Conjunctivitis: કોરોના થયા બાદના દર્દીઓને કન્જકટીવાઈટિસ વાયરસ ઝડપથી અસર કરે છે? અમદાવાદ સિવિલમાં દરરોજ દોઢસો દર્દી

કન્જકટીવાઈટિસ (Conjunctivitis Virus) ના કેસોનો વધારો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. તબિબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કોરાનાની અસર દરમિયાન જેમણે સ્ટીરોઇડ લીધા હોય એમને કન્જકટીવાઈટિસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોય છે.

Conjunctivitis: કોરોના થયા બાદના દર્દીઓને કન્જકટીવાઈટિસ વાયરસ ઝડપથી અસર કરે છે? અમદાવાદ સિવિલમાં દરરોજ દોઢસો દર્દી
Conjunctivitis ના કેસમાં નોંધપાત્ર વધારો
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jul 24, 2023 | 4:37 PM

કન્જકટીવાઈટિસના કેસોનો વધારો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા પંદરેક દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે, જેમાં આંખો લાલ થવા સાથે આંખમાં સમસ્યા રહેતી હોય છે. હાલમાં આ પ્રકારના દર્દીઓમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે.

હાલમાં અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં રોજના 150 થી 160 દર્દીઓ કન્જકટીવાઈટિસની અસર ધરાવતા સામે આવી રહ્યા છે. આ દરમિયાન એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, જે દર્દીઓને કોરાનાની અસર થઈ હોય એમને હાલમાં આ વાયરસ ઝડપથી અસર કરી રહ્યો છે. એટલે કે તેમને આ વાયરસ ઝડપથી ઇન્ફેક્શન કરતો હોય છે. આવુ અનેક તબિબોનુ માનવુ છે, પંરતુ આ માટે હજુ કોઈ રીતે પુરવાર થયુ નથી.

સ્ટીરોઇડ દવા લેવી જોખમી

કેટલાક તબિબો દ્વારા એમ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કોરાનાની અસર દરમિયાન જેમણે સ્ટીરોઇડ લીધા હોય એમને કન્જકટીવાઈટિસ વાયરસ જલદી ઇન્ફેક્શન કરતા હોય છે. તો વળી આંખ આવવાના દર્દમાં પણ કેટલાક દર્દીઓ દ્વારા સ્ટીરોઇડ ધરાવતી દવાનો ઉપયોગ કરવામાં આવતી હોય છે. કન્જકટીવાઈટિસની સારવારમાં આ પ્રકારની દવાઓ આંખને માટે જોખમી સાબિત થઈ શકે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સ્ટીરોઇડનો ઉપયોગ આંખમાં નાખવાની દવાના ટીંપામાં વધારે હોય તો, આંખોને નુક્શાન પહોંચી શકે છે. તબિબોનુ માનવુ છે કે, વધારે પડતી માત્રામાં ઉપયોગથી આંખ પણ ગુમાવવી પડી શકે છે. આ માટે તબિબોની સલાહ લીધા બાદ જ આંખમાં કોઈ પણ પ્રકારના દવાના ટીંપા નાંખવા જોઈએ. એક્સપર્ટસ મુજબ તબીબોની સલા સિવાય ટીંપાનો ઉપયોગ કરવો જોખમી સાબિત થઈ શકે છે.

આંખમાં લાલાશ-દુઃખાવો જણાય તો તબીબની સલાહ લેવી

ભીડ ભાડ વાળા સ્થળો પર હાલમાં જવાનુ ટાળવા સાથે આંખો પર ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. કન્જકટીવાઈટિસની અસર જણાતી હોય તો તુરત નજીકના આંખના તબીબની સલાહ લેવી જોઈ અને સારવાર કરવી જોઈએ. એક બીજાને ચેપ લાગતો અટકાવવા માટે આંખમાં લાલાશ તે દુઃખાવો જણાય તો લોકોની ભીડથી દૂર રહી સારવાર કરાવવી જોઈએ અને ચેપ ફેલાતો અટાકાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.

આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા પણ કન્જકટીવાઈટિસના રોગને લઈ ઉભી કરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જકટીવાઈટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કન્જકટીવાઈટિસથી બચવા આટલું કરો

  • સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી છે.
  • હાથ અને મોં ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો વારંવાર ધોતા રહેવું
  • ભીડ-ભાડ વાળી જગ્યાઓ પર બિનજરુરી રીતે જવાનુ ટાળવુ જોઈએ.
  • સામાન્ય રીતે જો આંખોમાં લાલાશ-દુઃખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી.
  • ડોકટરની સલાહ વિના આંખના ટીપા લઇને નાખવા નહીં.
  • ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.
  • કન્જકટીવાઈટિસની અસર ધરાવતા દર્દીના વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી
  • દર્દીએ જાતે અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો.
  • દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Dharoi Dam: ધરોઈ ડેમ એલર્ટ સ્ટેજ નજીક પહોંચ્યો, સાબરમતીમાં આવકમાં થયો સતત વધારો, દાંતીવાડા, વાત્રક અને ગુહાઈમાં નોંધાઈ આવક

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">