Gujarati Video : સીએમના ઉર્જા બચાવવા આહ્વાન બાદ પણ બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય

Gujarati Video : સીએમના ઉર્જા બચાવવા આહ્વાન બાદ પણ બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં વીજળીનો બેફામ વ્યય

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2023 | 5:32 PM

બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં પણ સીએમના ઊર્જા બચાવવાના આહ્વાનની કોઇ અસર થઇ હોય તેવું નથી લાગી રહ્યું. પાલનપુરની મોટાભાગની સરકારી કચેરીમાં વીજળીનો દુર્વ્યય થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર ન હોવા છતાં મોટાભાગની ટ્યૂબલાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા

બનાસકાંઠાની સરકારી કચેરીઓમાં પણ સીએમના ઊર્જા બચાવવાના આહ્વાનની કોઇ અસર થઇ હોય તેવું નથી લાગી રહ્યું. પાલનપુરની મોટાભાગની સરકારી કચેરીમાં વીજળીનો દુર્વ્યય થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ હાજર ન હોવા છતાં મોટાભાગની ટ્યૂબલાઇટ અને પંખા ચાલુ જોવા મળ્યા. જેમાં ફરજ પરના કર્મચારીઓ સાફ-સફાઇને કરાણે વીજ ઉપકરણો ચાલુ હોવાનું રટણ કરી રહ્યા છે. પરંતુ કચેરીમાં કોઇ જ હાજર ન હોય ત્યારે આ પ્રકારે કારણ વગર લાઇટ અને પંખા ચાલુ રાખવાની ઊર્જાનો વેડફાટ થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીજળી બચાવવા અનુકરણીય પહેલ કરી છે.અજવાળું હોય ત્યાં સુધી CM કાર્યાલયમાં લાઈટ શરૂ નહીં કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે..CM કાર્યાલયમાં લાઈટ જાતે ચાલુ-બંધ કરવા નિર્ણય લેવાયો છે.અજવાળું હોય ત્યાં સુધી લાઈટ ચાલુ ન કરવા સૂચના આપવામાં આવી છે.એન્ટી રૂમના વીજ ઉપકરણો જાતે ચાલુ-બંધ કરવા પડશે. મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રીએ આ સૂચનાનું પાલન કરવા સાથી પ્રધાનોને પણ જણાવ્યું છે.

આ ઉપરાંત, વડોદરાની સરકારી કચેરીઓમાં પણ વીજળીનો વેડફાટ જોવા મળ્યો.કુબેર ભવન સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગના કાર્યપાલક ઇજનેરની કચેરીમાં લાઇટ અને પંખો ચાલુ જોવા મળ્યા આખી ઓફિસના તમામ ટેબલ ખાલી હતા.બારીઓ ખુલ્લી  હતી પૂરતો પ્રકાશ આવી રહ્યો હતો છતાં પણ તમામ લાઇટ ચાલુ રાખવામાં આવી. ટીવી નાઇનની ટીમે ખાલીખમ કચેરીમાં લાઇટ અને પંખા ચાલુ રાખવા મુદ્દે સવાલ કર્યો તો ઉપસ્થિત સ્ટાફે  અલગ અલગ  બહાના બતાવ્યા હતા,

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 9 જેટલા પાર્કિંગ પર પ્રતિબંધ, દર્દીઓની હાલાકીમાં વધારો

Published on: Feb 09, 2023 05:27 PM
g clip-path="url(#clip0_868_265)">