સુરત સિટીલાઈટ વિસ્તારમાં જીમમાં લાગી આગ, 2 મહિલાના મોત, જુઓ Video
સુરત સિટી લાઇટ વિસ્તારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી. ઈમારતના ચોથા માળે જીમમાં આગ લાગી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફીસની સામે આ કોમ્પલેક્સ આવેલું છે જેમાં આગ લાગી. સનસિટી જીમમાં આગમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી.
સુરતમાં જીમમાં આગ લાગવાની ઘટના બની છે. જિમમાં લાગેલી આગમાં 2 મહિલાના મોત થયા છે. સિટીલાઈટ વિસ્તારની ઈમારાતમાં આગ લાગી હતી. ઈમારતના ચોથા માળે સનસિટી જીમમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી હોવાની માહિતી સામે આવી હતી. ઘટનાસ્થળે ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું. જોકે આ ઘટનામાં બે મોત થઈ હોવાની માહિતી મળતા તંત્ર દોડતું થયું છે.
રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીની ઓફીસની સામેના કોમ્પલેક્સમાં આગ લાગી હતી. કોમ્લેક્સના ચોથા માળે સનસીટી નામના જીમમાં આગ લાગી. વેસુ, મજુરા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરીમાં જતરાયું હતું. બે લોકો ફસાયા હોવાની આશંકા સેવી રહી છે.
Published on: Nov 06, 2024 10:02 PM
Latest Videos