ગુજરાત હાઉસિંગ બોર્ડની બેદરકારીના કારણે અમદાવાદની નારણપુરા મુખ્ય મંત્રી આવાસના મકાન ધારકોને યોગ્ય દસ્તાવેજ ન મળતા ફાયર એનઓસી નહિ લઈ શકતા 4 મહિના પહેલા જ મળેલું પાણી જોડાણ કાપી નાખવામાં આવ્યું હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે. જેના લીધે લોકો આજે બોરનું પાણી પીવા માટે મજબૂર છે. જેમાં છ વર્ષ અગાઉ શહેરના નારણપુરા વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 28 ટાવરમાં ઉભા કરી સરદાર પટેલ નગર બનાવવામાં આવ્યું. જે સરદારપટેલ નગરમાં મહિના પહેલા જ નર્મદાના પાણીના જોડાણ મ્યુનિસિપલ કોર્પોરેશને દ્વારા કરવામાં આવ્યા. જેનાથી સ્થાનિકોને નર્મદાના નીર મળ્યા અને બોરના પાણી થી મુક્તિ મળી.
જો કે તેમની આ ખુશી વધુ સમય ન થઈ અને માત્ર 4 મહિનામા જ ફાયર એન.ઓ.સી. ના અભાવે નર્મદાના પાણી કનેક્શન કાપી નાંખતા સાત હજાર રહીશો બોરનું ક્ષારયુકત પાણી પીવા અને વાપરવા માટે ઉપયોગમાં લેવા લાચાર બન્યા છે. જેને લઈને સ્થાનિકોમાં તંત્રની કામગીરીને લઈને નારાજગી જોવા મળી. તો ગુજરાત હાઉસીંગ બોર્ડ તરફથી ફાયર સિસ્ટમ માટે લગાવવામાં આવેલી નબળી ગુણવત્તાવાળી પાઈપો બદલવા રજૂઆત કરવા છતાં રહીશોને કોઈ પરિણામ મળ્યુ નથી. અને 15 દિવસ કરતા વધુ સમયથી રહીશો નર્મદાના પાણીથી વંચિત બન્યા છે.
નારણપુરા વિસ્તારમાં એપ્રિલ-2017 માં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા 1568 ફલેટ બનાવી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. સરદાર પટેલ નગરના નામે જાણીતી આ આવાસ યોજનાના રહીશના કહેવા પ્રમાણે, 28 ટાવરમાં ૧૪ માળના કુલ મળીને 1568 ફલેટ આવેલા છે.
જે સમયે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી તે સમયે જ ફાયર સિસ્ટમ માટે લગાવવામાં આવેલી પાઈપ હલકી ગુણવત્તાવાળી અને લીકેજીસની સમસ્યા ધરાવતી હતી. હાઉસીંગ બોર્ડને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાયા બાદ પણ આ પાઈપ બદલવામા આવી નથી.
તો 4 મહિના પહેલા જ નર્મદાના પાણીના નવા કનેકશન શરૂ કરાયા. અને તેવામાં 23 જાન્યુઆરી-2023 ના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાઈકોર્ટના આદેશનો અમલ કરી ફાયર સિસ્ટમ વર્કીંગ કન્ડીશનમાં ના હોવાથી એન.ઓ.સી.મળી શકે એમ ના હોવાનુ કહી સરદાર પટેલ નગરને નર્મદાનુ પાણી આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવેલા પાણીના ત્રણ કનેકશન કાપી નાંખવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વસાહતમાં રહેતા સાત હજાર રહીશોને ઓકટોબર-2022 માં પાણીના ત્રણ કનેકશન આપ્યા હતા. જે માત્ર ચાર મહિનામાં જ ગુજરાત હાઉસીંગ બોર્ડની બેદરકારીના કારણે મ્યુનિ. તંત્રે કાપી નાંખ્યા હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ખુટતા પાર્કીંગ માટે બ્લોક-એ-સી અને એ-ડીના નીચે બેઝમેન્ટમાં પાર્કીંગ બનાવાયુ છે. આ પાર્કીંગને પાર્ટીશન કરી રહીશોને આપવામા આવતુ ના હોવાથી રહીશોમાં તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ જોવા મળી રહયો છે. સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા એનઓસી લેવા માટેના દસ્તાવેજો નહિ આપતા એનઓસી લેવા ઇચ્છુક રહીશો એનઓસી નથી લઈ શકતા. જેને લઈને સ્થાનિકોએ યોગ્ય નિકાલ લાવવા માંગ કરી છે.
એવું નથી કે શહેરમાં આ એક માત્ર સ્કીમ છે કે જ્યાં ફાયર એનઓસીના અભાવે પાણી કનેકશન કપાયા છે. પણ આ સ્કીમ સાથે શહેરમાં ટોટલ 59 સ્કીમમાં 271 ટાવરને નોટિસ આપવા છતાં ફાયર એનઓસી નહિ લેતા કાર્યવાહી કરાઈ. જેમાં છેલ્લા 15 દિવસમાં શહેરમાં 20 સ્કીમના 77 ટાવર ના પાણી કનેક્શન કાપી નખાયા. તો 7 સ્કીમ ના 12 ટાવર એવા હતા કે જ્યાં પાણી કનેકશન જ ન હતા. જે કાર્યવાહી બાર ફાયર noc લેવા એપ્લિકેશન આવવા લાગી.
જેમાં 2 સ્કીમ જેમાં 4 ટાવર noc મેળવી. જોકે અન્યએ ફાયે noc બાબતે કોઈ કાર્યવાહી કરી નથી. જેથી જો આવી સ્કીમ ફાયર noc માટે કોઈ કાર્યવાહી નહિ કરે તો તેની સામે ફાયર બ્રિગેડે વિભાગે ફોજદારી ગુનો દાખલ કરવા સુધી તૈયારી દર્શાવી છે
ફાયર વિભાગ દ્વારા આપવામાં આવેલા લિસ્ટમાં સૌથી વધુ શાસ્ત્રીનગરમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાન અને હાથીજનમાં આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં પાણી કનેક્શન કપાયા છે. તે સિવાય ખાનગી ઇમારતોમાં પણ ફાયર noc નહિ લેતા પાણી કનેક્શન કપાયા છે. જેના કારણે સ્થાનિકો મોટા ભાગે પાણી બોરના ખારા પાણી પર જીવવા મજબુર બન્યા છે. જોકે બીજી તરફ 15 દિવસમાં જે કાર્યવાહી કરાઈ તેની સામે લોકો પણ ફાયર noc લેવા ની પ્રક્રિયામાં ઓછો રસ દાખવતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો : Gujarati Video : સીએમના ઉર્જા બચાવવા આહ્વાન બાદ પણ બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય