Ahmedabad: મણિનગર ગાદી સંસ્થાન ખાતે સ્વામિનારાયણ ભગવાનના 242માં પ્રાગ્ટય ઉત્સવની થઈ ઉજવણી

TV9 GUJARATI

|

Updated on: Mar 31, 2023 | 11:49 PM

રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપીને સહજાનંદ સ્વામી નામ આપ્યું હતુ. સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી ,સ્ત્રીઓને ભણાવવી , સમાજમાંથી વ્યસન દૂર કરવાની ઘણી મોટી કામગીરી કરી હતી.

Ahmedabad: મણિનગર ગાદી સંસ્થાન ખાતે સ્વામિનારાયણ ભગવાનના 242માં પ્રાગ્ટય ઉત્સવની થઈ ઉજવણી
Follow us

દેશ વિદેશમાં સ્વામિનારાણ સંપ્રદાયના ઈષ્ટદેવના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના દિવસે ભગવાન સ્વામિનારાયણની જન્મજંયતિ પણ છે તેમના જન્મોત્સવની ઉજવણી અમદાવાદના મણિનગર ગાદી સંસ્થાન ખાતે ધામધૂમથી કરવામાં આવી હતી અને ઈષ્ટદેવ સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ દેશ વિદેશના સ્વામિનારાયણ મંદિરોમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

સ્વામિનારાયણ ભગવાનની 242મી પ્રાગટ્ય જયંતીની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. “સ્વામિનારાયણ” મહામંત્રની અખંડ ધૂન, તથા પ્રાગટ્ય જયંતી પર્વે ઓચ્છવ, આરતી વગેરે કાર્યક્રમો શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રીજિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યા હતા.

 આ પણ વાંચો: Ramnavmi 2023: સ્વામિનારાયણ જયંતિ તેમજ મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામની જન્મજયંતિના ઉપક્રમે એક લાખ ફૂલની સજાવટ, જુઓ જન્મોત્સવની તૈયારીના નયનરમ્ય PHOTO

છપૈયામાં જન્મ્યા હતા ભગવાન સ્વામિનારાયણ

ભગવાન સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં થયો હતો. અને તેઓ બાળપણમાં ઘનશ્યામ તેમજ હરિકૃષ્ણના નામે ઓળખાતા હતા. ત્યાર બાદ તેઓએ ગૃહત્યાગ કર્યો ત્યારે તેઓ નીલકંઠવર્ણી તરીકે ઓળખાયા અને મોટા ભાગનું ભારત ભ્ર્મણ તેમણે પગે ચાલીને કર્યું તેમજ ઉગ્ર તપસ્યા કરી હતી ત્યાર બાદ ગુજરાતના લોજમાં આવીને તેઓ રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને  દીક્ષા આપીને સહજાનંદ સ્વામી નામ આપ્યું હતુ. સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી ,સ્ત્રીઓને ભણાવવી , સમાજમાંથી વ્યસન દૂર કરવાની ઘણી મોટી કામગીરી કરી હતી.

ખાસ કરીને ગુજરાતમાં કાઠિયાવાડમાં  તે સમયે પ્રવર્તતી સામાજિક બદીઓને ભગવાન સ્વામિનારાણેે  દૂર કરી હતી અને  શિક્ષાપત્રી, વચનામૃત ગ્રંથની રચાના કરી હતી અને અનેક લોકોના જીવન સુધારવાનું કામ કર્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati