Ahmedabad : પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરામાં ઊતર્યો પ્રેમી, ઝાડ પરથી પગ લપસતા યુવક પટકાયો, જુઓ Video
અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં એક એવી ઘટના બની છે, જેમાં 26 વર્ષીય યુવક વાઘના પાંજરામાં ઉતરી ગયો. આ યુવક મૂળ ઉત્તરપ્રદેશનો નિવાસી છે અને હાલમાં તે રખિયાલમાં રહે છે, પ્રેમની પાગલપંતીમાં તે પાંજરામાં જ ઉતરી ગયો.

પ્રેમમાં પાગલ બનેલા પ્રેમીએ તેની પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા વાઘ સામે જ બાથ ભીડવાનું જાણે નક્કી કરી લીધુ. અમદાવાદમાં કાંકરિયામાં આવેલા ઝૂમાં આ પ્રેમી વાઘના પાંજરમાં ઉતરી ગયો હતો. જો કે તેનું આ કારસ્તાન તેને ભારે પડ્યુ છે. પાંજરામાં જે ઝાડ પર તે ચઢ્યો હતો. તેના પરથી પગ લપસતા તે પટકાયો હતો. જો કે વાઘનો શિકાર બનતા તે માંડ માડ બચ્યો છે.
અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં એક એવી ઘટના બની છે, જેમાં 26 વર્ષીય યુવક વાઘના પાંજરામાં ઉતરી ગયો. આ યુવક મૂળ ઉત્તરપ્રદેશનો નિવાસી છે અને હાલમાં તે રખિયાલમાં રહે છે, પ્રેમની પાગલપંતીમાં તે પાંજરામાં જ ઉતરી ગયો.
વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે યુવક પોતાની પ્રેમિકા પર વટ પાડવા માટે વાઘના પાંજરાની જાળી પર ચઢી જાય છે અને તેના સહારે પાંજરાની અંદર રહેલા ઝાડ પર ચઢી જાય છે. આ જોઇને વાઘ પણ તેનો શિકાર સામે ચાલીને આવ્યો હોય તેવુ લાગે છે. વાઘ પણ શિકાર પર તરાપ મારવા તૈયાર હોય તેવુ જોવા મળી રહ્યુ છે. એક સમયે તો યુવકનો પગ પણ થોડો લપસી ગયો હતો તેવુ વીડિયોમાં જોવા મળી રહ્યુ છે.

ઘટના એવી બની હતી કે, યુવકે ઝાડ પરથી પાંજરાની રેલિંગ સુધી કુદી જવાનું નક્કી કર્યું. પાંજરાની રેલિંગ પર પગ લપસતાં, તે પાંજરામાં પડી ગયો. જો કે આ સમયે, સંગ્રહાલયના કર્મચારીઓએ તરત જ સમયસર કામગીરી કરી અને યુવકને બચાવી લીધો હતો. તેઓએ યુવકને બચાવવાની સાથે પરિસ્થિતિને કાબૂમાં કરી, જેથી તેની જીવલેણ સ્થિતિ ટાળી શકાઇ.
આ ઘટના પછી, મણિનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે તેને ઝડપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનું છે કે આવી ઘટનાઓ પરિસ્થિતિ અને ચિંતાનો વિષય બની છે, કારણ કે સંગ્રહાલયમાં આવું જોખમ જન્મવું એ જાનહાનીનું કારણ બની શકે છે.