Ahmedabad : ટ્રેન અકસ્માત અટકાવવા અમદાવાદ મંડળ પર રનિંગ સ્ટાફના પરિવારજનો સાથે સેફ્ટી સેમિનારનું કરાયુ આયોજન

અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તા જણાવ્યું હતું કે રેલવેની કામગીરીમાં લોકો પાઇલટ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનો પરિવાર બેવડી ભૂમિકા ભજવે છે. લોકો પાઈલટની સાવચેતી અને સાવચેતીભરી કામગીરીને કારણે ટ્રેનમાં હજારો મુસાફરો નિશ્ચિતપણે આરામ કરે છે અને શાંતિથી ઊંઘે છે.

Ahmedabad : ટ્રેન અકસ્માત અટકાવવા અમદાવાદ મંડળ પર રનિંગ સ્ટાફના પરિવારજનો સાથે સેફ્ટી સેમિનારનું કરાયુ આયોજન
Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 27, 2023 | 9:54 AM

Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના વટવા ખાતે રનિંગ રૂમમાં રનિંગ સ્ટાફના પરિવારજનો સાથે સેફ્ટી ફેમિલી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મંડળ રેલવે પ્રવક્તા જણાવ્યું હતું કે રેલવેની કામગીરીમાં લોકો પાઇલટ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેનો પરિવાર બેવડી ભૂમિકા ભજવે છે. લોકો પાઈલટની સાવચેતી અને સાવચેતીભરી કામગીરીને કારણે ટ્રેનમાં હજારો મુસાફરો નિશ્ચિતપણે આરામ કરે છે અને શાંતિથી ઊંઘે છે.

આ પણ વાંચો : Ahmedabad: ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના, અમદાવાદ ટ્રાફિક JCP એ કહ્યુ-તપાસ પૂર્ણતાના આરે, જુઓ Video3

ઉલ્લેખનીય છે કે અમદાવાદ મંડળમાં ટ્રેક ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશનનું કામ ચાલી રહ્યું છે અને ટ્રેનોની સ્પીડમાં વધારો થયો છે. જેના કારણે રેલવેની સાથે લોકો પાયલોટની જવાબદારી પણ વધી ગઈ છે.

ભારત છોડો... પાકિસ્તાનમાં પણ વાગ્યો મુકેશ અંબાણીનો ડંકો, જાણો કારણ
Ghee and Milk : ગરમ દૂધમાં દેશી ઘી નાખીને પીવાથી જાણો શું થાય છે?
ભારતરત્નથી સન્માનિત લોકોને કેટલા રૂપિયા મળે છે?
લીંબુ અને હળદરનું પાણી પીવાથી થશે અનેક લાભ, જાણો
Jaggery : ગોળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? અહીંયા જાણો
GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો

ટ્રેન ચલાવતી વખતે એકાગ્રતા જાળવવાની સાથે લોકો પાયલોટ અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ માટે તણાવમુક્ત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રનિંગ સ્ટાફના ટેન્શનને કારણે એકાગ્રતામાં ખલેલ પડવાને કારણે ટ્રેન અકસ્માત અને SPAD (સિગ્નલ પાસિંગ એટ ડેન્જર) થવાની પ્રબળ સંભાવના છે. તેના નિવારણમાં રનિંગ સ્ટાફના પરિવારનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે.

રેલવેના અધિકારીએ માર્ગદર્શન પૂરું પાડ્યું

આ સેફ્ટી ફેમિલી સેમિનાર દ્વારા રનિંગ સ્ટાફના ઘરમાં સુખદ વાતાવરણ, જરૂરી સૂચન અને તણાવમુક્ત વાતાવરણ ઉભુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને SPAD અટકાવવા માટેના ઉપાયો અને ફરજ પર હોય ત્યારે રસ સાથે કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રનિંગ સ્ટાફ અને તેમના પરિજનો હાજર રહ્યા. જ્યાં રેલવેના અધિકારીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

તેમજ રેલવે કર્મચારી અને તેમના પરિવારનો ઉત્સાહ પણ વધાર્યો હતો. જેથી રેલવે સ્ટાફ અને તેમના પરિવારને તનાવમુક્ત અને સાનુકૂળ વાતાવરણ મળી રહે અને કર્મચારી સંકોચે વગર સારી રીતે ફરજ બજાવી શકે. અને તેનાથી ટ્રેન દુર્ઘટના સર્જાવાની કોઈ પણ સંભાવના પણ ટાળી શકાય. એટલું જ નહીં પણ સલામતી સેમિનાર બાદ વટવા રનિંગ રૂમ પરિસરમાં રનિંગ સ્ટાફના પરિવારના સભ્યો, કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
દાહોદના સરહદ ધરાવતા વિસ્તારોમાં પોલીસે હાથ ધરાયું ચેકિંગ
સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
સનદની પરીક્ષાનું પેપર ફુટ્યુ ! અમદાવાદ અને સુરતમાં લેવાઈ હતી પરીક્ષા
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
ભરશિયાળે ગુજરાતમાં કમોસમી વરસાદની આગ, જાણો ક્યાં અને ક્યારે થશે માવઠું
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
સસરા, સાળાને ઉડાવી દેવા માટે કરેલા બ્લાસ્ટ પાછળની વાંચો ઈનસાઈડ સ્ટોરી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની હવામાન વિભાગે કરી આગાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
મગફળીમાં ગેરરીતિ મામલે કૃષિમંત્રીએ કહ્યુ જવાબદારો સામે થશે કાર્યવાહી
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
ઝઘડિયામા બાળકી સાથ રેપ મામલે શક્તિસિંહે કાયદો વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ
g clip-path="url(#clip0_868_265)">