Ahmedabad: બારમાસી ઘઉં ભરવાનું થયું મોઘું, મસાલા, દૂધ, અનાજના ભાવ વધારાએ ખોરવ્યું મધ્યમ વર્ગનું બજેટ

બજારમાં વિવિધ પ્રકારના મળીને દસથી વધુ અલગ અલગ પ્રકારના ઘઉં મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો દાઉદખાની, એમ. પી. શરબતી ટુકડી અને રજવાડી ઘઉંની ખરીદી કરતા હોય છે. તેમાં ઘઉમાં 20% થી લઈને 100 ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે.

Ahmedabad: બારમાસી ઘઉં ભરવાનું થયું મોઘું, મસાલા, દૂધ, અનાજના ભાવ વધારાએ ખોરવ્યું મધ્યમ વર્ગનું બજેટ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 03, 2023 | 6:13 PM

હાલમાં ગુજરાતમાં બારમાસી મસાલા અને અનાજ ભરવાની સિઝન ચાલી રહી છે. મરચું, ધાણાજીરું પાવડર, જીરું, હળદર તેમજ અન્ય મરી મસાલાની સાથે સાથે ઘઉં ભરવાની સિઝન પણ ચાલી રહી છે. જોકે તમામ અનાજ તથા મસાલામાં આ વખતે 20થી 100 ટકા સુધીનો ભાવ વધારો ઝીંકાતા મધ્યમ વર્ગ માટે બારમાસી અનાજ અને મસાલા ભરવાનું આકરું બની ગયું છે.

રોજબરોજના ઉપયોગમાં લેવાનારા ઘઉં થયા અતિશય મોંઘા

ત્યારે એક તરફ હાલમાં ઘઉં ભરવાની સિઝન ચાલી રહી છે અને તે દરમિયાન ઘઉંના ભાવમાં અતિશય વધારો થતા લોકોના બજેટ ઉપર અસર પડી છે તો સાથે જ ભાવ વધતા લોકો જરૂરિયાત સામે ઓછા ઘઉંની ખરીદી કરી રહ્યા છે. તો કેટલાક લોકો વિચારી રહ્યા છે કે ઘઉં ખરીદવા કે નહીં?

દાઉદખાની ઘઉંનો ભાવ 5000થી 6000 રૂપિયા

વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં વિવિધ પ્રકારના મળીને દસથી વધુ અલગ અલગ પ્રકારના ઘઉં મળી રહ્યા છે. જેમાં સૌથી વધારે લોકો દાઉદખાની, એમ. પી. શરબતી ટુકડી અને રજવાડી ઘઉંની ખરીદી કરતા હોય છે. તેમાં ઘઉમાં 20%થી લઈને 100 ટકા સુધી ભાવ વધારો નોંધાયો છે. જેમાં 100 કિલોના ઘઉંના ભાવ જોઈએ તો દાઉદખાની ઘઉંમાં એક વર્ષ પહેલાં 3000થી લઈને 3,500 જેટલો ભાવ હતો. જે હાલ 5000થી 6,000 સુધી પહોંચી ચૂક્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

એમપી શરબતી ટુકડી એક વર્ષ પહેલાં 3 હજાર હતા જે હાલ 3500થી 4 હજાર રૂપિયા થયા છે

રજવાડી ઘઉં પહેલા 3 હજાર હતા જે હાલ 3600 ભાવ થયા છે.

તુવેર દાળના 1 કિલોના 95 રૂપિયા હતા, તેમાં 110 રૂપિયા થઈ ગયા છે.

મગની દાળ 1 કિલોના 90 રૂપિયા હતા તે વધીને 105 રૂપિયા ભાવ થઈ ગયા છે.

વેપારીઓ અને ખેડૂતો સહિત સામાન્ય લોકો માટે માવઠું બન્યું વેરી

વેપારીઓના જણાવ્યા પ્રમાણે માલ અછતના કારણે ભાવ વધ્યાનું વેપારીએ નિવેદન આપ્યું હતું. મવાઠાને કારણે બજારમાં પૂરતો જથ્થો ઠલવાયો નથી તેના કારણે ભાવમાં વધારો થયો છે. એક તરફ શહેર અને રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ છે તો રાજ્યમાં કમોસમી વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.

આગામી સમયમાં પણ માવઠાની વકી

આગામી વરસાદની આગાહીને પગલે પણ વેપારીઓ એવી આશંકા સેવી રહ્યા છે કે હજી પણ ઘઉંંના પાકને નુકસાન થઈ શકે છે. ઘઉંને નુકસાન થાય અને આવકમાં અછત સર્જાય તો ભાવમાં હજી પણ વધારો થઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">