રેલવે સ્ટેશન પર ફૌજી યુવાનોને ટાર્ગેટ બનાવી ATM ચોરી સોનું ખરીદતી ટોળકીનો સૂત્રધાર ઝડપાયો

|

Jul 13, 2024 | 9:13 AM

અત્યાર સુધી આપે સાઇબર ગઠિયાઓ લોકોને અલગ અલગ રીતે છેતરપિંડી કરી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ આજે અમે એક એવી ગેંગની વાત કરવા જઈ રહ્યા છે કે જે ફોજીઓને તેમના નિશાન બનાવે છે. અમદાવાદ રેલવે પોલીસે માહિતીના આધારે તપાસ કરવા દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પરથી આઝાદખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

રેલવે સ્ટેશન પર ફૌજી યુવાનોને ટાર્ગેટ બનાવી ATM ચોરી સોનું ખરીદતી ટોળકીનો સૂત્રધાર ઝડપાયો
દિલ્હીનો આરોપી ઝડપાયો

Follow us on

ફોજીઓ સાથે વિશ્વાસ કેળવી તેમને ટાર્ગેટ બનાવી ટોળકીનો રેલવે પોલીસે ખુલાસો કર્યો છે. મોબાઈલ અને એટીએમ કાર્ડ લઈ તેમાંથી સોનુ કે અન્ય વસ્તુઓ ખરીદી કરી ચોરી કરતી હતી ગેંગ. રેલવે પોલીસે સૂત્રધારને ઝડપી લીધા બાદ હજુ વધુ 2 આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરુ કરી છે.

આ ટોળકી માત્રગુજરાત જ નહિ પરંતુ અન્ય રાજ્યમાં પણ અનેક સ્થળોએ ફોજી કે અન્ય કોઈ એકલા બેઠેલા મુસાફરોને ટાર્ગેટ બનાવી રહી છે. અમદાવાદ રેલવે પોલીસ દ્વારા આ ટોળીનો પર્દાફાશ કર્યો છે અને આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

દિલ્હીનો યુવાન ઝડપાયો

અત્યાર સુધી આપે સાઇબર ગઠિયાઓ લોકોને અલગ અલગ રીતે છેતરપિંડી કરી પૈસા પડાવતા હોવાના કિસ્સાઓ સાંભળ્યા હશે, પરંતુ આજે અમે એક એવી ગેંગની વાત કરવા જઈ રહ્યા છે કે જે ફોજીઓને તેમના નિશાન બનાવે છે. અમદાવાદ રેલવે પોલીસે માહિતીના આધારે તપાસ કરવા દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પરથી આઝાદખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

જેની પૂછપરછમાં સમગ્ર હકીકત સામે આવી છે. આઝાદખાન દિલ્હીનો રહેવાસી છે અને તે પોતાની ગેગમાં ત્રણથી ચાર લોકો સાથે અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાઓ પર પહોંચી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ પર રહેલા ફોજીઓને તેમનો નિશાન બનાવી તેમની સાથે છેતરપિંડી કરી રૂપિયા પડાવે છે.

આ રીતે જાળ બિછાવતા

રેલ્વે સ્ટેશન પર જ્યારે કોઈ ફોજી યુવાન એકલો બેઠો હોય ત્યારે આ ગેંગનો એક સભ્ય તેની સાથે વાતચીત કરી વિશ્વાસમાં લેતો હોય છે. જે દરમિયાન અચાનક અન્ય બે થી ત્રણ સાગરીતો તેમની પાસે આવતા હતા અને તેઓ કહેતા હતા કે, અમને ઘણા સમયથી અમારા માલિક દ્વારા પગાર ચુકવણી થઈ નથી. જેથી તેમની પાસે રહેલા રૂપિયાની અમે ચોરી કરી લાવ્યા છીએ.

બાદમાં આ ગેંગનાં સભ્યો રૂમાલમાં વીટેલા પૈસા બતાવતા હતા. જે પૈસામાં ઉપરના એક થી બે નોટ સાચી હોય છે, બાકીની અન્ય નોટ કાગળની ડુપ્લીકેટ બનાવેલી હોય છે. પરંતુ રૂમાલમાં કોઈને ખ્યાલ ન આવે તે પ્રમાણે આ રૂપિયાનું બંડલ બનાવવામાં આવતું હોય છે. જે બાદ ફોજીને વિશ્વાસમાં કેળવી પોલીસ પકડશે તેવું કહી રૂપિયાનું બંડલ તમે શેઠને પરત આપી દેજો તેવું કહી જાળ પાથરતા હોય છે અને પોલીસના ડરથી તેઓ ટીકીટ કપાવી શકશે નહીં એમ કરી વિશ્વાસમાં લેવા પ્રયાસ કરતા હોય છે.

