Ahmedabad : 75 સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્યની ઉજવણી કરતું પુસ્તક સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો લોન્ચ કરાયું

|

Jul 29, 2022 | 10:48 AM

કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, 75 વર્ષમાં કોઈએ આ બાબતે ધ્યાન જ નથી આપ્યું. અન્ય દેશમાં આવું કઈ નથી પણ અહીં આવું કેમ. 75 વીર(Freedom Fighter) અને વિરાનગનાએ જે કર્યું તે વેડફવા નહિ દઈએ જે પીએમ કરી રહ્યા છે તેમાં સપોર્ટ કરીશું.

Ahmedabad : 75 સ્વાતંત્ર્ય સેનાનીઓના શૌર્યની ઉજવણી કરતું પુસ્તક સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો લોન્ચ કરાયું
Ahmedabad 75 heroes of freedom struggle Book launched

Follow us on

અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના (Azadi Ka Amrut Mahotsav)  ભાગરૂપે શનિવારે હિન્દુ આધ્યાત્મિક અને સેવા ફાઉન્ડેશન (એચએસએસએફ) અને ઇનિશિયેટિવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેનિંગ ફાઉન્ડેશન (આઇએમસીટીએફ) દ્વારા 75 સ્વાતંત્ર્ય સેનાનીઓના (Freedom Fighter)  શૌર્યની ઉજવણી કરતા પુસ્તકનું વિમોચન(Book Launch)  કરવામાં આવ્યું હતું. સ્વાધીનતા સંગ્રામના 75 શૂરવીરો શીર્ષક ધરાવતું આ પુસ્તક 75 સ્વાતંત્ર્ય સેનાનીઓની વીરતાની ઉજવણી કરે છે. અને દેશ માટે તેમના દ્વારા આપવામાં આવેલા બલિદાન ની કથાને રજૂ કરે છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં પુસ્તકના વિમોચન સમારંભમાં કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને ખાસ મહેમાન તરીકે ગુજરાતના એરફોર્સ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ એર માર્શલ કોમોડોર ધર્મવીર ઉપસ્થિત રહ્યા હતા.આ પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન મીનાક્ષી લેખીએ 1947 ના સમયની વાત કરી ઇતિહાસ સૌને અને ખાસ કરીને નવી પેઢીને યાદ રહેવો જોઈએ. શૂરવીરોના બલિદાન યાદ રહેવા જોઈએ તેમ જણાવી નવી પેઢીને અભ્યાસમાં આ વિષય ભણાવવાની વાત કરી. એટલું જ નહીં પણ આ કાર્યક્રમ દરમિયાન મીનાક્ષી લેખીએ સરકારી યોજના અને

મીનાક્ષી લેખીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે, 75 વર્ષમાં કોઈએ આ બાબતે ધ્યાન જ નથી આપ્યું. અન્ય દેશમાં આવું કઈ નથી પણ અહીં આવું કેમ. 75 વીર અને વિરાનગનાએ જે કર્યું તે વેડફવા નહિ દઈએ જે પીએમ કરી રહ્યા છે તેમાં સપોર્ટ કરીશું. કોરોનામાં ઘણું બધું શીખવા મળ્યું કે શું ચાલશે કે શુ નહી. ભારત માતાની આપણે સેવા કરીએ. તેમજ આગામી પેઢી ને ઇતિહાસ ભણાવીએ જેથી નવી પેઢીને તેઓ જનતા થાય કેમ કે તેઓએ જ આગળ જતા દેશ ચલાવવાનો છે. 400 વર્ષ પહેલાં મહિલાઓ વિરંગનાઓ હતી. તો આજે કેમ મહિલાઓએ આ સંઘર્ષ કરવો પડે છે. ઇતિહાસ લોકોને ખબર હોવો જોઈએ. કેમ લોકોને ઇતિહાસ ખબર નથી.  લોકોને કેમ અભ્યાસમાં ઇતિહાસ ભણાવવા નથી આવતો. ઇતિહાસ દરેકને જાણવો જોઈએ તો મહાન વ્યક્તિ વિશે લોકો જાણી મહાન કાર્ય કરી શકે.

આજનું રાશિફળ તારીખ : 30-11-2024
પુષ્પા 2 પછી અલ્લુ અર્જુન કરશે આ પહેલું કામ !
કામની વાત : વિદેશમાં વિઝા-ફ્રી એન્ટ્રી, વિઝા ઓન અરાઈવલ અને ઈ-વિઝા વચ્ચે શું છે તફાવત ?
દ્વારકાના ફરવાલાયક 9 સ્થળો, સાતમુ સૌનું ફેવરિટ, જુઓ Photos
Video : એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાએ ક્રિકેટર શ્રેયસ અય્યરને કહ્યું Sorry, જાણો કારણ
ખુશખબર : અમદાવાદના SG Highway નજીક બનશે અનોખુ Lotus Park, જુઓ Photos

તો સાથે જ અગ્નિપથને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું કે અન્ય વિદેશી દેશોમાં ફરજિયાત સ્કૂલ પછી બાળકોને આર્મીમાં કામ કરવાનું હોય છે. જોકે અહીં  સરકાર જે કરે છે. તેમાં પગાર અને 22 લાખ કોણ આપે છે. જે લોકો આર્મી માંથી અન્ય જગ્યા પર કામ કરે તેઓની રહેણીકરણી અલગ હોય છે. ધોરણ 12 પછી સરકાર ફરજિયાત અગ્નિપથ યોજના લાવી શક્તિ હોત. પણ તેમ નથી કર્યું.

જેની સાથે વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે જે લોકો કોરોનાને લઈને અફવા ફેલાવતા તે લોકો હાલ અગ્નિપથ ને લઈને અફવા ફેલાવી રહ્યા છે. પીએમ એ શૌચાલય બનાવવા પડે જે પહેલા પણ થઈ શકતું હતું. દિલ્હીમાં નાનું વાવાઝોડું આવ્યું હતું. દિલ્હી અસ્ત વ્યસ્ત થઈ ત્યાર કોઈને ખ્યાલ નહિ કે ઝાડ હટાવવું જોઈએ. આર્મી અને સામાન્ય લોકોના રહેણી કરનીમાં ફરક હોય છે. લડાઇ માહોલ રહે એ જરૂરી નહિ પણ આપદાનો  સમય હોય ત્યારે વ્યક્તિ તાલીમ બંધ હોય તો મદદ મળી શકે.

કવિ અને પુસ્તક વિમોચન સમારંભની ગાઇડન્સ કમિટીના પ્રમુખ ભાગ્યેશ ઝાએ જણાવ્યું હતું કે, “ભારતને માનવ સભ્યતાનું પારણું માનવામાં આવે છે. અને તેણે વર્તમાન વિશ્વમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવી પડશે. આપણે આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ જે આપણા સૌ માટે ગર્વની વાત છે. આ પુસ્તક દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવાનો એક નમ્ર પ્રયાસ છે.

તેમાંના ઘણાંને હજી સુધી ઇતિહાસના પુસ્તકોમાં યોગ્ય માન્યતા મળી નથી”. નાગરિકોમાં દેશભક્તિના બીજ વાવવા એ HSSF અને IMCTFના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. આ બંને સંસ્થાઓ 15 જૂનથી 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં આઝાદીના ઉત્સવની ઉજવણી કરી રહી છે.

Published On - 11:42 pm, Sat, 9 July 22

Next Article