72nd National Film Awards : કોને મળ્યો ભારતીય સિનેમાનો સર્વોચ્ચ ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’? કયા સુપરસ્ટાર્સ બન્યા ‘બેસ્ટ એક્ટર-એક્ટ્રેસ’?
ભારતીય સિનેમાના સૌથી મોટા 'રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર'ની આતુરતાનો અંત આવી ગયો છે. આ વખતે આ ભવ્ય સમારોહ દિલ્હીના બદલે ગુજરાતના એકતા નગરમાં યોજાયો છે, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. આખરે કયા સુપરસ્ટાર્સને બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો? બીજું કે, કોને મળ્યો ભારતીય સિનેમાનો સર્વોચ્ચ 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ'?

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (72nd National Film Award)ની આતુરતાનો હવે અંત આવી ગયો છે. વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મો અને કલાકારોને મળનારું આ મોટું સન્માન આજે 22 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતના એકતા નગરમાં આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિજેતાઓને સન્માનિત કરી રહ્યાં છે.
ખાસ વાત એ છે કે, આ વખતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતમાં યોજાઈ રહ્યો છે. વર્ષ 2024ની ઘણી ચર્ચિત ફિલ્મોએ અલગ-અલગ કેટેગરીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આમાં ‘આર્ટિકલ 370’, ‘બ્રહ્મયુગમ’, ‘ચંદુ ચેમ્પિયન’, ‘અમરન’, ‘કલ્કી 2898 એડી’, ‘સ્ત્રી 2’ અને ‘પુષ્પા: ધ રૂલ પાર્ટ-02’ જેવી ફિલ્મોના નામ છે.
કાર્તિક આર્યન અને મમ્મૂટીને મળ્યો ‘એવોર્ડ’
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સ્ટાર એક્ટર કાર્તિક આર્યન અને મલયાલમ સિનેમાના દિગ્ગજ એક્ટર મમ્મૂટીને પણ એવોર્ડ મળ્યો. કાર્તિક આર્યનને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં તેના દમદાર અભિનય માટે બેસ્ટ એક્ટરનું સન્માન આપવામાં આવ્યું.
મમ્મૂટીને પણ તેમના શ્રેષ્ઠ કામ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. બંને સિતારાઓ માટે આ ક્ષણ અત્યંત ખાસ રહી. પુરસ્કાર મળ્યા બાદ તેમના ફેન્સમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અનેક લોકો બંનેને અભિનંદન આપી રહ્યા છે.
From #Mammootty to #KartikAaryan, #Dhanush, #YamiGautam, #AdityaDhar, #RandeepHooda, #SanjayMishra and more, the biggest names in Indian cinema came together at the 72nd National Film Awards.#NationalAwards #Trending #72ndNationalFilmAwards pic.twitter.com/fGc0wzjDSW
— Filmfare (@filmfare) September 22, 2026
યામી ગૌતમ પણ થઈ ‘સન્માનિત’
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં એક્ટ્રેસ યામી ગૌતમને પણ સન્માનિત કરવામાં આવી. સમારોહમાં યામી ગૌતમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે સન્માન મળ્યું. આ ખાસ પ્રસંગે યામી ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી હતી. જણાવવાનું કે, યામી ગૌતમને ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
ધનુષને પણ મળ્યું ‘સન્માન’
સુપરસ્ટાર ધનુષને 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (72nd National Film Awards)માં તેની ફિલ્મ ‘કેપ્ટન મિલર’માં શ્રેષ્ઠ અભિનય માટે ‘સ્પેશિયલ મેન્શન’ (Special Mention) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.
Veteran actor Anant Nag receives the #DadasahebPhalkeAward at the 72nd National Film Awards, recognising his remarkable contribution to Indian cinema. #IndiaCelebratesCinema #FilmsThatUnite pic.twitter.com/4MDY4LNqcP
— PIB India (@PIB_India) September 22, 2026
દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થયા ‘અનંત નાગ’
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં દિગ્ગજ એક્ટર અનંત નાગને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ઈન્ડિયન સિનેમામાં તેમના લાંબા અને શાનદાર યોગદાન માટે તેમને આ મોટું સન્માન આપવામાં આવ્યું છે.
