અમદાવાદ: ચાંદખેડામાં ઉમાભાવ થી IOC અંડરપાસને જોડતો રોડ 4 મહિનાથી ખોદી નાખ્યા બાદ તંત્ર રોડ બનાવવાનું જ ભૂલી ગયુ- Video

|

Sep 01, 2024 | 4:20 PM

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઉમાભાવ અન્ડરપાસથી IOC અંડરપાસને જોડતો રોડ છેલ્લા 4 મહિનાથી ખોદી નાખવામાં આવ્યો છે.પહેલા નર્મદાની પાઈપલાઈન માટે રોડ પર ખોદકામ કરવામાં આવ્યુ ત્યારબાદ અંડરપાસ બનાવવા માટે રોડને ખોદી નાખવામાં આવ્યો અને 4 મહિનાથી આ રોડ આ જ સ્થિતિમાં છે જેના કારણે સ્થાનિકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લોકોના હાલ-બેહાલ છે. ઉમા ભાવની અંડરપાસથી IOC અંડરપાસને જોડતા રસ્તાને ખોદી નાંખવામાં આવ્યો છે. નર્મદાની પાઇપલાઇન માટે રોડનું ખોદખામ તો કરી નાંખ્યું પરંતુ તંત્ર જાણે રોડનું સમારકામ કરવાનું ભૂલી ગયું હોય તેમ 4 મહિનાથી રોડની હાલત એવી જ છે. બીજી તરફ આઈઓસી પાસે અંડર પાસ બની રહ્યો હોવાથી રોડ બંધ પણ કરવામાં આવતા નાકોડા સોસાયટી, ગ્રીન પાર્ક, માહિપાલનગર, જ્ઞાનેશ્વરપાર્ક, પ્રમુખ સોસાયટી સહિતની 20 જેટલી સોસાયટીના રહીશોએ ફરીને જવાની નોબત આવી છે. મનપા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવારની રજૂઆત બાદ પણ રસ્તો તૈયાર નથી થયો. સ્થાનિકોને ઓફિસ જવા-આવવા તેમજ બાળકોને શાળાએ મુકવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકો નર્કાગારની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. રહીશોનુ કહેવુ છે કે પહેલા નર્મદાની લાઈન નાખવા માટે રસ્તા પર ખોદકામ કરી દેવાયુ. ત્યારબાદ રોડની વચ્ચોવચ્ચ અંડર પાસ બનાવવા માટે ખોદકામ કરી દેવામાં આવ્યુ. સ્થાનિકોએ ચોમાસા બાદ લાઈન નાખવા માટેની અનેક રજૂઆત કરી પરંતુ તંત્રના અધિકારીઓ ધરાર માન્યા નહીં. હાલ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા છે, રોડનું તો નામોનિશાન બચ્યુ નથી. તંત્રની અણઘડ કામગીરીનો આનાથી મોટો વરવો પુરાવો બીજો શું હોઈ શકે તેવુ સ્થાનિકો જણાવી રહ્યા છે. તંત્રની આ પ્રકારની આયોજન વિનાની રેઢિયાળ કામગીરીને કારણે સ્થાનિકો ઘૂંટણસમા પાણીમાં હેરાનગતિ ભોગવવા મજબુર બન્યા છે.

મનપાની આયોજન વિનાની કામગીરીના કારણે 20 થી વધુ સોસાયટીના રહીશો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે. હાલ વરસાદે વિરામ લીધાના 4 દિવસ બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ છે. લોકોને ફરીને જવાની ફરજ પડી રહી છે. 4-4 મહિનાથી સ્થાનિકો પારાવાર હાલાકી વેઠી રહ્યા છે પરંતુ નિંભર બની ગયેલા તંત્રના સત્તાધિશોને તેમની સમસ્યાની કંઈ પડી નથી. નાગરિકોને માત્ર વોટબેંક સમજતા સત્તાધિશો અહીંથી એકવાર પસાર થાય તો આ લોકોની પીડાનો અંદાજ આવે. હજુ પાણીના નિકાલની તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિકોની એક જ માગ છે કે તેમની સમસ્યાનુ તાત્કાલિક નિરાકરણ આવે.

એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
Green Spinach : ગ્રીન પાલક પોષક તત્વોનો છે ખજાનો, જાણો કેટલા હોય છે વિટામીન
રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ
આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article