Ahmedabad: ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના, અમદાવાદ ટ્રાફિક JCP એ કહ્યુ-તપાસ પૂર્ણતાના આરે, જુઓ Video
Iskcon Bridge Accident: પોલીસ દ્વારા આરોપી કાર ચાલક તથ્ય પટેલના મિત્રોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને આ સાથેના તમામ પૂરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. ઘટનામાં 9 લોકોનો મોત અકસ્માતમાં નિપજ્યા હતા.
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ અંતિમ તબક્કામાં પહોંચી છે. તપાસ સમાપ્ત થતા જ હવે આગામી 24 કલાકમાં જ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. તપાસ અધિકારી દ્વારા તપાસ મહંદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે. ફોરેન્સિક તપાસ અને ટેકનિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે. માત્ર એક જ સપ્તાહમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ કરવાનુ શરુઆતમાં જ કહેવામાં આવ્યુ હતુ. આરોપીને આકરી સજા કરાવવા માટે થઈને પોલીસે આ માટે તમામ પાસાઓ સાથે તપાસ હાથ ધરીને ઘટનાના પૂરાવાઓ મેળવવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આરોપી કાર ચાલક તથ્ય પટેલના મિત્રોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને આ સાથેના તમામ પૂરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. ઘટનામાં 9 લોકોનો મોત અકસ્માતમાં નિપજ્યા હતા. ઘટનાની તપાસ હવે પૂર્ણ થઈ હોવાને લઈ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જેસીપી નરેન્દ્ર ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી.