Ahmedabad : સિવિલ હોસ્પિટલ જીનેટિક ઓપીડી સેવા શરૂ કરનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ

|

Jul 09, 2023 | 10:38 PM

આ જીનેટિક ક્લિનિક આવા કેન્સરને દર્દીના કુટુંબમાં આગળ વધતું અટકાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આવા કોઈ પણ દર્દી જ્યારે ડિટેક્ટ થાય ત્યારે તેના પરિવારમાં ભાઈ-બહેન અથવા પેરેન્ટ્સને કોઈ જીનેટિક ડિસઓર્ડર છે કે નહીં એના માટેનું કન્સલ્ટિંગ ત્યાં કરી શકાશે

Ahmedabad : સિવિલ હોસ્પિટલ જીનેટિક ઓપીડી સેવા શરૂ કરનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ
Ahmedabad Civil Hospital Genetic Opd

Follow us on

Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ(Civil Hospital)દ્વારા જીનેટિક ઓપીડી(Genetic OPD)સેવા શરૂ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં જીનેટિક સેવા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમગ્ર રાજ્યની પ્રથમ હોસ્પિટલ છે. જીનેટિક તકલીફ ઘરાવતા અને ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવવા દર્દીઓ અઠવાડિયામાં દર મંગળવારે અને શુક્રવારે સવારે 9:00થી 12:00 વાગ્યા સુધીમાં 1200 બેડ હોસ્પિટલ ખાતે લાભ મેળવી શકશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર સરકારી હોસ્પિટલ

સમગ્ર દેશમાં ત્રણ કે ચાર નામાંકિત યુનિવર્સિટીઓને બાદ કરતા આ પ્રકારની સુવિધા કદાચ અન્ય ક્યાંય ઉપલબ્ધ નથી, તેમ સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જોષીએ જણાવ્યું છે. વધુમાં રાજ્યમાં આ પ્રકારની સુવિધા શરૂ કરનારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ એકમાત્ર સરકારી હોસ્પિટલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. વર્ષ ૨૦૧૪ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કૉલેજ સાથે જોડાયેલ ડૉ. અલ્પેશ પટેલના પ્રયાસો અને સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીના નેતૃત્વમાં આ પહેલ હાથ ધરાઇ છે.

આ સેવાનો લાભ હજારોની સંખ્યામાં દર્દીઓ મેળવી શકશે

સિવિલ હોસ્પિટલની આ સેવાનો લાભ હજારોની સંખ્યામાં દર્દીઓ મેળવી શકશે એટલું જ નહીં આ ઓપીડીમાં એવા દર્દીઓ આવી શકે જેઓ જીનેટિક રોગથી પીડાતા હોય. ખાસ કરીને ન્યુરો સર્જિકલ અથવા ન્યુરોમેડિકલ દર્દીઓ કે જેમને લકવો હોય, મેન્ટલ રીટાર્ડેશન હોય અથવા જેમને ખેંચ આવતી હોય, હૃદય રોગથી પીડિત દર્દીઓ

Carrot Juice : વિટામીન A થી છે ભરપૂર, ગાજરનું જ્યૂસ તમારી વધારશે સ્ટેમિના
Vastu Tips : બાથરુમનો દરવાજો ખુલ્લો રાખવો જોઈએ કે નહીં ?
આજનું રાશિફળ તારીખ : 04-12-2024
લગ્નના 3 વર્ષ બાદ અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો , જુઓ ફોટો
Coconut Water benifits : શિયાળામાં નારિયેળ પાણી પીવાના છે અઢળક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 03-12-2024

કંજેનેટલ એડ્રીનલ હાઇપર પ્લેજિયા અથવા ડિસેમિનેશન ઓફ સેક્સ એટલે કે ઇન્ટરસેક્સથી પીડાતા દર્દીઓ અથવા મેટાબોલિક ડિસઓર્ડર્સ જેમાં દર્દીને વીકનેસ અથવા એવું કહી શકાય કે કોઈ પણ જાતની તકલીફ હોય જેનું કારણ મેટાબોલિક ડિસઓર્ડર્સ જેમાં ખાસ કરીને વિટામિનની ખામી હોય એવા દર્દીઓને આ ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવવા ડૉ. જોષીએ જણાવ્યું છે.

કુટુંબમાં પણ અન્ય સભ્યોમાં પણ કેન્સરના કિસ્સાઓ જોવા મળે

પીડિયાટ્રિક મેડિસિન અને ન્યુરો મેડિસિનમાં આવતા દર્દીઓ જે લોકો જીનેટિક રોગોથી પીડાતા હોય અથવા કંજનાટલ હાર્ટ ડીસીસથી પીડાતા હોય એવા વ્યક્તિઓ એના પરિવારજનો આ ઓપીડીનો લાભ લઈ શકશે . જેના પરિણામે જન્મતા બાળકો માં જીનેટિક રોગ થવાની સંભાવનાઓ ઘટાડી શકાશે.
આ ઉપરાંત કેન્સરના એવા દર્દીઓ કે જેમના કુટુંબમાં પણ અન્ય સભ્યોમાં પણ કેન્સરના કિસ્સાઓ જોવા મળે છે.

તેમના માટે પણ આ જીનેટિક ક્લિનિક આવા કેન્સરને દર્દીના કુટુંબમાં આગળ વધતું અટકાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આવા કોઈ પણ દર્દી જ્યારે ડિટેક્ટ થાય ત્યારે તેના પરિવારમાં ભાઈ-બહેન અથવા પેરેન્ટ્સને કોઈ જીનેટિક ડિસઓર્ડર છે કે નહીં એના માટેનું કન્સલ્ટિંગ ત્યાં કરી શકાશે અને આવા જીનેટિક રોગોને આવનારી પેઢીમાં જતા અટકાવવામાં આ ક્લિનિક સિંહ ફાળો આપશે.

નવજાત બાળકોને જીનેટિક રોગમાં સમય રહેતા તાત્કાલિક સારી સારવાર

વારસાગત રીતે પેઢી દર પેઢી જીનેટિક રોગનું નિદાન કુટુંબમાં આગળ પ્રસરતો અટકાવવામાં મદદરૂપ થઈ શકશે જાણકારી ના અભાવે લોકો સારવાર કરાવતા નથી અને એટલા માટે જ આ માહિતી સમય પર સારવાર અને સભાનતા કેળવાય તો કેટલેક અંશે અટકાવી શકાય છે સગર્ભાવસ્થાના પ્રાથમિક તબક્કે આવા રોગોનું નિદાન કરાય તો મોટાભાગનાં નવજાત બાળકોને જીનેટિક રોગમાં સમય રહેતા તાત્કાલિક સારી સારવાર આપી શકાય.

ડાઉન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, લ્યુકેમિયા જેવા વિવિધ પ્રકારના કેન્સરથી પીડાતાં દર્દીઓમાં જીનેટિક ડિસઓર્ડર હોવાની શક્યતા ખૂબ વધારે રહેલી હોય છે યોગ્ય સમયે તેની જાણકારી સભાનતા અને સારવાર ખૂબ જ જરૂરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:33 pm, Sun, 9 July 23

Next Article