Bhavnagar: જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં મહિલાઓમાં રોષ
ભાવનગર શહેરમાં આવેલ દાણાપીઠ અનાજ બજારના વેપારીઓએ બાર મહિના માટે અનાજ લઈ જતા ગ્રાહકો ભાવ વધારાને કારણે ઓછો માલ લઈ જતા હોવાનું અને કેટલાક નિયમિત ગ્રાહકોએ તો આ વખતે બાર મહિનાની વસ્તુઓ નહીં ભરવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું.
પેટ્રોલ- ડીઝલ (Petrol-diesel) અને સીએનજીના ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન (Transportation) મોંઘું થતાં જીવન જરૂરી ચીજો (essential commodities) ના ભાવ ધીરે ધીરે વધી રહ્યા છે. હાલ ઘઉં ચોખા દાળ અને મસાલા ની સિઝન શરૂ થતા અનાજ અને મસાલામાં 20થી 30 ટકા જેટલો વધારો થયો છે. આ ઉપરાંત શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. જેના પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ભાવનગર (Bhavnagar) માં જુદી જુદી જગ્યાએ મસાલા બજાર ભરાય છે આ સ્થળે એકત્ર થયેલી મહિલાઓએ સીઝન સમયે ભાવ વધારા સામે આક્રોશ ઠાલવ્યો છે.
ભાવનગર શહેરમાં આવેલ દાણાપીઠ અનાજ બજારના વેપારીઓએ બાર મહિના માટે અનાજ લઈ જતા ગ્રાહકો ભાવ વધારાને કારણે ઓછો માલ લઈ જતા હોવાનું અને કેટલાક નિયમિત ગ્રાહકોએ તો આ વખતે બાર મહિનાની વસ્તુઓ નહીં ભરવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું. અત્યારે બાર મહિનાનું અનાજ અને તેલ ભરવાની સીઝન છે. ઘઉં માં સો કિલોએ રૂપિયા 2200 થી 2800 ભાવ વધીને રૂપિયા 2500 થી 5000 ભાવ થયો છે. એ જ રીતે ચોખા માં ૨૫ રૂપિયા નો વધારો થયો છે. તેલમાં સીંગતેલમાં ડબ્બે રૂ 250 વધી ગયા છે ત્યારે કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 450 વધ્યા છે. એ જ રીતે કઠોળ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે.
હાલમાં મરચાં મસાલા ના ભાવ ભારે વધારો નોંધાયો છે. મરચું ગયા વર્ષે કિલોના રૂપિયા 180 થી 300 ની સામે ચાલુ વર્ષે રૂપિયા 230 થી 550 હળદર ના ૧૫૦ વધીને ભાવ રૂપિયા 200, ધાણાજીરું 130 થી 180 ને ભાવનો ભાવ વધીને 150 થી 300 થયો છે. મસાલા ની સિઝન હોવાથી આ ભાવવધારાથી ગૃહિણીઓનું એ મજબૂરી સાથે ભાવ વધારે દેવા પડે છે. પણ બાર મહિના નો મસાલો સિઝનમાં જ કરવું પડે છે. કેટલાકે 12 મહિનાને બદલે દસ મહિનાની વસ્તુ ભરવાનું નક્કી કર્યું છે. આ વર્ષે મસાલામાં બાર મહિના કાઢવો મુશ્કેલ બની રહેશે, કોરોના કાળ દરમિયાન તમામ ધંધામાં મંદી રહી હતી. જ્યારે નોકરિયાતોને પણ પગાર કાપનો સામનો કરવો પડ્યો હતો, આ સમયે બચત બધાને કામ આવી હતી અને કપરો સમય હેમ ખેમ પસાર થયો હતો, બચત કારોના સ્વાહા કરી ગયો હતો. ત્યારે તમામ વસ્તુઓમાં આવેલો ભાવ વધારો મહિલાઓને દઝાડી રહ્યો છે.
આ પણ વાંચોઃ Surat : વર્ષો જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલવા માટે સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10મી મે સુધી બંધ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો