Ahmedabad: ચાર મહિનાનું લગ્નજીવન ગણતરીની સેકન્ડમાં થયું તબાહ, જાણો શું હતું પત્નીની હત્યાનું કારણ

|

Sep 09, 2024 | 8:26 PM

અમદાવાદમાં ફરી એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા નીપજાવી છે. જોકે પત્નીની હત્યા બાદ પતિ સામેથી જ પોલીસ મથકમાં હાજર થઈ તેણે જ પત્નીની હત્યા કરી હોવાની કબુલાત આપતા પોલીસે પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad: ચાર મહિનાનું લગ્નજીવન ગણતરીની સેકન્ડમાં થયું તબાહ, જાણો શું હતું પત્નીની હત્યાનું કારણ

Follow us on

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલમાં ગણેશ ચતુર્થીના દિવસે પતિએ પોતાની પત્નીની હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. જોકે પત્નીની હત્યા કર્યા બાદ પતિ સામેથી જ નારોલ પોલીસ મથકમાં હાજર થઈ હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.

ચાર મહિના પહેલા જ થયા હતા લગ્ન

સમગ્ર ઘટનાની જાણકારી મેળવ્યા બાદ નારોલ પોલીસ દ્વારા હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના એવી હતી કે, છેલ્લા પચ્ચીસેક દિવસથી નારોલના શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર તેમજ તેની પત્ની પ્રજ્ઞા ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. પ્રદીપ અને પ્રજ્ઞાના ચાર મહિના પહેલા જ લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે અવારનવાર ઘર કંકાસ અને જમવા બાબતે ઝઘડાઓ થતા હતા.

દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા કરી

ગણેશચતુર્થીના દિવસે રાતના સમયે જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે પતિ પ્રદીપે પત્નીના દુપટ્ટાથી જ પત્નીને ગળે ટૂંકો દઈ હત્યા નીપજાવી હતી.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

હત્યારો પતિ પ્રદીપ હત્યા બાદ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને ત્યાં હાજર પોલીસકર્મીને પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જે બાદ મૃતક પત્નીની માતાની ફરિયાદના આધારે પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી છે.

બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક પત્ની પ્રજ્ઞા વટવા વિસ્તારમાં આવેલી જ્ઞાનશાળામાં નોકરી કરતી હતી તેમજ પતિ પ્રદીપ ખાનગી કંપનીમાં ગાંધીનગર ખાતે નોકરી કરતો હતો. જોકે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા પરંતુ જે રીતે બે દિવસ પહેલા જમવા બાબતે ઝઘડો થયો હતો તેમાં ઝઘડો ઉગ્ર બનતા પતિને ગુસ્સો આવતા તેણે પત્નીની ગળું દબાવી હત્યા નીપજાવી હતી.

હાલ તો નારોલ પોલીસે પતિ પ્રદીપ વણકરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર પત્નીની હત્યા પાછળનું કારણ ઘર કંકાસ અને જમવા બાબતમાં થતા ઝઘડાઓ જ છે કે પછી અન્ય કોઈ કારણ થી પત્નીની હત્યા નીપજાવી છે.

Next Article