અમદાવાદ પોલીસની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, એટ્રોસિટીની ફરિયાદમાં 1 વર્ષ સુધી ACPએ યોગ્ય કાર્યવાહી ન કરતા તપાસ આંચકી લેવાઈ

|

Sep 13, 2024 | 7:22 PM

આમ તો નાના થી નાના માણસ અને ઉચ્ચ અધિકારીઓ પણ કોર્ટની સીડીથી દુર રહેવાની પ્રાર્થના કરતા હોય છે પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ACP ની વાત અલગ છે તેઓ વગર બોલાવ્યે આજે હાઇકોર્ટ પહોંચ્યા પરંતુ શા માટે. એવું તો શું જરૂર પડી કે કોર્ટની નોટિસ કે મૌખિક સૂચના વગર ACP ભરત પટેલ હાઇકોર્ટ પહોંચ્યા.

ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ નિર્ઝર દેસાઈની કોર્ટમાં મુકેશ ઈશ્વરભાઈ દેવડા દ્વારા કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. જેમાં અરજદાર દ્વારા કેટલાક ડિરેક્શન અંગે દાદ માંગવામાં આવી હતી. જેમાં અરજદાર વતી હાજર વકીલ કિશોર પ્રજાપતિ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. 1 વર્ષ ઉપરનો સમયગાળો વીતી ગયો છે પરંતુ અમદાવાદમાં નોંધાયેલા એક એટ્રોસિટી અને આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદમાં તપાસ યોગ્ય રીતે નથી થઈ રહી, એટલું જ નહી પરંતુ તપાસનીશ અધિકારી આરોપીઓને પકડવાની જગ્યાએ તેમને છાવરતા હોવાની ફરિયાદ પણ કોર્ટમાં કરવામાં આવી.

જેમાં IO દ્વારા 20 લાખ રૂપિયા પણ લીધા હોવાની જાણ કોર્ટને કરવામાં આવી, જે બદલ ACB માં ફરિયાદ કરી હોવાની જાણ પણ હાઈકોર્ટને કરાઈ. આ બાદ અન્ય પક્ષ પાસે હાઇકોર્ટે જવાબ માગ્યો ત્યારે કોર્ટમાં સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે તપાસનીશ અધિકારી ભરત પટેલ ખુદ કોર્ટમાં હાજર છે. આ સાંભળતાની સાથે જ કોર્ટે તેમની હાજરી અંગે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ કેસમાં કોર્ટમાં તેમની હાજરી જ બતાવે છે કે તેઓ કેટલો રસ લઈ રહ્યા છે. જેની સામે સરકારી વકીલે દલીલ કરતા કહ્યું હતું કે એવું નથી પરંતુ તેઓ આ કેસના તપાસનીશ અધિકારી છે એટલા માટે કોર્ટમાં હાજર છે. પરંતુ કોર્ટે આ મામલામાં તપાસનીશ અધિકારીને બદલવા માટે નિર્દેશ આપ્યા હતા અને ત્યારબાદ સરકારી વકીલે થોડો સમય લઈ કોર્ટને જાણ કરી હતી કે સમગ્ર કેસની તપાસ ACP ભરત પટેલ પાસેથી આંચકી લેવાઈ છે અને DCP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

મહત્વનું છે કે સપ્ટેમ્બર 2023માં નિકોલ પોલીસ મથકે જમીન સંબધિત એક ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં 8 લોકો વિરુદ્ધ મારામારી સહિત એટ્રોસિટી અને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ ક્રાઇમ શાખા દ્વારા કરવામાં આવી રહી હતી. પરંતુ સબંધિત કેસમાં અરજદારનો આક્ષેપ છે કે માત્ર ફરિયાદી ને જ અવાર નવાર નિવેદન લખવા મટે બોલાવવામાં આવે છે એટલું જ નહી આ કેસમાં અરજદારના સાક્ષીને પણ મધરાત્રે ઉપાડી ધાક ધમકી આપવામાં આવી છે અને હજુ પણ અહી અટકતું નથી તેમાં અરજદારના ડ્રાઈવરને 14-05-2024ના રોજ બોલાવીને આખો દિવસ ટોર્ચર કરી, હથકડીથી બાંધીને બેલ્ટથી માર મારી અસહ્ય ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ પણ ACB સમક્ષ આપેલી અરજીમાં કરવામાં આવી છે અને સંબધિત કેસમાં 20 લાખ રોકડા લીધા ઉપરાંત 3 કરોડની માગ કરી હોવાની જાણ પણ ACBને આપેલી ફરિયાદમાં કરવામાં આવી છે. કોર્ટમાં અરજદારના વકીલ તરફથી જણાવવામાં આવ્યું કે ACBમાં કરેલી ફરિયાદમાં હાલ તપાસ ચાલુ છે અને તેઓનું નિવેદન લેવાયું છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ ACP ભરત પટેલ પાસેથી આંચકી ને DCP કક્ષાના અધિકારીને તો સોંપી દેવામાં આવી છે પરંતુ મૂળ કેસ સિવાયના આરોપ મામલે અમદાવાદ પોલીસ કામગીરી કરે છે કે કેમ અને કરે છે તો શું કામગીરી કરે છે તેના પર સૌની નજર છે કેમકે અરજદાર હજુ પણ ન્યાયની આશા લઈને જ બેઠા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article