અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

|

Sep 11, 2024 | 1:44 PM

અમદાવાદના પૂર્વ વિસ્તાર રખિયાલમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા પાછળ પ્રેમ અને પૈસા કારણભૂત હોવાનું સામે આવ્યું છે. કોણ છે યુવકની હત્યા નીપજવમરા આરોપીઓ અને શા માટે કરી યુવકની હત્યા જોઈએ આ એહવાલ માં.

અમદાવાદમાં એક ફૂલ દો માલી જેવી કહાનીનો કરૂણ અંજામ, પ્રેમ અને પૈસાની બાબતમાં કરાઈ હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના

Follow us on

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી મોહમદ રાકીબ શેખ અને મોહમદ આમિર પઠાણ છે જેમને 22 વર્ષના યુવકની હત્યા કરી હોવાને કારણે ધરપકડ કરવામાં આવી છે. ઘટનાની વાત કરીએ તો રખિયાલ વિસ્તારમાં આવેલા અજિતમિલ ચાર માળિયામાં જાવેદઅલી ઉર્ફે જગગા અન્સારીની છરીના ઘા ઝીકીને હત્યા કરીને આરોપીઓ ફરાર થઇ ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાના ગણતરીના કલાલોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ પૈસાની લેતી દેતીની ઉઘરાણી અને એક જ યુવતીને પ્રેમ કરવાની ઝઘડાની અદાવતમાં યુવકના ઘરે જઈને છરીના ઘા ઝીકીને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચ પાસેથી કસ્ટડી મેળવી 2 આરોપીની ધરપકડ કરી છે.

શું છે હત્યા પાછળની હકીકત ?

પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક જાવેદઅલી અન્સારી અને આરોપી મોહમદ રાકીબ શેખ વચ્ચે છેલ્લા એક મહિનાથી ઝઘડો ચાલતો હતો. જેમાં મૃતક અને આરોપી એક જ યુવતીને પ્રેમ કરતા હતા. આ ઉપરાંત મૃતક જાવેદઅલીના એક મિત્રનાં રૂપિયા એક લાખની ઉઘરાણી રાકીબ પાસેથી લેવાના હતા. જેથી તેના ઘરે જઈને મૃતક ઉઘરાણી કરતો હતો અને થોડા દિવસ પહેલા તેઓની વચ્ચે રીક્ષા અથડાઈ જતા ઝઘડો પણ થયો હતો.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

છરીના ઘા ઝીકીને હત્યા કરી

આ ઝઘડાઓની અદાવતમાં આરોપીઓ બે વખત મૃતકના ઘરે જઈને ધમકી આપી ગયા હતા. ત્રીજી વખત પણ ધમકી આપવા પહોંચ્યા તો ઉગ્ર તકરાર થતા 2 આરોપીએ મૃતકને પકડી રાખ્યો અને રાકીબે છરીના ઘા ઝીકીને હત્યા કરી દીધી હતી.

આ હત્યા કેસમાં હજુ ચાર આરોપી સોનુ, હસરત ઉર્ફે લાલો, અવેશ ઇકલાલ અને ઉઝેફા રાજપૂત નામના આરોપીઓ ફરાર છે. જેથી રખિયાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

Next Article