AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ફરી એકવાર ઝડપાયુ કરોડોની કિંમતનું ડ્રગ્સ, અમદાવાદ SOG ક્રાઈમે 2 કિલો MD ડ્રગ્સના જથ્થા સાથે યુપીના પેડલરની કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદ SOG ક્રાઈમે ગીતા મંદિર એસટી નજીકથી 2 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ગુજરાતમાં પ્રથમવાર 2 કિલો MD ડ્રગ્સ ઝડપાયુ છે. ST બસમાં ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી. કુલ બે કરોડની કિંમતનું 2 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 6:12 PM
Share

Ahmedabad: ગુજરાતમાંથી ફરી કરોડોની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયુ છે. અમદાવાદમાં SOG ક્રાઈમે 2 કિલો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. ગીતા મંદિર નજીકથી MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમા યુપીના એક પેડલરની ધરપકડ કરવામાં આવી છે. યુપીથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા હતા અને અમદાવાદમાં ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા યુપીના પેડલરની ધરપકડ કરવામાં આવી છે. ST બસમાં ડ્રગ્સની હેરાફેરી ચાલતી હતી.

હાલ જે રીતે શહેરમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યુ છે, યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યુ છે. ત્યારે પોલીસ પણ સક્રિય બની છે અને ડ્રગ્સનો વેપલો રોકવા માટે કાર્યરત છે. અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલ ડ્રગ્સ અને અન્ય નસીલા પદાર્થોને લગતી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જે રીતે યુવાનોમાં ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોનું ચલણ વધી રહ્યું છે જે ખૂબ ચિંતાજનક છે જેને કારણે હવે પોલીસ પણ અલગ અલગ માધ્યમો દ્વારા ડ્રગ્સને રોકતું અટકાવવા માટેના પ્રયત્નો કરી રહી છે.

શહેરમાં ખાસ કરીને કોલેજોમાં પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યુ છે. હજુ થોડા દિવસ પહેલા જ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. ત્યારે આ ગાંજાનો છોડ કોણ લાવ્યુ અને કોણે ઉગાડ્યો તેને  લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.

ગુજરાતમાં છાશવારે કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે તો પીવાતુ કેટલુ હશે.

આ પણ વાંચો: Ahmedabad : માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું, રિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ Video

કચ્છના દરિયાકાંઠેથી પણ ડ્રગ્સની ઘૂસણખોરી અટકી નથી. ડ્રગ્સ માફિયા નવી નવી પદ્ધતિ અપનાવીને દરિયાકાંઠાનો દુરુપયોગ કરી અફઘાની ચરસ અને હેરોઈન ઘુસાડવાની નવી ટેકનિક શરૂ કરવામાં આવી છે. ગયા એપ્રિલ મહિનાથી અત્યાર સુધીના ચાર મહિનામાં કચ્છના સાગરકાંઠાના આઠ બેટ વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં 70 કરોડની કિંમતના નશીલા પદાર્થો પકડાયા છે. બુધવારે ચરસના વધુ 10 પેકેટ પકડાવા સાથે ચાર મહિનામાં 120 કિલોથી વધુ વજનના 90 પેકેટ ઉપરાંત હેરોઈનના 10 પેકેટ પકડાયા છે. 10 કિલો હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 50 કરોડ જેટલી અને અફઘાની ચરસની કિમત 20 કરોડ જેટલી છે. ચાર મહિનામાં એકલા કચ્છમાં જ 120 કિલોથી વધુ ચરસ અને 10 કિલો હેરોઈન ઝડપાયુ તો ઘુસ્યુ કેટલુ તે પણ મોટો સવાલ છે.

Input Credit- Mihir Soni- Ahmedabad

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">