જીએસટી ચોરી કૌભાંડની ઈનસાઈડ સ્ટોરી: મજૂરી કામ કરતો વ્યક્તિ ધ્રુવી એન્ટરપ્રાઇઝનો માલિક બન્યો, સિઝનલ ધંધો કરતા બે અભણ વ્યક્તિઓએ બનાવી ધ્રુવી એન્ટરપ્રાઇઝ

|

Oct 09, 2024 | 9:56 PM

ગુજરાત રાજ્યમાં અનેક કંપનીઓ GST ચોરી કરી સરકારને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની માહિતી સ્ટેટ GST વિભાગને સામે આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેના આધારે અમુક બોગસ કંપનીઓ અને તેના દ્વારા બોગસ બીલિંગ થતી હોવાની માહિતી પણ સામે આવતા GST વિભાગ દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એક મુખ્ય બોગસ કંપની કે જે ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામથી કાર્યરત હતી.

જીએસટી ચોરી કૌભાંડની ઈનસાઈડ સ્ટોરી: મજૂરી કામ કરતો વ્યક્તિ ધ્રુવી એન્ટરપ્રાઇઝનો માલિક બન્યો, સિઝનલ ધંધો કરતા બે અભણ વ્યક્તિઓએ બનાવી ધ્રુવી એન્ટરપ્રાઇઝ

Follow us on

ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની બિલકુલ બોગસ કંપની હતી અને તેમાં રજીસ્ટર થયેલા દસ્તાવેજો પણ નકલી હોવાનું સામે આવ્યું હતું. આ ધ્રુવી એન્ટરપ્રાઇઝ અન્ય જે પણ પેઢીઓને ખોટા બીલ જોતા હોય તેમને બનાવી આપતી હતી. સમગ્ર કેસમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ પાસેથી રાજ્યની અલગ અલગ જગ્યાઓ પર નોંધાયેલી બાર જેટલી પેઢીઓએ ખોટા બિલ લીધા હોવાનું સામે આવતા ફરિયાદ નોંધાઈ છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તો અન્ય 50 જેટલા આરોપીઓને નોટિસ પણ આપવામાં આવી છે. જો કે ક્રાઈમ બ્રાન્ચ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ તેમ નવા નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે.

બોગસ કંપની ધ્રુવી એન્ટરપ્રાઇઝ શું છે

ગુજરાત સહિત દેશભરમાં બોગસ બિલિંગ મામલે ભાવનગર જાણે કે એપી સેન્ટર બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમકે છેલ્લા ઘણા સમયથી ભાવનગરમાં GST ચોરી કરવા માટે બોગસ કંપનીઓનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી ઘટનાઓ સામે આવેલી છે, ત્યારે આવી જ એક બોગસ કંપની ધ્રુવી એન્ટરપ્રાઇઝ બનાવનારા મુખ્ય બે આરોપીઓ ભાવનગરથી પકડાયા છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

કોણ છે મુખ્ય વ્યક્તિઓ અને કઈ રીતે અસ્તિત્વમાં આવી ધ્રુવી એન્ટરપ્રાઇઝ

ભાવનગરમાં ઈલેક્ટ્રીક પેનલ બોર્ડનો વેપાર કરતો એઝાઝ માલદાર અને શેરડીના રસ કાઢવાનો ધંધો કરતો અબ્દુલ કાદર ધ્રુવી એન્ટરપ્રાઇઝના મુખ્ય જન્મદાતા છે. આરોપી એજાજ માલદાર અને અબ્દુલકાદર અભણ છે પરંતુ આ બંને એક બોગસ કંપની બનાવવાનો પ્લાન બનાવ્યો.

આ પ્લાન મુજબ તેણે રાજુલાની એક કંપનીમાં મજૂરી કામ કરતા હરેશ મકવાણા નામના વ્યક્તિનો સંપર્ક કર્યો. હરેશ મકવાણાના ડુપ્લીકેટ આધાર કાર્ડ, પાનકાર્ડ બનાવી જેના આધારે એક નવો મોબાઈલ નંબરનું સીમ કાર્ડ ખરીદ્યું. જે બાદ આ તમામ ડોક્યુમેન્ટ દ્વારા ગુજરાત GST પોર્ટલમાં ધ્રુવી એન્ટરપ્રાઇઝ નામની કંપની બનાવી તેને કાર્યરત કરી.

બોગસ કંપની ધ્રુવી એન્ટરપ્રાઇઝનું મુખ્ય કામકાજ શું હતું

બોગસ કંપની ધ્રુવી એન્ટરપ્રાઇઝને અબ્દુલ કાદર અને એજાજ માલદાર દ્વારા બનાવી તેને અન્ય એક મહિલાને 80 હજાર રૂપિયામાં વેચવામાં આવી. જે મહિલાએ અન્ય વ્યક્તિને આ કંપની વેચી હતી. જે બાદ આખરે અમુક વચેટિયા લોકો દ્વારા નફો મેળવી આ કંપનીઓ વેચ્યા બાદ આખરે બોગસ બીલીંગ માટે અન્ય વ્યક્તિએ આ કંપની ખરીદી હતી. જેમાંથી તે ગુજરાત રાજ્યની અલગ અલગ પેઢીઓને જરૂર મુજબના માલ સામાન ખરીદીના બિલો આપતો હતો. જોકે સ્ટેજ GST વિભાગના ધ્યાન આવતા આખરે આ તમામ પેઢીઓ કે જેમને બોગસ બિલ મેળવ્યા છે તેમના વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવાય છે.

સંપૂર્ણ સિંડીકેટથી કઈ રીતે ઓપરેટ થઈ રહ્યું છે નેટવર્ક

GST ચોરી મામલે અલગ અલગ કામગીરી માટે અલગ અલગ ગેંગ સક્રિય છે. ડુપ્લીકેટ કંપનીઓ બનાવવા માટે કોઈપણ જગ્યાએ થયેલું ઑરીજનલ ભાડા કરાર મેળવવામાં આવે છે. આ ભાડા કરાર મેળવવા માટે એક અલગ ગેંગ સક્રિય હોય છે. જે બાદ કોઈ સ્લમ વિસ્તારમાં રહેતા કે મજૂરી કામ કરતા વ્યક્તિને થોડા રૂપિયા આપી તેમના નામનું નવું આધાર કાર્ડ, પાનકાર્ડ અને સીમકાર્ડ મેળવી તેને નવી બનાવવામાં આવનાર કંપનીમાં જોડવામાં આવે છે. આવા વ્યક્તિઓ શોધવા માટે પણ એક અલગ ગેંગ સક્રિય હોય છે.

કંપની બની ગયા બાદ તેને મુખ્ય વ્યક્તિઓ સુધી પહોંચાડવા અને પોતાનું કમિશન મેળવતા દલાલોની પણ એક અલગ ગેંગ સક્રિય હોય છે. જે બાદ આવી બોબસ કંપનીઓ ખરીદવા પણ અમુક લોકોની ગેંગ સક્રિય છે. જેના થકી તે રાજ્યભરની અલગ અલગ પેઢીઓનો સંપર્ક કરી બોગસ બીલ આપવાની લાલચ આપી પૈસા મેળવે છે.

કેટલી કિંમતમાં અને કઈ રીતે ચાલે છે બોગસ કંપનીના વેચાણનું નેટવર્ક

ધ્રુવી એન્ટરપ્રાઇઝ અસ્તિત્વમાં આવી ત્યારે તેના મુખ્ય બે આરોપીઓએ પહેલીવાર 80,000 રૂપિયામાં આ કંપનીને વહેંચી હતી. જોકે ધ્રુવી કંપની રાજકોટ જિલ્લાના શાપર વેરાવળના એડ્રેસ ઉપર સક્રિય થઈ હતી.

પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે રીતે કંપની રજીસ્ટર થાય છે ત્યારે તેના સરનામા ઉપર તે કંપનીઓના ભાવ બોલાતા હોય છે. એટલે કે મોટા શહેરમાં કંપનીનું એડ્રેસ હોય તો તેને ઊંચી કિંમતે વેચવામાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જો કંપની રજીસ્ટર થયેલી હોય તો તેની કિંમત થોડી ઓછી ગણવામાં આવે છે. મુખ્યત્વે બજારમાં આરોપીઓ 50,000 થી ₹2,00,000 સુધીમાં કંપનીઓ વેચતા હોવાનું પણ સામે આવ્યું છે

અત્યાર સુધી પોલીસ તપાસમાં શું સામે આવ્યું

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ભાવનગરમાંથી અનેક બોગસ કંપનીઓ અત્યાર સુધીમાં ઓપરેટ થઈ છે. જે અબ્દુલ કાદર અને એજાઝને ધ્યાને આવતા તેણે પણ બોગસ કંપની બનાવવાનો વિચાર આવ્યો હતો. ધ્રુવી કંપનીમાં કરોડો રૂપિયાના વ્યવહારો થઈ ચૂક્યા છે જેથી તેના તાર આંગડિયા પેઢી સુધી પણ પહોંચે છે એટલે કે આવનાર દિવસોમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસ હવે આંગણીયા પેઢી ઉપર પણ થશે.

પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કોઈ જગ્યા પરથી આરોપીઓ દ્વારા ઓરીજનલ ભાડા કરાર મેળવવામાં આવતો હોય છે જેમાં ચેડા કરીને ડુપ્લીકેટ ભાડા કરાર તૈયાર થતો હોય છે અને તે ડુપ્લીકેટ ભાડા કરાર દ્વારા અલગ અલગ રાજ્યોના GST વિભાગમાં કંપનીઓની નોંધણી કરાવવામાં આવતી હોય છે.

અત્યાર સુધી GSTમાં કંપનીઓ બનાવવા માટે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં આવતી હતી. જો કે બોગસ કંપનીઓ બનતી હોવાનું ધ્યાન આવતા છેલ્લા એક વર્ષથી GST વિભાગ દ્વારા ઓનલાઇન પ્રક્રિયા થયા બાદ સ્થળ તપાસ પણ કરવામાં આવે છે. હાલ તો ક્રાઈમ બ્રાન્ચ અલગ અલગ બાર જેટલી કંપનીઓના ભાગીદારોની નોટિસ મોકલી તેમની પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.

હાલ તો આ ફરિયાદમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પુત્રનું પણ બોગસ બિલિંગમાં નામ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની તપાસ જેમ જેમ વધી રહે છે તેમ તેમ ઇન્કમટેક્સ તેમજ GST વિભાગ પણ આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવશે. જો કે અમુક કંપનીઓના ભાગીદારોનું પોલીસ સમક્ષ એવું પણ નિવેદન આવ્યું છે કે તેઓએ ધ્રુવી એન્ટરપ્રાઇઝ બોગસ હોવાની જાણ થતા ત્યાંથી લીધેલા બિલની રકમ પરત કરી ચૂક્યા છે, ત્યારે હવે તપાસના અંતે વધુ શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Ratan TATA Health: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં દાખલ

Published On - 9:19 pm, Wed, 9 October 24

Next Article