AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન 15000 પોલીસકર્મીઓ રહેશે તૈનાત, આયોજકો માટે આ ગાઈડલાઈન કરાઈ જાહેર, યુવતીઓના ડ્રેસકોડને લઈને નિયમો જાહેર

નવરાત્રીને આડે હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ તેને લઈને પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોમર્શિયલ ગરબા આયોજકોએ ચુસ્ત રીતે નિયમો પાડવામાં માટેની સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત મહિલા સુરક્ષા અને ટ્રાફિક લગતા ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન 15000 પોલીસકર્મીઓ રહેશે તૈનાત, આયોજકો માટે આ ગાઈડલાઈન કરાઈ જાહેર, યુવતીઓના ડ્રેસકોડને લઈને નિયમો જાહેર
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 01, 2024 | 7:35 PM

અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રિના એટલે કે 3 ઓકટોબર થી 11 ઓકટોબર માટે અનેક નાના મોટા આયોજનો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રિના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ બની રહે તેમજ રાતના સમયે લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. જે અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

નાના શેરી ગરબાનાં આયોજકોને જે તે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેશે. જ્યારે કોમર્શિયલ એટલે કે મોટા આયોજનો માટે લાયસન્સ બ્રાન્ચમાંથી મંજૂરી મેળવવા માટે સૂચના આપવામાં આવી છે.

2025નો શાહજહાં ! પતિએ તેની પત્ની માટે બનાવી દીધો તાજમહેલ, જુઓ Video
100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર

જો જાહેરનામાના અને નિયમોની વાત કરવામાં આવે તો

  1. સિક્યુરીટી માટે દરેક આયોજન દીઠ એક જવાબદાર વ્યક્તિની નિમણુંક કરી તેની જરૂરી વિગતો સ્થાનિક પો.સ્ટેને આપવાની રહેશે.
  2. લાઉડ સ્પીકરની મંજૂરી રાત્રીના 12 વાગ્યા સુધી જ આપવામાં આવે છે.
  3. આયોજનમાં એન્ટ્રી અને એક્ઝીટ અલગ અલગ રાખવાનાં રહેશે.
  4. ગરબાના સ્થળે અને તેની બંને સાઇડ 200 મીટર સુધી ટ્રાફિક જામ ન થાય અને અડચણરૂપ પાર્કીંગ ન થાય તે જોવાની જવાબદારી આયોજકની રહેશે.
  5. યોગ્ય ઇલેક્ટ્રીક ફીંટીંગ અને ફાયર સેફટીનું પ્રમાણપત્ર ફરજીયાત રહેશે. મોટા સ્ટેજની મજબુતી અંગે PWD નું પ્રમાણપત્ર લેવાનું રહેશે.
  6. આયોજક દ્વારા એન્ટી સેબોટીક ચેકીંગ, પાર્કીંગ વ્યવસ્થા અને સીસીટીવી નું આયોજન કરવાનું રહેશે.
  7.  મહિલા, પુરુષના પ્રવેશ દ્વારા અલગ અલગ રાખવાના રહેશે.
  8. મહિલા સુરક્ષા કર્મચારીની પણ વ્યવસ્થા કરવી.
  9. યોગ્ય બેરીકેડીંગ રખાવવું.
  10.  વીજ પુરવઠો અવીરત રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી.
  11. પાર્કીંગમાં પાર્ક થતા વાહનોની એન્ટ્રી અંગેની વિગતો એક રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
  12. જરૂરી ફસ્ટએડ રાખવું.
  13.  ગંદકી ન ફેલાવવી.
  14.  ગરબાના સ્થળે ચાર દિશામાં વોચ ટાવર રખાવી વીડિયો સુટીંગ કરાવવું.
  15.  સરકારની સુચના મુજબ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તેની અવર-જવર માટે ગેટ રાખવા.
  16.  ગરબાનું આયોજન થતું હોય ત્યાં પ્રવેશ દ્વાર પર ડૉરફેમ મેટલ ડીટેક્ટર/હેન્ડ મેટલ ડીટેક્ટર તથા સિક્યુરીટી સ્ટાફ તથા Breath Analyzer વગેરે રાખવો અને શંકાસ્પદ વ્યક્તિની શારીરિક ચકાસણી કરવી. કોઈપણ વ્યક્તિ નશાની હાલતમાં જણાય તો તાત્કાલીક પોલીસને જાણ કરવાની રહેશે. મહીલા સુરક્ષા કર્મચારી પણ રાલામતિ વ્યવસ્થા માટે રાખવા.
  17.  આયોજકોએ ગરબાના સ્થળની ક્ષમતા કરતા વધુ પ્રમાણમાં ટિકીટ’પાસનું વેચાણ/વિતરણ કરવું નહીં.
  18.  દાંડીયારાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડા પહેરવા નહી.
  19.  ગરબીમાં અશ્લીલ પ્રોગ્રામ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ અઘટીત બનાવ બનો તો સંપુર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
  20.  આયોજકો દાંડીયા રાસના આયોજન દરમ્યાન જાહેર સુરુચીનો ભંગ થાય કે ધાર્મિક લાગણી દુભાય તેવી ચેષ્ટાવાળા ગીતો વગાડી કે ગવડાવી શકશે નહીં તથા ગરબીમાં રમનારા ખૈલૈયાઓએ અશિશ અભદ્ર વેશભુષા ધારણ કરવી નહી.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં શહેર પોલીસને ગરબાનાં આયોજન માટે 80 જેટલી અરજીઓ મળી છે, જેની મંજૂરીની પ્રક્રિયા શરૂ છે. શહેર પોલીસના 14 હજારથી વધુ અધિકારીઓ કર્મચારીઓ નવરાત્રિ દરમિયાન બંદોબસ્તમાં તૈનાત રહેશે. રાત્રિનાં સમયે મહિલાઓની સલામતી માટે શી ટીમ પણ કાર્યરત રહેશે, સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસની ગાઈડલાઈન અનુસરવી પડશે. સીસીટીવી કેમેરા, વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે. મહિલાઓ માટે મહિલા સ્વંય સેવકો રાખવા પડશે. પોલીસની અલગ અલગ હેલ્પ લાઈન સતત કાર્યરત રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">