આ રીતે કરે છે છેતરપિંડી અને ચોરી?

જેથી ફોજીને વિશ્વાસમાં લઈને તેમના મોબાઈલ માંથી ટિકિટ બુક કરાવતા હતા. જ્યારે ફોજી પોતાના ફોનથી રેલ્વે ટિકિટ બુક કરતા હોય છે, ત્યારે તેમના મોબાઈલનો સ્ક્રીન લોક આ ગેંગના સભ્યો જાણી લેતા હોય છે. ટિકિટ બુક કરાવવામાં જ્યારે તેમના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ માટેનો પાસવર્ડ એન્ટર કરતો હોય છે ત્યારે તે પણ જોઈ લેતા હોય છે. જે બાદ તેમનો મોબાઇલ અને કાર્ડ કોઈ પણ રીતે ચોરી કરી લઈ અને આ આરોપીઓ સીધા સોનીની દુકાનમાં સોનું ખરીદી કરી લે છે. તેના પેમેન્ટ માટે મોબાઈલ અને ક્રેડિટ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે.

તેઓ ફોજીને વિશ્વાસમાં લઈને તેની સાથે છેતરપિંડી કરી તેમનો મોબાઇલ અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મેળવી લેતા. જે બાદ તેઓ જ્વેલર્સ દુકાને પહોંચી ત્યાંથી સોનાના દાગીના ખરીદી કરી ભોગ બનનારના નામનું પાકું બિલ પણ બનાવડાવતા હતા. જે બાદ તેનું પેમેન્ટ ભોગ બનનારના ક્રેડિટ કે ડેબિટ કાર્ડ માંથી કરતા. જેના મોબાઇલમાં આવેલો OTP દ્વારા પેમેન્ટ પ્રોસેસ કરતા હતા. સોનું ખરીદી પેમેન્ટ કરી ફોન અને કાર્ડ ફેંકી દેતા હતા.

ગેંગના સભ્યો અને તેમનો ગુનાહીત ઇતિહાસ

આરોપી આઝાદખાન દિલ્હીથી તેમના અન્ય બે સાગરીતો તમન્ના અને રિયાઝ શેખ સાથે અમદાવાદ આવતો હતો અને ચોરીને અંજામ આપતો હતો. અમદાવાદમાં તેણે અત્યાર સુધીમાં અલગ અલગ ત્રણ જેટલી ચોરીઓને અંજામ આપ્યો છે. આ ઉપરાંત વડોદરા રેલવે સ્ટેશન પર પણ એક ફોજીને તેને નિશાન બનાવ્યો છે.

ગુજરાત ઉપરાંત આઝાદખાન સામે દિલ્હીમાં પણ કમલા માર્કેટ, ઓલ્ડ દિલ્હી, ન્યુ દિલ્હી, હજરત નીઝામુદિન રેલવે પોલીસ, ડોમેસ્ટિક એરપોર્ટ તેમજ પહાડગંજ સહિતના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

વધુ 2 આરોપીને ઝડપવા શોધખોળ

આ ગેંગની ખાસિયત એવી હતી કે તેઓ રેલ્વે સ્ટેશનમાં જો કોઈ મુસાફરને કે ફોજીને ટાર્ગેટ કરવો હોય તો તેઓ રેલ્વે દ્વારા મુસાફરી કરતા નહીં, તેઓ ફ્લાઈટ કે બસથી અમદાવાદ પહોંચતા હતા. તેવી જ રીતે જો એસટી બસ સ્ટેન્ડ કે એરપોર્ટ પર ફોજીને ટાર્ગેટ કરવાનો હોય તો તેઓ રેલ્વે દ્વારા મુસાફરી કરતા હતા. જેથી તાત્કાલિક કોઈ પોલીસ તેમને શોધી શકે નહીં.

હાલ તો અમદાવાદ રેલવે પોલીસે આઝાદખાનની ધરપકડ કરી અમદાવાદ અને વડોદરાના ગુનાઓ શોધી કાઢ્યા છે. જોકે આઝાદખાનની ગેંગના અન્ય બે સભ્યો તમન્ના અને રિયાઝ શેખને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ગેંગમાં અન્ય કોઈ આરોપીઓ સામેલ છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article