આ પહેલા સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે તેમજ દરેકને વીજળી મળે તેવો સરકારનો પ્રયાસ છે. તેમજ તેની માટે સરકાર મોંધી વીજળી ખરીદવા માટે તૈયાર છે. જીતુ વાઘાણીએ તે સમયે જણાવ્યુ હતુ કે તેમણે નાણાંમંત્રી કનુભાઈ દેસાઇ સાથે પણ વાત કરી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવાની તેમણે ખાતરી આપી હતી.

આ પણ વાંચો : Surat : મહીધરપુરા વિસ્તારમાં રિક્ષામાં પેસેંજરોને બેસાડી નજર ચૂકવી પૈસા કાઢી લેતી ગેંગ ઝડપાઇ

આ પણ વાંચો : જામનગર : ખેલ મહાકુંભનું સમાપન, ખેલ મહાકુંભથી છેવાડાના રમતવીરોની પ્રતિભા શોધવામાં સફળતા મળી : સાંસદ પૂનમબેન માડમ

g clip-path="url(#clip0_868_265)">