‘હા મારૂ ગુજરાત’, ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને
ગ્રીન બિલ્ડિંગ, અથવા ટકાઉ ડિઝાઇન, એ લાંબા ગાળા માટેનો ખ્યાલ છે જેની સાથે ઇમારતો અને તેમની સાઇટ્સ ઊર્જા, પાણી અને સામગ્રીનો ઉપયોગ કરે છે અને બિલ્ડિંગના સમગ્ર ચક્રમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ઇમારતની અસરોને ઘટાડે છે.
ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન-સર્ટિફિકેશન આપતી એજન્સી ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC)ના ગુજરાતના આંકડા મુજબ હાલમાં રાજકોટમાં 20, સુરતમાં 138, અમદાવાદમાં 370 અને વડોદરામાં 141, સહિત 809 ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ 120 કરોડ ચોરસ ફૂટ વિસ્તારમાં છે. આ પ્રોજેક્ટ્સમાં કોમર્શિયલ-ફેક્ટરી, પ્રોડક્શન યુનિટ્સ, રેસિડેન્શિયલ, સ્કૂલો, NGO સાથે સરકારી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.
કુલ 120 કરોડ ચોરસ ફૂટમાં 809 ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ સાથે ગુજરતા ચોથા ક્રમે
અમદાવાદ, સુરત, વડોદરામાં 100 કરતાં વધુ પ્રોજેક્ટ ઉપર NGOએ કામગીરી કરવામાં આવી છે. આ પ્રોજેકટ માટે 15 વર્ષ પહેલાં 18% વધુ ખર્ચ હતો, હવે માત્ર 2% વધુ થાય છે કુલ 120 કરોડ ચોરસ ફૂટમાં 809 ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ સાથે ગુજરતા ચોથા ક્રમે રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં આ પ્રોજેકટની સંખ્યા ગુજરાતમાં 1100થી વધુ હશે તેવું માનવમાં આવી રહ્યું છે.
વિવિધ શહેરોમાં છેલ્લા 3 વર્ષમાં 275 પ્રોજેક્ટ્સ રજિસ્ટર્ડ થયા
ગુજરાતમાં 2008થી 2020ના 15 વર્ષના 434 ગ્રીન પ્રોજેક્ટ પૂરા થયા. જ્યારે છેલ્લા 3 વર્ષમાં 275 પ્રોજેક્ટ્સ વિવિધ શહેરોમાં રજિસ્ટર્ડ થયા છે જ્યારે 216 સર્ટિફાઇડ થઇ ચૂકયા છે. સૌથી મોટું કારણ હવે લોકો પણ ગ્રીન બિલ્ડિંગમાં રહેવા માગે છે અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ માટે આર્કિટેક્-રિયલ એસ્ટેટ ડેવલપર્સ પણ રસ લેતા થયા છે.’
ઇકો ફ્રેન્ડલી મટિરિયલ વડે બને છે ગ્રીન બિલ્ડિંગ
પેઇડ એફએસઆઇની વધુ છૂટછાટ ગ્રીન બિલ્ડિંગ્સ પ્રોજેક્ટને આપવામાં આવે તો 10થી 15 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાં પણ રૂ.60થી રૂ.70 લાખની બચત થાય તેવું ગ્રીન પ્રોજેક્ટ કરતા ડેવલપર્સનું માનવું છે. અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં હાલમાં 275 ગ્રીન પ્રોજેક્ટ ધમધમી રહ્યાં છે. ફ્લાય એશ, વાંસ, લાકડા, સ્ટકચર્ડ ઇન્સ્યૂલેટર પેનલ્સ જેવા સંખ્યાબંધ ઇકો ફ્રેન્ડલી મટિરિયલ વડે બનતી ગ્રીન બિલ્ડિંગો ઓછા નિભાવણી ખર્ચ, તાપમાન અનુકુલન અને કુદરતી હવા-ઉજાશની મોકળાશ માટે જાણીતી છે.
આ પણ વાંચો : “એક કા ડબલ ” પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં થાય છે ડબલ લાભ, વધુ સારા વળતર સાથે સંપૂર્ણ સુરક્ષાની આપવામાં આવે છે ખાતરી
આ ઉપરાંત 15 વર્ષ પહેલા સામાન્ય પ્રોજેક્ટની સરખામણીમાં વધારાનો 18% ખર્ચ હતો, હવે માત્ર 2% વધુ થાય છે. આગામી 3 વર્ષમાં ગુજરાતમાં જ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટની સંખ્યા વધીને 1100 પર પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે, ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટના સર્ટિફિકેશન મેળવનાર પ્રોજેક્ટના કદ જુદા જુદા હોવાથી કેટલા રૂપિયાના પ્રોજેક્ટ હશે તેનો ચોક્કસ અંદાજ મુશ્કેલ છે પણ આઇજીબીસી સાથે સંકળાયેલા એક હોદ્દેદારના મતે હાલમાં આવા બિલ્ડિંગ પ્રોજેક્ટમાં 24થી 30 હજાર કરોડ રૂપિયાના રોકાણની શક્યતા છે.
ગ્રીન બિલ્ડીંગએ ઉર્જા કે કાર્યક્ષમતા વધારવા માટે તૈયાર કરવામાં આવે છે. અને પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે સાથે ઘરમાં રહેનારા લોકો માટે તંદુરસ્ત વાતાવરણમાં પણ ફાળો આપવા જવાબદાર છે.
ગ્રીન બિલ્ડીંગની કેટલીક વિશેષતાઓ
- પોઝિટિવ ઉર્જા સર્જન થાય તે પ્રકારની ડિઝાઇન તૈયાર કરાય છે
- આ પ્રોજેકટમાં રિસાયકલ કરેલ સામગ્રીનો ઉપયોગ થાય છે.
- હવામાનના વધઘટમાં થતાં ફેરફારને બિલ્ડીંગની અંદર અનુકૂળ ટેમ્પરેચર સેટ થાય છે.
ગ્રીન બિલ્ડીંગના ફાયદા
પર્યાવરણીય લાભો
- જૈવવિવિધતા અને ઇકોસિસ્ટમને વધારી તેનું રક્ષણ કરે
- હવા અને પાણીની ગુણવત્તામાં સુધારો
- કચરાના પ્રવાહમાં ઘટાડો
- કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને પુનઃસ્થાપન
આર્થિક લાભ
- ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો
- સંપત્તિ મૂલ્ય અને નફો વધારો
- જીવન ચક્ર આર્થિક પ્રદર્શનને ઑપ્ટિમાઇઝ કરો
સામાજિક લાભો
- ઘરના લોકોના સ્વાસ્થ્ય અને આરામમાં વધારો
- ઇન્ડોર હવાની ગુણવત્તામાં સુધારો
- જીવનની એકંદર ગુણવત્તામાં સુધારો
ગ્રીન બિલ્ડિંગ, અથવા ટકાઉ ડિઝાઇન, એ લાંબા ગાળા માટેનો ખ્યાલ છે જેની સાથે ઇમારતો અને તેમની સાઇટ્સ ઊર્જા, પાણી અને સામગ્રીનો ઉપયોગ કરે છે અને બિલ્ડિંગના સમગ્ર ચક્રમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ઇમારતની અસરોને ઘટાડે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…