AHMEDABAD : SVP હોસ્પિટલમાંથી  500થી વધારે કર્મચારીઓને એક સાથે છુટા કરી દેવાયા, જાણો શું છે કારણ

AHMEDABAD : SVP હોસ્પિટલમાંથી 500થી વધારે કર્મચારીઓને એક સાથે છુટા કરી દેવાયા, જાણો શું છે કારણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 7:02 PM

સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ હાલ હોસ્પિટલમાં વધારે દર્દીઓ દાખલ થતા ન હતા, જેની સામે SVP ને ખર્ચ પોસાય તેમ ન હતો.

AHMEDABAD : અમદાવાદ શહેરની SVP હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે…હોસ્પિટલ સત્તાધીશોના એક નિર્ણયથી અનેક લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે…500થી વધુ સ્ટાફને કોઈપણ નોટિસ વગર છૂટા કરાયા છે…આ તમામ લોકોને ઈમેલ દ્વારા માહિતી આપવી છે…નોટિસ વગર ઈમેલ મોકલાતા સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેને લઈને ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે…જો તમામ સ્ટાફને નોકરીમાં પાછા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું.

SVP હોસ્પિટલમાંથી છુટા કરવામાં આવેલા આ એ જ કમર્ચારીઓ છે જે કોરોના વખતે કામ કરતા હતા. બીજી એ પણ વાત છે કે SVP હોસ્પિટલમાં અનેક કર્મચારીઓની ભરતી અગાઉ કરી દેવામાં આવી હતી. પરંતુ દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી રહેતી હતી અને આ કારણે ખર્ચ વધુ આવતો હોવાની પણ બાબત સામે આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ હાલ હોસ્પિટલમાં વધારે દર્દીઓ દાખલ થતા ન હતા, જેની સામે SVP ને ખર્ચ પોસાય તેમ ન હતો. ખર્ચમાં એટલા અંશે ઘટાડો કરવામાં આવી રહ્યો હતો કે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા AC પણ બંધ કરી દેવામાં આવતા હતા. એટલે મહદઅંશે ખર્ચ ઓછો થાય અને જરૂર વગરના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનું આરોગ્ય ક્ષેત્રે વધુ એક પગલું, રાજ્યમાં આજથી નિરામય ગુજરાત આરોગ્ય યોજનાની શરૂઆત થઇ

આ પણ વાંચો : અમદાવાદઃ ફરી કોરોનાનો કહેર ? 20 ફ્લેટના 85 લોકોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Published on: Nov 12, 2021 07:02 PM
g clip-path="url(#clip0_868_265)">