Breaking News: હવે ટ્રાફિક મેમોથી સિંઘમ પણ નહીં બચે, DGPના આદેશ બાદ પોલીસ હેડક્વાર્ટર બહાર સ્પે. ટ્રાફિક ડ્રાઈવ
Ahmedabad: અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે આવી છે એક્શન મોડમાં અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા પોલીસકર્મીઓ સામે પણ દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે. ડીજીપીના આદેશ મુજબ અમદાવાદ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશ્યિલ ડ્રાઈવ ચલાવવામાં આવી અને ટ્રાફિક નિયમોને નહીં અનુસરતા પોલીસકર્મીઓને દંડવામાં આવ્યા છે.
Ahmedabad: જો હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરશો તો દંડ ભરવા તૈયાર રહેવુ પડશે. ટ્રાફિકમા નિયમો માત્ર જનતા માટે નહીં પરંતુ પોલીસકર્મીઓએ પણ ચુસ્તપણે નિયમોનું પાલન કરવુ પડશે. DGPના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.
ટ્રાફિક પોલીસે શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્પેશ્યિલ ડ્રાઈવ ચલાવવામાં આવી અને ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરતા પોલીસ વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ટ્રાફિકના નિયમો માત્ર જનતા માટે જ નહીં પરંતુ કાયદાના રખેવાળો પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે જરૂરી છે. પોલીસકર્મીઓએ પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરવુ પડશે તેવો DGPએ સખ્ત આદેશ કર્યો છે.
કેટલાક પોલીસકર્મીઓ મનસ્વી રીતે વર્તી ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરતા હોવાનું ધ્યાને આવ્યુ હતુ. જેમા હેલ્મેટ, સીટબેલ્ટ, નંબર પ્લેટ વિનાના પોલીસ વાહનોને પણ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ ફટકારી કાયદાનું ભાન કરાવવામાં આવ્યુ છે. બ્લેક ફિલ્મવાળી પોલીસ ગાડીઓ સામે પણ દંડનિય કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ જવાનો પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે કરે પાલન- DGP
પોલીસ વડાના નિર્દેશ બાદ આજે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. રાજ્યના નાગરિકોને શિસ્તમાં રાખવાનું કામ કરતા પોલીસ જવાનો પણ શિસ્તમાં રહે એ જરૂરી છે. કેટલાક પોલીસ જવાનો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોવાનું ધ્યાને આવ્યા બાદ નિર્દેશ મુજબ આ ડ્રાઈવ ચલાવવામાં આવી છે. પોલીસ પરિવારના સભ્યો પણ જો ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન શાહીબાદ પોલીસ હેડક્વાર્ટર નજીકથી પસાર થનારા તમામ પોલીસકર્મીઓને રોકીને તેમનુ લાયસન્સ ચેક કરવામાં આવ્યુ હતુ. આ સિવાય જેમણે હેલ્મેટ ન પહેર્યુ હોય કે જેમની પાસે લાયસન્સ ન હોય તેમને દંડવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેસીપી અશોક રાઠોડના જણાવ્યા મુજબ પોલીસ વિભાગ સામે એવી આક્ષેપ કરવામાં આવતા હતા કે સામાન્ય નાગરિકો સામે તો દંડનિય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ પોલીસકર્મીઓ નિયમોનો ભંગ કરે તો તેમને કંઈ થતુ નથી. આ આક્ષેપોનું ખંડન કરતો પરીપત્ર રાજ્ય પોલીસવડા દ્વારા રાજ્યની તમામ શહેરોની પોલીસ કચેરીઓને કરવામાં આવ્યો છે અને પોલીસકર્મીઓ પણ સખ્તપણે ટ્રાફિકનિયમોનું પાલન કરે તેવી તાકીદ કરવામાં આવી છે.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો