Gujarat Rain Video: ગોંડલમાં ST બસ અને ખાનગી બસ અંડરબ્રિઝના પાણીમાં ફસાઈ, મુસાફરોને ફાયર ટીમે બહાર નિકાળ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 9:29 PM

Rajkot Rain: રાજકોટ જિલ્લામાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોટા ભાગના તાલુકામા વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. જેને લઈ અંડરબ્રિઝમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

 

રાજકોટ જિલ્લામાં છેલ્લા ચોવિસ કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જિલ્લામાં મોટા ભાગના તાલુકામા વરસાદી વાતાવરણ સર્જાયુ હતુ. ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક અંડર બ્રિઝમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા હતા. આવી જ રીતે અંડરબ્રિઝમાં પાણી ભરાઈ જવાને લઈ એસટી બસ અને ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. અંડર બ્રિઝના પાણીમાં એસટી બસ સહિત ખાનગી વાહનો પણ પાણીમાં ફસાયા હતા.

મુસાફરોને માંડ માંડ બહાર નિકાળવામાં આવ્યા હતા. જોકે ત્યાં લગી મુસાફરોના જીવ તાળવે ચોંટવા જેવી સ્થિતીમાં હતા. મુસાફરોને સ્થાનિકોએ મહા મહેનત બહાર નિકાળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમો પણ આવી પહોંચતા મુસાફરોને બહાર નિકાળવામાં આવ્યા હતા. સામાન્ય વરસાદમાં પણ અંડર બ્રિઝમાં પાણી ભરાઈ જવાને લઈ સ્થાનિક વાહનચાલકો પરેશાન થઈ જતા હોય છે. શનિવાર અને રવિવારે જિલ્લામાં વરસાદને લઈ અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

 

આ પણ વાંચોઃ  Praful Patel: એક નહીં બે પ્રફુલ પટેલ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં, શુ તમે જાણો છો બંને દિગ્ગજ ગુજરાતીઓનુ હિંમતનગર ક્નેક્શન !

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">