રણદીપ હૂડાને ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે એવોર્ડ મળ્યો
રણદીપ હૂડાને હિન્દી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે ‘બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ એ ડાયરેક્ટર’ના નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેમને સ્વર્ણ કમળ અને ₹3,00,000નો રોકડ પુરસ્કાર મળ્યો.
‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો
‘આર્ટિકલ 370’એ બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પોતાના નામે કર્યો. આ ફિલ્મના પ્રોડ્યુસર જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝની સાથે-સાથે ડાયરેક્ટર આદિત્ય સુહાસ જાંભલેને સ્વર્ણ કમળ અને દરેકને ₹3,00,000નો રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા.
‘સ્ત્રી 2’ના ગીત ‘આજ કી રાત’ માટે વિજય ગાંગુલી સન્માનિત
કોરિયોગ્રાફર વિજય ગાંગુલીને હિન્દી ફિલ્મ ‘સ્ત્રી 2’ના ગીત ‘આજ કી રાત’ માટે બેસ્ટ કોરિયોગ્રાફીનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો.
‘આર્ટિકલ 370’ માટે શાશ્વત સચદેવ સન્માનિત
મ્યુઝિક ડાયરેક્ટર શાશ્વત સચદેવને હિન્દી ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો. તેમને રજત કમળ અને ₹2,00,000નો રોકડ પુરસ્કાર મળ્યો.
‘ચલચિત્ર Ekhon’એ બેસ્ટ બંગાળી ફિલ્મનો એવોર્ડ જીત્યો
બંગાળી ફિલ્મ ‘ચલચિત્ર Ekhon’એ 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ બંગાળી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મને અંજન દત્તે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે.
‘જુઈફૂલ’એ બેસ્ટ અસમી ફિલ્મનો એવોર્ડ જીત્યો
‘જુઈફૂલ’એ 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ અસમી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મને જાદુમૌની દત્તાએ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી છે.
‘શ્રીકાંત’ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ
‘શ્રીકાંત’એ 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. સુપર કેસેટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને ચોક એન ચીઝ ફિલ્મ્સ પ્રોડક્શન LLP દ્વારા પ્રોડ્યુસ કરાયેલી અને તુષાર હીરાનંદાની દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મને રજત કમળ મળ્યું છે.
‘મારણ’ ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો
ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો. સિનેમેન પ્રોડક્શન્સ લિમિટેડ દ્વારા પ્રોડ્યુસ કરાયેલી આ ફિલ્મનું ડિરેક્શન અભિષેક જૈને કર્યું છે.
આ ફિલ્મોને મળ્યો એવોર્ડ
- બેસ્ટ ગઢવાલી ફિલ્મ: ઢોલી
- બેસ્ટ નોન-ફીચર ફિલ્મ: ભંગાર (મરાઠી, ઇંગ્લિશ)
- બેસ્ટ મરાઠી ફિલ્મ: મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી
- બેસ્ટ મલયાલમ ફિલ્મ: ફેમિનિચી ફાતિમા
- બેસ્ટ કન્નડ ફિલ્મ: મિથ્યા
- બેસ્ટ હિન્દી ફિલ્મ: શ્રીકાંત
- બેસ્ટ ગુજરાતી ફિલ્મ: મારણ
- બેસ્ટ તમિલ ફિલ્મ: રાયન
- બેસ્ટ બંગાળી ફિલ્મ: ચલચિત્ર એખોન
- બેસ્ટ કોરિયોગ્રાફી: સ્ત્રી 2 (વિજય ગાંગુલી)
- બેસ્ટ લિરિક્સ: મૈદાન (મનોજ મુન્તશિર)
- બેસ્ટ મ્યુઝિક: આમરન (જી. વી. પ્રકાશ કુમાર)
- બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન: આર્ટિકલ 370
- બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન: પુષ્પા 2
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: કલ્કી 2898 એડી
- બેસ્ટ એડિટિંગ: આમરન
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: ભૂલ ભુલૈયા 3
- બેસ્ટ સ્ક્રીનપ્લે ઓરિજિનલ: પુષ્પા 2
- બેસ્ટ ડિરેક્શન: આમરન (રાજકુમાર પેરિયાસામી)
