AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદનું એક એવું બિલ્ડીંગ જેમાં 45 ડિગ્રી ગરમીમાં પણ 25 ડિગ્રીનો થશે અહેસાસ, જાણો વિગત

વિદ્યાથીઓના ઉજ્વળ ભવિષ્ય માટે આ હોસ્ટેલ ઊભી કરવામાં આવી છે. શહેર ના મધ્ય માં હોસ્ટેલ ની જગ્યા નક્કી કરીને આધુનિક સુવિધા થી સજ્જ હોસ્ટેલ તૈયાર કરાઇ છે અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના તમામ 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું નિર્માણ કરાયું છે.

અમદાવાદનું એક એવું બિલ્ડીંગ જેમાં 45 ડિગ્રી ગરમીમાં પણ 25 ડિગ્રીનો થશે અહેસાસ, જાણો વિગત
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 09, 2023 | 2:45 PM
Share

અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં સૌ પ્રથમ વાર જૈન કોમ્યુનિટી દ્વારા કોમન હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા  વાઇફાઇ અને યુનિક ડિઝાઇન વાળી હોસ્ટેલ બનાવામાં આવી છે. આ હોસ્ટેલ નું સ્ટ્રકચર 45 ડિગ્રી ગરમીમાં 25 ડિગ્રીનો અનુભવ કરાવશે તેવી રીતે ડબલ લેયરમાં સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

4 ફીરકા માટેની કોમન હોસ્ટેલ

જૈન સમાજ દ્વારા વિદ્યાથીઓના ઉજ્વળ ભવિષ્ય માટે આ હોસ્ટેલ ઊભી કરવામાં આવી છે. શહેરના મધ્યમાં હોસ્ટેલની જગ્યા નક્કી કરીને આધુનિક સુવિધાથી સજ્જ હોસ્ટેલ તૈયાર કરાઇ છે અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટીના તમામ 4 ફીરકા માટેની કોમન હોસ્ટેલનું ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

રાષ્ટ્રના ભાવિને આકાર આપવા પગલું

શિક્ષણ કોઈપણ સમાજનો પાયો બનાવે છે. તે નાગરિકોને વિકાસ માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો માટે સશક્ત બનાવે છે. આ પગલું રાષ્ટ્રના ભાવિને આકાર આપવા ખૂબ ઉપયોગી છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) માં 135 બેડ આ રત્નમણી હોસ્ટેલની શરૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ કેન્દ્રમાં ગુણવત્તાયુક્ત રહેવાની જગ્યા

અમદાવાદ સમગ્ર ગુજરાતમાં ટોચની રેટેડ શૈક્ષણિક સંસ્થા અને કોર્પોરેશનો માટે જાણીતું છે. વિદ્યાર્થીઓ માટે શહેરના કેન્દ્રમાં ગુણવત્તાયુક્ત રહેવાની જગ્યાની તૈયારી એ ખૂબ નિર્ણાયક માનવામાં આવી રહી છે. JITO અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટે આ જરૂરિયાતને ઓળખી અને JITO રત્નમણિ હોસ્ટેલ બનાવવાનો પડકાર સ્વીકાર્યો હતો જે સાર્થક કર્યો છે.

હોસ્ટેલનું કરવામાં આવ્યું લોકાર્પણ

આજે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સુધીર મહેતાના હસ્તે અમદાવાદ ના સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા ખાતે જીતો રત્નમણી હોસ્ટેલ નું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં જીતોની ટિમ ના સભ્યો ઉપસ્થિત રહયાં હતાં.

આ પણ વાંચો : બુલેટ ટ્રેનનો પીલર ધરાશાયી થતા મહિલાને પગમાં તથા મણકામાં ગંભીર ઇજા, જુઓ Video

અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ચેરમેન શ્રી પ્રકાશ સંઘવી એ જણાવ્યું કે “જૈન સમાજ માં જે 4 ફીરકા છે એ તમામ ફીરકા ને સમાવતી આ કોમન પ્રથમ હોસ્ટેલ છે. જેમાં દરેક વિદ્યાર્થી તેમના ભવિષ્યના નિર્માણ માટે શ્રેષ્ઠ સુવિધાઓને પાત્ર બનશે અને અમારી હોસ્ટેલ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તત્પરતા બતાવશે.

ઇન-રૂમમાં વિવિધ સુવિધાઓ

આ કાર્યક્રમ માં JITO રત્નમણિ હોસ્ટેલ ના પ્રોજેક્ટ કન્વેનર શ્રી ઋષભ પટેલ એ જણાવ્યું કે “JITO રત્નમણિ હોસ્ટેલ એ અમદાવાદના મધ્યમાં સ્થિત છે, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડે છે. આ હોસ્ટેલમાં આધુનિક સુવિધાઓ પૂરી કરાશે. ઇન-રૂમ સુવિધાઓ, અંગે વાઇ-ફાઇ, 24×7 સુરક્ષા, જીમ, ડાઇનિંગ કોમન્સ જેવી સુવિધાઓ. વધુમાં, હોસ્ટેલ વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લાઈબ્રેરીની પણ સુવિધા ઊભી કરાઇ છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">