Ahmedabad: રીક્ષામાં ફરીને મોબાઈલ સ્નેચિંગ કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, કુલ 4.79 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રીક્ષામાં ફરીને મોબાઈલ સ્નેચિંગ કરનાર શખ્સોની ઝોન-7 ડીસીપી સ્કોર્ડએ ધરપકડ કરી છે.

Ahmedabad: રીક્ષામાં ફરીને મોબાઈલ સ્નેચિંગ કરનાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા, કુલ 4.79 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત
ફોટો - આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 28, 2022 | 5:16 PM

Ahmedabad: અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રીક્ષામાં ફરીને મોબાઈલ સ્નેચિંગ (Mobile snatching) કરનાર શખ્સોની ઝોન-7 ડીસીપી સ્કોર્ડએ ધરપકડ કરી છે. માત્ર બે મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં તપાસ કરી રહેલી ઝોન 7 ડીસીપી સ્કોર્ડ ટીમને તપાસમાં 58 મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરેલા મળી આવ્યા છે. અને સાથે જ મોબાઈલને ખરીદનારા શખ્સો પણ મળી આવતા પોલીસે અનેક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કોણ છે આરોપીઓ જોઈએ આ અહેવાલમાં.

ઝોન 7 ડીસીપી સ્કોર્ડની ગીરફતમાં આ 5 આરોપીઓ મોબાઈલ ચોરી કરીને વહેચી દેવાના ગુનામાં ઝડપાયા છે. પકડાયેલા આરોપીઓમાં એઝાઝ પઠાણ, મોહંમદ સલીમ શેખ, મોસીન શેખ, મોહમદ રફીક સુથાર અને મુસ્તકીમ રહેમાન સુથાર છે. અમદાવાદનાં પાલડી વિસ્તારમાં રસ્તે જતી મહિલાના મોબાઈલને ખેંચીને રીક્ષામાં આવેલા બે યુવકો ફરાર થઈ ગયા હતા, જેમાં ઝોન સ્કોર્ડએ અલગ અલગ સીસીટીવી તપાસતા શંકાસ્પદ રીક્ષા સાથે બે શખ્સો જેમાં એઝાજ પઠાણ અને સલીમ શેખ મળી આવ્યા હતા. જે બન્ને આરોપીઓ દાણીલીમડા વિસ્તારના રહેવાસી છે, આરોપીઓ રીક્ષામાં અલગ અલગ વિસ્તારમાં ફરીને જ્યાં ભીડ ન હોય ત્યાંથી મોબાઈલ સ્નેચિંગ કરીને ફરાર થઈ જતા હતા.

રીક્ષા સાથે પકડાયેલા બન્ને આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું કે, તેઓ શેરખાન પઠાણ નામનાં આરોપી સાથે શહેરના અલગ વિસ્તારોમાંથી મોબાઈલ સ્નેચિંગ કે ચોરી કરીને તે મોબાઈલ વટવાના મોહસીન નામનાં શખ્સને આપતા હતા અને મોહસીને એક સાથે 8-10 મોબાઈલ ભેગા થાય તો મોડાસામાં મોબાઈલની દુકાન ચલાવતા મોહમદ રફીક અને મુસ્તકીમ રહેમાનનો સંપર્ક કરી તેઓને અમદાવાદ બોલાવી આ મોબાઈલ ફોનનો સોદો કરતો હતો. જે બાદ મોડાસાનાં આરોપીઓ તે મોબાઈલ ઓછી કિંમતમાં ત્યાં વેચી દેતા હતા. આ મામલે એક બાદ એક કડી જોડાતા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરનાર, મોબાઈલ ખરીદનાર અને સોદો કરાવનાર તમામની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ઝોન -7 ડીસીપી સ્કોર્ડએ આરોપીઓ પાસેથી 58 જેટલા મોબાઈલ કબ્જે કર્યાં છે, તેમજ રીક્ષા સહિત કુલ 4.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કબ્જે કરાયેલા મોબાઈલમાં 8-10 હજારની કિંમતનાં મોબાઈલથી લઈને દોઢ લાખની કિંમતનો મોબાઈલ પણ જપ્ત કરાયો છે. આરોપીઓ છેલ્લાં 5 મહિનામાં આ મોબાઈલ ચોરી અથવા સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી છે. હાલ તો વાસણા, પાલડી, કાગડાપીઠ અને રાણીપમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉફેલાયો છે. જેમાં થોડા સમય પહેલા પાલડીમાં થયેલી મોબાઈલ ચોરીમાં તો નિવૃત DYSPનો ફોન આરોપીઓએ ચોરી કર્યો હોવાનુ ખુલ્યું છે. તેવામાં હવે પોલીસે મળી આવેલા તમામ મોબાઈલ ફોનના IMEI નંબરના આધારે માલિકનો સંપર્ક કરી ગુનો નોંધાવાય તે પ્રકારની તજવીજ હાથ ધરી.

g clip-path="url(#clip0_868_265)">