AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો
ચૂકવાશે ભાવફેર રકમ
| Updated on: Jul 10, 2024 | 11:02 AM
Share

સાબરડેરી દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના ચારેક લાખ જેટલા પશુપાલકોને લઈ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીએ દૂધ ઉત્પાદકોના ભાવફેરને લઈ નિર્ણય કરતા વચગાળાના ધોરણે હાલમાં 9 મહિનાનો ભાવફેર ગત વર્ષના મુજબે ચૂકવી આપવામાં આવશે. જે ગુરુવારથી દૂધ મંડળીઓને ચૂકવી આપવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દૂધ ઉત્પાદકો ભાવફેર અંગે રાહ જોઈ રહ્યા હતા. એક તરફ શૈક્ષણિક સત્ર જૂન માસથી શરુ થયુ છે અને બીજી તરફ ચોમાસુ વાવણીની શરુઆત થઈ છે. આવી સ્થિતિમાં ખેડૂતો અને પશુપાલકોને માટે આર્થિક સંકડામણ અનુભવાતી હોય છે. જેને લઈ હવે સાબરડેરીએ આ અંગે દૂધ ઉત્પાદકોના હિતમાં વચગાળાનો રસ્તો નિકળતા ભાવફેર 9 માસના ધોરણે ચૂકવી આપવામાં આવશે.

258 કરોડ રુપિયા ચૂકવાશે

ભાવફેર અંગે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, આ દરમિયાન જ હવે સાબરડેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે. સાબરડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આપવામાં આવેલી સત્તાની રુએ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાબરડેરીના એમડી દ્વારા જાહેર કરવામાં આવેલ પરીપત્ર મુજબ સાબરડેરી દ્વારા 258 કરોડ રુપિયા ભાવફેર રુપે પશુપાલકોને ચૂકવવામાં આવશે.

જૂના નિયામક મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ એપ્રિલ 2023 થી ડિસેમ્બર 2023 સુધીના 9 માસના રીટેઈન મની ચૂકવવામાં આવનાર છે. જ્યારે જાન્યુઆરી 2024 થી માર્ચ અંત સુધીના ત્રણ માસના રીટેન્શન મનીની રકમ અને આખા વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ પણ આવનારા સમયમાં ચૂકવવામાં આવશે.

ચેરમેન નિમણૂંક બાદ તમામ રકમ ચૂકવાશે

ગત માર્ચ માસમાં સાબરડેરીની સામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન ડેરીના નિયામક મંડળના 16 પૈકી 15 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે એક ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આમ સામાન્ય ચૂંટણી બાદ નવુ નિયામક મંડળ ચૂંટાઈ આવ્યું છે.

હવે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટે રાહ જોવામાં આવી રહી છે. હવે નવા ચેરમેનની નિમણૂંક થવા બાદ ભાવફેર અંગે આખા વર્ષની ચૂકવવાપાત્ર રકમની ચૂકવણી કરવામાં આવશે. જેમાં બાકીના ત્રણ માસની રકમ અને સંપૂર્ણ વર્ષની વાર્ષિક ચૂકવણીની રકમ ચૂકવાશે. આમ હવે ચેરમેન પદની ચૂંટણી યોજાવાની રાહ જોવાઈ રહી છે. જે બાદ પશુપાલકોને બાકીની વધુ રકમ મળશે.

આ પણ વાંચો:  ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">